________________
ર૭૮
શાસનપ્રભાવક સ્થાપના એ પૂજ્યશ્રીની યશકલગી સમાન છે. તેઓશ્રીના નિઃસ્પૃહી અને નિખાલસ સ્વભાવને લીધે પૂજ્યશ્રીને ખૂબ જ પ્રભાવ પડે છે. કેઈના પણ દુર્ગુણને ધ્યાનમાં નહિ લેવાની અને સહુના ગુણને ગૌરવ આપવાની પૂજ્યશ્રીની સ્વાભાવિક પ્રકૃતિ હોવાને લીધે તેઓશ્રી સ્વયં પૂર્ણ ચંદ્ર સમા શીતળ પ્રકાશે છે અને અન્ય માટે આદરણીય પ્રેરણાસ્થાન બની રહે છે. ગુરુભક્તિ સાથે જપ-તપની આરાધના પણ પૂજ્યશ્રીને એક ઉત્તમ ગુણ છે. આજ સુધીમાં વર્ધમાન તપની ૮૧ ઓળીની આરાધના કરી અને હજી એ ચાલુ જ છે. મંદિરનો જીર્ણોદ્ધાર સાથે જૂના ધર્મગ્રંથોનાં પ્રકાશને કરાવવા પ્રત્યે પણ ધ્યાન આપતા હોય છે. રાધનપુરમાં એકેએક જિનાલયના રંગરેગાનાદિ માટે પૂજ્યશ્રી પ્રસંગે પાત્ત પ્રેરણું આપતા હોય છે. એવા એ વિનમ્ર અને વત્સલ, નિસ્પૃહી અને નિખાલસ, તપસ્વી અને ત્યાગી, મહાન શાસનપ્રભાવક સૂરિવરનાં ચરણમાં કેટિશઃ વંદના !
સૂરિમંત્ર પીઠિકા સાધક, ભરૂચ તીર્થોદ્ધારક મહાન
ભાષાવિદ, પ્રકાંડ પંડિત પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ
ગગનમંડળમાં વિધવિધ ગ્રહો, નક્ષત્ર, તારલાઓ પિત પિતાની શ્રીશાભાથી વિશ્વસૌંદર્ય, ધારણ કરી રહ્યાં છે, તેમ જિનશાસનમાં જુદા જુદા સૂરિવરેએ પિતપતાની રીતે તપ-જપઆરાધના દ્વારા શાસનસેવા ધારણ કરી છે. એવા એક વિશિષ્ટ સાધક છે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીને જન્મ નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચિત્ર વદ ૧૦ના મંગલદિને થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. ઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં રમેશભાઈને સંસારની અસારતા હદયમાં વસી ગઈ હતી. પગપાળા દેવદર્શને જવું, ખુલા પગે કેલેજ જવું, પિતાનાં કપડાં પિતે જ વાં-એવી નાની નાની બાબતમાં તેમના સંસ્કાર વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની સેવા કરવાને લાભ મળે અને રમેશભાઈને સ યમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયવિકમસૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને સ્વાધ્યાય-તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના ચોથા વર્ષથી તે પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય સંભાળશે.” પોતાનું આટલું માન હોવા છતાં મુનિશ્રી રાજયશવિજયજી પૂરેપૂરા વિનમ્ર, વિવેકી, નિખાલસ અને નિઃસ્પૃહી રહેતા. શાના અધ્યયનમાં નિમગ્ન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org