________________
શ્રમણભગવંતે-૨
૫૨૭
દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવના સાન્નિધ્યમાં રહીને સેવાપરાયણ બન્યા. અધ્યયનમાં રસ-રુચિ લેવા ઉપરાંત મોટા ભાગનો સમય તપ-ત્યાગ અને બાળકને શુભ સંસ્કાર દેવામાં ઉદ્યમી રહેવા લાગ્યા. તેથી તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં બાળકગણ તેમને ઘેરી વળતે અને તેઓશ્રી નિખાલસ ભાવે તેમને ધર્મસંદેશ સંભળાવતા અને ક્યારેક ક્યારેક મધુર કંઠે સ્તવનાદિ પણ સંભળાવીને બાળકોને નિયમ-સંયમનું મહત્વ સમજાવતા. વળી, તેઓશ્રી સાધુઓની ભક્તિ-વૈયાવચ્ચ કરવામાં પણ સૌથી આગળ રહેતા. ચારિત્રપાલનમાં દેષ ન રહી જાય તેની સતત કાળજી રાખતા. તેઓશ્રીએ સંયમજીવનમાં માસક્ષમણ, વરસીતપ, વિશસ્થાનકતપ, અઠ્ઠાઈ, નવપદજીની ઓળી વગેરે અનેકવિધ તપ કર્યા છે, તેથી તેઓશ્રી તપસ્વીરને નામે સંબોધાતા રહ્યા છે. જ્ઞાનભંડારમાં પુસ્તકની સુરક્ષા અને દેખરેખ દ્વારા જ્ઞાનભક્તિ કરવાની તેમની પ્રબળ ભાવનાને કારણે અનેક સ્થળેના જ્ઞાનભંડારે સુરક્ષિત અને સમૃદ્ધ થયા છે. પૂજ્યશ્રી દ્વારા સ્થપાયેલ એક જ્ઞાનભંડાર મેહનખેડા તીર્થમાં ખાસ દર્શનીય અને ઉલ્લેખનીય છે.
પૂજ્ય મુનિરાજશ્રી હેમેન્દ્રવિજ્યજી મહારાજ પ્રારંભથી સરળ પ્રકૃતિ ધરાવે છે. તેઓશ્રી સરળતાની સાક્ષાત્ મૂર્તિ છે. જીવનમાં સાદગી તેમ જ ઉચ્ચ આચાર-વિચાર તેમના આદર્શ રહ્યા છે. તેઓશ્રી વર્ષો સુધી શિષ્યના પ્રલોભનમાં ન પડ્યા અને સતત એકાંતમાં બેસીને નવકાર મહામંત્રના નવ લાખ જાપ પૂરા કરીને હવે પ્રતિદિન જાપ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. સં. ૨૦૩૭ના અષાઢ સુદ 9ના રેજ મેહનખેડા તીર્થમાં પૂ. શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મહારાજને સ્વર્ગવાસ થયા પછી તેઓશ્રી સમુદાયમાં તેમ જ દીર્ઘ દીક્ષા પર્યાય પણ જયેષ્ઠ હોવાને લીધે તેમને “ગણાધીશ” બનાવવામાં આવ્યા. તેઓશ્રી ગણુાધીશ બનતાં તેમનું વ્યક્તિત્વ વિશેષ પ્રભાવક, પરમ ઉપકારી અને જવાબદારીભર્યું બની ગયું. તેઓશ્રી સંઘનાં અને શાસનનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. ગુરુભક્તોએ તેમના શિરે શાસનને ભાર સેં. ભીનમાલમાં બે ઉપધાનતપ, પ્રતિષ્ઠા મહોત્સવ અને પાલીતાણું રાજેન્દ્રવિહારમાં પ્રતિષ્ઠા મહોત્સવ તથા બે દીક્ષાઓ વગેરે કાર્યો આ સમય દરમિયાન સિદ્ધ થયાં. સં. ૨૦૪૧માં આહાર (રાજસ્થાન)માં શ્રીસંઘે ધામધૂમપૂર્વક ઉત્સવ કરીને તેઓશ્રીને સૂરિપદથી અલંકૃત કર્યા. ત્યાર પછી અનેક ગ્રામ-નગરોમાં વિચરતાં શ્રી મેહનખેડા તીર્થ પધાર્યા. ત્યાંથી જાવરા (મધ્યપ્રદેશ)માં પધારી ત્યાં ચાતુર્માસ કર્યું. જાવરામાં પ્રતિષ્ઠા-અંજનશલાકા કરાવી. જાવરાથી છરી પાલિત સંઘ લઈને મેહનખેડા પધાર્યા. આહારમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા, ભીનમાલમાં પણ અંજનશલાકા–પ્રતિષ્ઠા તેમ જ ઉપધાનતપ ઇત્યાદિ શાસનપ્રભાવક કાર્યો તેમની નિશ્રામાં થયાં. ત્યાર બાદ પાલીતાણામાં ગુરુમંદિરની પ્રતિષ્ઠા કરાવીને ચાતુર્માસ પણ પાલીતાણામાં કર્યું. ત્યાર બાદ મુંબઈમાં અનેક ધર્મકાર્યો પ્રવર્તાવવાપૂર્વક ચાતુર્માસ કર્યું. અને મુંબઈથી મોહનખેડા તીર્થને સંઘ કાઢી મિહનખેડા તીર્થ પધાર્યા. આમ, તેઓશ્રીની પાવન નિશ્રા અને પ્રેરણાથી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો થયાં છે. એવા એ જૈનધર્મ-ઉદ્યોતકાર પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજ્યહેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org