________________
પ૨૬
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીની ધર્મપ્રચાર અને પ્રસારની ઉદાત્ત ભાવના દેખી પૂજ્ય આચાર્યશ્રી યંતસેનસૂરિ અભિનંદન ગ્રંથનું વિમોચન જાવરા મુકામે ઉપરાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માએ કર્યું અને પૂજ્યશ્રીને “રાષ્ટ્રસંતની” માનદ પદવીથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીનું તિષનું અને ઈતિહાસનું જ્ઞાન પણ અદ્વિતીય છે. ડો. તેજસિંહ ગૌડ વંદન કરતાં લખે છે :
બઢતી હી રહે ક્ષમતા તુમ બલવંત રહે; કૈલે હર ઘરમેં કીતિ તુમ યશવંત રહે; ઇસ ધરતી કે કણ કણ કે સુરભિત કર દો
જયંત” તુમ સદૈવ હી જયવંત રહે ! એવા જયવંતા આચાર્યદેવને કટિ કેટિ વંદના ! ! !
(સંકલન : “શાશ્વત ધર્મ ના આચાર્યપદ વિશેષાંક માંથી સાભાર).
શાંત, સરળ, સૌમ્ય અને શાસન પ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયહેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
સં. ૧૯૭૫માં બાગરા (રાજસ્થાન)માં શ્રીમાન ગેમલને ઘેર શ્રીમતી ઊજમબેનની કૂખે બાળક પૂનમચંદને જન્મ થયો હતો. બાળક તેની બાળચેષ્ટથી આખા પરિવારને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. કેઈક પાડેશીએ બાળકના લલાટની વિલક્ષણ રેખાઓ જોઈને એવી ભવિષ્યવાણી કરી હતી કે આ પૂનમચંદ તેની પૂર્ણ કળાઓથી સુશોભિત થઈને જિનશાસનને નાયક બનશે. તેમને ધાર્મિક સંસ્કાર મહામુશ્કેલીઓ પ્રાપ્ત થયા; કારણ કે માતાપિતા મોહવશાત્ બાળકને સાધુઓના સંગથી દૂર રાખવા માગતા હતા. પરંતુ થવા કાળ થઈને જ રહે છે. લલાટે લખાયેલા લેખને કેણ બદલી શકે છે? પૂનમચંદ સ્વમતિ અનુસાર શુભ માર્ગ (ધર્મમાર્ગ) તરફ વળ્યા. તેઓ તનથી પિતાની સાથે રહ્યા, પરંતુ મનથી તે ત્યાગ–માર્ગ તરફ આગળ વધી રહ્યા હતા. અને રાગ અને ત્યાગ વચ્ચે મેળ ક્યાંથી મળે? મેહ અને મેક્ષ વચ્ચે સંગ કેમ થાય? સંસાર અને સંયમ વચ્ચે સંબંધ કે? બાલ્યકાળમાં દક્ષિણ ભારતના એક ગામમાં રહીને વ્યવહાચિત અભ્યાસ કર્યો. ૧૬-૧૭ વર્ષના થયા ત્યારે એ પ્રબળ ભાવના સતત ચાલુ રહી કે કંઈક ક્રાંતિ કરું. શાંતિથી બેઠા રહેવાથી કુટુંબીજને દીક્ષાની આજ્ઞા નહીં કરે તે તેઓ જાણતા હતા. પિતાને દુર્લભ માર્ગ નક્કી કરીને તે મુજબ પ્રવૃત્તિ કરવા લાગ્યા, એને કારણે આપ્તજનો ચિંતિત થવા લાગ્યા. પરંતુ પૂનમચંદ ક્યારેક ક્યારેક ઘરથી દૂર નીકળી જવા લાગ્યા. અને એક દિવસ એવો પણ આવી પહોંચે કે જે એમની ભાવનાને સાકાર બનાવી ગયે. સં. ૧૯૦માં ભીનમાલ (રાજસ્થાન)માં તેમણે દીક્ષા અંગીકાર કરી. તેમણે તપસ્વીરત્ન, સરળ સ્વભાવી પૂ. મુનિપ્રવર શ્રી હર્ષવિજયજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી હેમેન્દ્રવિજયજી નામે ઉઘેષિત થયા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org