________________
શ્રમણભગવંતો-૨
૧૭૭
સૂરિજી ૧૦૯ વર્ષ, શ્રી સિંહસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૧૧૧ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી ૧૧૦ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૧૫ વર્ષ વગેરે વગેરે. એ જ રીતે, એવા પણ શ્રમણે છે કે જેમને દીક્ષા પર્યાય ચાર વીશી કરતાં ય લાંબે હોય. જેવા કે, આર્ય સુદિલ અને શ્રી રેવતિમિત્રસૂરિજી ૮૪ વર્ષ, આર્ય ધર્મસૂરિજી ૯૪ કે ૮૮ વર્ષ, શ્રી વાસ્વામીજી ૮૦ વર્ષ, શ્રી વાસેનસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૯૭ વર્ષ, શ્રી રેવતીમિત્ર ૮૯, વર્ષ, શ્રી સિહસૂરિજી ૯૮ વર્ષ, શ્રી નાગાર્જુનજી ૯૭ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિજી ૧૦૧ વર્ષ, શ્રી ધર્મઘોષસૂરિજી ૯૩ વર્ષ, શ્રી વિનયમિત્રસૂરિજી ૧૦૫ વર્ષ વગેરે વગેરે. પૂજ્ય બાપજી મહારાજ પણ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષા પર્યાયને ધારણ કરનાર આવા વયેવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂવપુરુષની હરોળમાં બેસી શકે
એવા મહાપુરુષ હતા. અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દઈ અવિચ્છિન્ન તપસ્યાને વિચાર કરતાં તે કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પિતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય હશે !
પૂ. આચાર્ય મહારાજને જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫ – રક્ષાબંધનના પુનિત પર્વને દિવસે મેસળ વળાદમાં થયેલ હતું. એમનું પિતાનું વતન અમદાવાદ-ખેતરપાળની પિળમાં હતું. હાલ પણ એમના કુટુંબીજને ત્યાં જ રહે છે. આ પળ અમદાવાદની મધ્યમાં માણેકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પિળની નજીકમાંથી ભદ્રને કિલ્લે અને એને ટાવર તે કાળે જોઈ શકાતા હતા ! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબેન હતું. બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનમાં ધર્મના સંસ્કાર પડે એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્રો અને એક પુત્રી હતાં, તેમાં આચાર્ય મહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી નામ ચુનીલાલ હતું. ચુનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા. કઈ પણ કામમાં ખૂબ રસ દાખવતા અને ખંત દર્શાવતા હતા. પરિણામે કઈ પણ કામમાં ધારી સફળતા મળ્યા વગર રહેતી નહીં. કેઈને પણ વહાલા થઈ પડવાને સારામાં સારો કીમિયો તે કામગરાપણું. જે કામગરા હોય તેને સૌ હોંશે હોંશે બેલાવે અને ચાહે. ચુનીલાલ પણ આ ગુણને લીધે સૌને ખૂબ પ્રિય હતા. જેને કઈ પણ પ્રકારનું કામ હોય તે ચુનીલાલને બોલાવે અને ચુનીલાલ પણ તરત જ ખડે પગે હાજર થઈ જાય! પરંતુ, આમાં નવાઈની વાત એ હતી કે ચુનીલાલ ભલે કઈ પણ કામમાં ઓતપ્રેત થઈ જાય, પણ એમનો અંતરંગ રસ તે વૈરાગ્યને જ. ઘરનું અને બહારનું બધું કામ કરે, પણ રહે સદાય જળકમલવતું. કામ પાર પાડવામાં એમની નિષ્ઠા પુરવાર થતી અને કામથી અલિપ્ત રહેવામાં એમની વૈરાગ્યવૃત્તિ જણાઈ આવતી. આ રીતે એમના જીવનમાં કાર્યનિષ્ઠા અને વૈરાગ્યભાવનાની ફૂલગૂંથણી થઈ હતી. પરિણામે, કઈ પણ કાર્ય કર્યાનું ન તે એમને અભિમાન થતું કે ન તે કેઈની પ્રશંસા સાંભળીને કુલાઈ જતા.
શ્ર. ૨૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org