________________
પરર
શાસનપ્રભાવક
છે. બીજા શબ્દોમાં, તેઓશ્રી નૂતન શબ્દોનું નિર્માણ કરી લે છે. આવી પ્રતિભા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. તેઓશ્રીની સમસ્ત કાવ્યકૃતિએ ભક્તિરસથી ભીંજાયેલી છે ! જે કે, એમણે આજ સુધીમાં કઈ મહાકાવ્ય કે પ્રબંધકાવ્ય લખ્યું નથી. એમનાં કાવ્યના વિષય બહુશઃ ભજન, સ્તવન, સ્તુતિઓ, આરતીઓ, પિતાની પરંપરાના સંતોનાં ચરિત્ર, ઉપદેશાત્મક રચનાઓ વગેરે હોય છે. અને કહી શકાય કે, એક આદર્શ સંત માટે કાવ્યક્ષેત્ર આવું જ હોવું જોઈએ. એમની કાવ્યકૃતિઓમાં “નવકાર ગુણગંગા”, “પૂજાત્રયમ', “ગુરુદેવ”, “ભક્તિપ્રભા” તથા “ચિરપ્રવાસી” મુખ્ય છે. કેટલીક પ્રકીર્ણ રચનાઓ છે, જે અભિનંદનગ્રંશે અને સામયિકમાં પ્રગટ થઈ છે. ગુજરાતી ભાષામાં પણ ભજન અને આરતી લખ્યાં છે. એમણે પૂજ્યપાદ ગુરુદેવ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજની ૭૭મી જન્મજયંતી ઉપર એમના જીવનને કાવ્યમય રૂપે રચી “ગુરુદેવ” નામે પ્રકાશિત કર્યું છે. ૨૭ પાનાંની આ નાનકડી પુસ્તિકામાં એ મહામનાની વિરાટ જીવનગાથાને સુંદર રીતે વ્યક્ત કરી. પુસ્તિકાના પ્રવેશમાં (સ્વ.) મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ “સાહિત્યપ્રેમી એ લખ્યું છે કે, “હા, તો ગુરુસ્તુતિ જિનેન્દ્ર પ્રવચનમાં સમ્યજ્ઞાનાદિની પ્રાપ્તિમાં સહાયક બને છે. એટલે શિષ્ય ભાલ્લાસ પૂર્વક પરમ ઉપકારી ગુરુજનનું ગુણકીર્તન કરે છે..મારા ગુરુભ્રાતા મુનિશ્રી જયંતવિજયજીનું સર્જન “ગુરુદેવ” આ વિશુદ્ધ ભારતીય પરંપરાનું પ્રતીક છે. વાસ્તવમાં મુનિશ્રી જયંતવિજયજી આપણું સંઘમાં અને ગચ્છમાં પ્રતિભાસંપન્ન અને તરુણ કવિ છે. મુનિશ્રીએ ખરા અર્થમાં
ગુરુદેવ” કાવ્યનું સર્જન આત્મવિભેર થઈને કર્યું છે. એટલે આ કાવ્યમાં કવિહૃદયની કલ્પનાઓનું ઉડ્ડયન નહીં, પરંતુ સત્યનું ઉત્તમ શબ્દોમાં નિબદ્ધન છે. મુનિશ્રીએ પરમહંત પંડિત પ્રવર શ્રી ધનપાલની આ ઉક્તિનું સર્વત્ર પાલન કર્યું છે :
स्वादुतां मधुना नीताः पशुनामपि मानसम् ।
मदयन्वि न यदवाचः, किं तेऽपि कवयो भुवि ? એટલે જ કાવ્ય આહૂલાદક બની શકયું છે. અંતમાં, કાવ્યના રસાસ્વાદ માટે વાચકવૃંદને પ્રેરિત કરું છું તથા પ્રસ્તુત કાવ્યના રચયિતા મુનિશ્રી જયંતવિજયજીને અભિનંદન આપું છું કે તેઓ આ પ્રકારે સાહિત્યસર્જન કરતા રહીને સાહિત્યની શ્રીવૃદ્ધિ કરતા રહેશે.”
ગુરુદેવ' કાવ્ય છંદોબદ્ધ રૂપમાં છે અને તેમાં દ્રતવિલંબિતમ, પંચચારમ વૃત્તમ્, અનુષ્ટ્રપવૃત્તમ , ઇંદ્રવજવૃત્તમ, માલિનીવૃત્તમ, ભુજંગપ્રવૃત્તમ, ઉપેન્દ્રવજવૃત્તમ, ઉપજાતિવૃત્તમ શાર્દૂલવિક્રીડિતંવૃત્તમ, સધ્ધરાવૃત્તમ, શિખરિણવૃત્તમ, હરિણીવૃત્તમ, ચંચલાવૃત્તમ, મંદાક્રાન્તાવૃત્તમ આદિ છંદો પ્રાજવામાં આવ્યા છે. એનાથી તેઓશ્રી કાવ્યશાસ્ત્રમાં મર્મજ્ઞ અને કાવ્યસર્જનમાં સિદ્ધહસ્ત હવાનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. “ગુરુદેવ” કાવ્યમાં પ્રાસાનુપ્રાસ અલંકાર પણ અનુપમ છે. અહીં એ ઉલ્લેખ પણ ઉચિત લેખાશે કે એમના દ્વારા રચાયેલાં સ્તવન-સજ્જાય અને ભક્તિગીતની અનેક કેસેટ બહાર પડી ચૂકી છે. ગુરુભક્તોએ તેમજ સમાજના અન્ય વર્ગોએ આ કેસેટનું હાર્દિક સ્વાગત કર્યું છે. આ રત્વન-સન્માય અને ભક્તિગીત સંગીતની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org