________________
શ્રમણભગવ તા–ર
પૂજ્યશ્રીએ તેમને રાજ્યના ગ્રંથભડારનું અવલાકન કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ગુરુદેવને વિનતિ કરી અને રાજ્યના ગ્ર'થભડારને વ્યવસ્થિત કરાવ્યેા. પૂજ્યશ્રીના ચારિત્રથી આકર્ષિત થઈ પંડિતજીએ વડાદરાનરેશ પાસે પધારવા અને તેઓને ઉપદેશ આપવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પેાતાના ગુરુદેવ શ્રી પ'. શ્રી દાનવિજયજી મહારાજનાં વ્યાખ્યાનાનું વડોદરાનરેશના મહેલમાં આયેાજન કરાવ્યુ. આ વ્યાખ્યાનાનું પુસ્તક છપાઈ રાજયની શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે મુકાયું. વડાદરાનરેશ પણ ઉભય ગુરુવર્યોના સહવાસથી આનર્દિત થયા. પ્રવર્તમાન સકળ સંધમાં ઉત્કૃષ્ટ જ્ઞાનીઓમાં પૂજ્યશ્રીએ પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એક જ સાધુમાં આટલાં ઉત્કૃષ્ટ વિનય—વૈયાવચ્ચ, તપ-ત્યાગ અને અજોડ વિદ્વત્તા જોતાં ખરેખર, નવાઈ લાગે ! પરંતુ અતિ શાસનના અને દેવગુરુના અચિત્ય પ્રભાવ આગળ કશુ' જ અશકય નથી. શ્રાવકસંઘના મેવડીએ પણ અવારનવાર સંઘના પ્રશ્નોમાં પૂજ્યશ્રીનુ યથા માદન મેળવીને પરમ સંતેાષ અનુભવતા હતા.
નિ:સ્પૃહતા : પૂજ્યશ્રીની નિઃસ્પૃહતાનુ વર્ણન કરવું આપણી શક્તિ બહાર છે. વિશ્વના પ્રથમ પંક્તિના આ વિદ્વાન પાસે પેાતાની માલિકીનું એક પણ પુસ્તક કે નોટબુક કે પેન-પેન્સિલન ટુકડો પણ ન હતાં. તેએ!શ્રીએ જે કંઈ મેળવ્યુ' તે જ્ઞાનભડારોનાં જ પુસ્તક દ્વારા. તે મેળવીને તરત જ પાછાં સુપ્રત કરી દેતા. એટલું જ નહિ, તેએશ્રી ચાલુ ઉપયોગમાં આવતી ઉપધિથી વધારે એકાદ જોડ કપડાં, પાત્રા કે આસન પણ રાખતા નહીં. સયમની સુવાસથી આકર્ષિત થઈ નજીક આવતાં અનેક ભવ્યાત્માઓને પ્રતિષેધ પાતે કરતા; પણ શિષ્યા તા બીજાના જ કરતા. આથી જ સાડાત્રણસો શિષ્ય-પ્રશિષ્યાના ગુરુ એવા તેઓશ્રીના સીધા શિષ્યાની સંખ્યા માત્ર ૧૬-૧૭ હતી ! શક્તિશાળી હોવા છતાં પૂજ્યશ્રી વ્યાખ્યાનની પાટ અને પદવીથી દૂર રહેતા. તેમને પૂ. ગુરુદેવે ગણપદ, પંન્યાસપત્ત અને ઉપાધ્યાયપદ પર પરાણે આરૂઢ કરેલા. તેમ છતાં, આચાય પદ માટે તે તેએશ્રી પૂ. ગુરુદેવને સતત નિષેધ કરી દૂર રહેતા. સ’. ૧૯૯૧માં ચૈત્ર માસની એળી તેમના ગુરુદેવ શ્રી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં રાધનપુર મુકામે ચાલતી હતી. ચૈત્ર સુદ ૧૪ના દિવસ જ્યાતિષમાતડ ગુરુદેવને શ્રેષ્ઠ હોવાનું ધ્યાનમાં આવ્યું. આ વખતે પૂ ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજ પાટણ મુકામે ગ્લાનમુનિ શ્રી જિનવિજયજી મહારાજના ઉપચારાર્થે રોકાયેલા. ગુરુદેવના તાકીદે રાધનપુર પહોંચવાના સદેશે! મળતાં જ તેએશ્રી ઉગ્ર વિહાર કરી બીજે દિવસે સાંજે ગુરુદેવની નિશ્રામાં પહેાંચી ગયા. ગુરુદેવે આચાય પદ્મની વાત કરતાં પૂજ્યશ્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડચા અને ગુરુદેવને વિનયપૂર્ણાંક નિષેધ કરવા લાગ્યા. પરંતુ ગુરુદેવે થાડા કઠાર બની તૃતીય પદ ગ્રહણ કરવાની આજ્ઞા ફરમાવી. ગુરુદેવની આજ્ઞાનુ ઉલ્લઘન તે કોઇ પણ રીતે કેમ થઈ શકે ? છેવટે નાછૂટકે આચાર્ય પદવી સ્વીકારવી પડી. અને ચૈત્ર સુદ ૧૪ને શુભ મુહૂતે પૂજ્યશ્રી પૂ. ગુરુદેવના શુભ હસ્તે પાંચપરમેષ્ઠિના તૃતીય પદ પર આરૂઢ થયા. આચાય પદવી પ્રાપ્ત થતાં, બીજા જ દિવસે વિહાર કરી પેલા ગ્લાનમુનિની સભાળ માટે પહોંચી ગયા. આહાર, ઉપધિ, શિષ્ય, વ્યાખ્યાન, પદવી, સત્કાર, સન્માન આદિ સ પ્રકારની સ્પૃહાએથી પૂજ્યશ્રી પર હતા.
Jain Education International 2010_04
૩૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org