________________
૪૭૦
શાસનપ્રભાવક
પૂ. આ. શ્રી વિજ્યપ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ સ્વભાવે ભદ્રિક, પાપભીરુ અને સંતનિષ્ઠ સંત હતા. ત્યાગ, વૈરાગ્ય અને સંયમશ્રીથી તેઓશ્રીનું જીવન શોભતું હતું. વિવેક અને નમ્રતા એમના મહાન ગુણ હતા. એને લીધે ગુજરાત અને ગુજરાત બહાર અનેક ચેમાસાંઓ કર્યા તે સર્વ આરાધનાથી મહેકી ઊઠતાં હતાં. તેઓશ્રી જે પ્રતિબોધ આપે તે આબાલવૃદ્ધ સર્વ ભાવિકે સહર્ષ ઝીલી લેતા હતા. નાનામોટા સર્વ પ્રત્યે સમાન વાત્સલ્ય દર્શાવતા. સર્વને ધર્મને લાભ આપતા. મહત્તાની કશી ખેવના કરતા નહીં. એવા એ નિઃસ્પૃહી, નમ્રતામૂતિ, વાત્સલ્યમૂતિ શાસનપ્રભાવકને કેટિશ વંદના ! (સંકલન : પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મહારાજ)
સૌરાષ્ટ્ર-દીપક', ઉગ્રવિહારી, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયરૂચચંદ્રસૂરીશ્વરજી મહારાજ
યુગે યુગે જેનશાસનમાં ગુણપુની સુવાસ હંમેશાં મહેકતી રહી છે. શાસનનું આ એક પરમ સદ્ભાગ્ય છે કે પલટાતા પ્રવાહમાં અનેક તાણાવાણા વચ્ચે પણ મુક્તિમાર્ગના પથપ્રદર્શક દ્વારા આપણને અહર્નિશ પ્રસન્નતા અને શાંતિ મળતાં રહ્યાં છે. વિશાળ શિષ્યસમુદાયના તનિધિ ગુરુદેવશ્રી અને વર્ધમાન–આયંબિલ તપને પાયો નાખનાર પૂ. આચાર્યભગવંત શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ્રખર તપસ્વી પૂ. આ. શ્રી વિજ્ય
ચકચંદ્રસૂરિજી મહારાજ પણ વર્તમાનમાં અનેક ના તરણહાર બનીને ચતુર્વિધ સંઘમાં કેઈ અપૂર્વ આનંદ લહેરાવી રહ્યા છે. આ આનંદ-પરમાનંદનું ઉદ્ભવસ્થાન હતું, નાનું પણ ધર્મભાવનાથી છલકાતું સાલડી ગામ. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે આવેલું આ સાલડી ગામ પૂ. આચાર્યશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં પાવન પગલાંથી ધર્મભક્તિ વડે હર્યુંભર્યું અને કૃતકૃત્ય બન્યું છે. આ ધન્ય ધરામાંથી જૈનશાસનને ત્રણ ત્રણ શ્રમણભગવંતેની ભેટ મળી છે. તેમાં સૌ પ્રથમ છે આપણા ચરિત્રનાયક પૂ. આ. શ્રી વિજયરૂચમચંદ્રસૂરિજી મહારાજના ગુરુદેવપૂ. પંન્યાસશ્રી કનકવિજયજી ગણિવર્ય. સં. ૧૯૬૦માં આ જ સાલડી ગામમાં તેઓશ્રીને જન્મ થયે હતે. પિતાનું નામ ડાહ્યાભાઈ, માતાનું નામ ઝરમરબહેન અને તેમનું જન્મનામ કંકુચંદ હતું. ધર્મભવિત આ કુટુંબમાં ભાઈ કંકુચંદને ધર્મમાગે વિકાસપૂર્વના કેઈ પુણ્યયોગે તેમ જ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ આદિના સત્સમાગમથી સોળે કળાએ થવા લાગ્યા અને સમય થયે આંબા પાકે તેમ, એક પુણ્ય ઘડીએ, સં. ૧૯૮૮ના મહા સુદ ૬ને દિવસે, પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, સાલડી મુકામે જ, દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી કનકવિજયજી નામે જીવનને ચરિતાર્થ બનાવ્યું. સાથે સાથે ગુઆણા, વિનય-વિવેક, શાસ્ત્રાભ્યાસ, જપ-તપ પૂર્વક સંયમજીવનને પણ સ્વપર કલ્યાણના માર્ગો ઉજવળ અને યશસ્વી બનાવ્યું. પૂજ્યશ્રીમાં શોભી રહેલી આ અનુપમ શાસનપ્રભાવકતાથી સં. ૨૦૦૮ના માગશર સુદ પાંચમે પાટણ મુકામે ગણિપદની અને સં. ૨૦૧૦ના માગશર સુદ પાંચમે અમદાવાદમાં પંન્યાસપદવી આપવામાં આવી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org