________________
४७८
શાસનપ્રભાવક
જવાબદારી ઉપાડી લીધી. માતાની ઈચ્છા-આજ્ઞાથી લગ્ન પણ કર્યા. પરંતુ બીજી બાજુ પૂર્વ ભવના તેમ જ આ જન્મમાં પડેલા ધાર્મિક સંસ્કાર અને સંસારની અસારતાના અનુભવોથી તેમનું મન સંસારથી ઉદાસીન રહ્યા કરતું હતું. ઊંડે ઊંડે ત્યાગમાર્ગને ઝંખી રહ્યું હતું. અને એટલે જ વિવિધ તપસ્યાઓ અને ઉપધાનતપ આદિ કરતા રહી જીવનને ધર્મભાવનાથી દઢ અને ઉન્નત બનાવતા રહ્યા. એવામાં, સં. ૧૯૮૧માં ધર્મપત્ની મીરાંબહેન ટૂંકી બીમારીમાં સ્વર્ગવાસી બન્યાં. તે સાથે જ સંસારની જવાબદારી અને જંજાળ ઢીલી પડતાં, ત્યાગમાગને ઝખી રહેલું મન તીવ્રતર બન્યું. અને સં. ૧૯૮રના ફાગણ વદ ૭ને દિવસે ટાકરવાડા ગામે બુદ્ધિલાલભાઈ એ પૂજ્યશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય પૂ. શ્રી બુદ્ધિવિજયજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી શાંતિવિજયજી નામે જાહેર થયા.
પૂ. ગુરુદેવશ્રી બુદ્ધિવિજયજી મહારાજ વાત્સલ્યમૂર્તિ હતા અને અધ્યાપનમાં ઘણું કુશાગ્ર હતા. આથી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ પણ તપ-ત્યાગપૂર્વકની સંયમની અપ્રમત્ત સાધના સાથે અધ્યયનમાં લીન બની ગયા. છેડા જ સમયમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી સંયમજીવનને તપ-ત્યાગ અને ધર્મશાનથી ઉન્નત બનાવી દીધું. ગુજરાત અને રાજસ્થાનમાં – ખાસ કરીને દાંતરાઈ, જાંબલ, માલગાંવ, બાપલા, આરખી, જેતાવાડા, આલવાડા આદિ ગ્રામપ્રદેશમાં વિચરી ત્યાંના સંઘોને ધર્મમાગે સ્થિર અને ઉન્નત કરી અસીમ ઉપકાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં વિધવિધ કાર્યો સુસંપન્ન થતાં જ રહ્યાં. પૂજ્યશ્રીની આ ગ્યતા અને પ્રભાવકતા જાણુ ઊંઝામાં પંન્યાસપદથી અને પ્રાંતે પૂરણ (રાજસ્થાન )માં આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજ્યશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં બનાસકાંઠા પ્રદેશમાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, નવનિર્માણ, અંજનશલાકા-પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાન, દીક્ષા પ્રદાન આદિ અનેકાનેક ધર્મકાર્યો સુસંપન્ન થયાં છે. ભાભર અને તેની આજુબાજુના પ્રદેશમાં તે પૂજ્યશ્રીને ઉપકાર અદ્ભુત વરસ્યો છે. પૂજ્યશ્રી સં. ૨૦૨૦ના જેઠ વદ ૪ના દિવસે, ૭૬ વર્ષની વયે, ભાભરમાં જ, કાળધર્મ પામ્યા. આવા પરમોપકારી અને મહાન ત્યાગી-જ્ઞાની આચાર્યશ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજને કટિ કેટિ વંદના !
નિ:સ્પૃહી, સરળ, સૌમ્ય અને શાંતમૂતિ પૂ. આચાર્યશ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજ
પૂ. શ્રી હીરવિજ્યજી મહારાજના શિખ્યામાં પૂ. શ્રી બુદ્ધિવિજયજી અને પૂ. પં. શ્રી તિલકવિજ્યજી જેમ ગુરુભાઈ હતા, તેમ સંસારીપણે પણ ભાઈઓ હતા. આથી જ આ સમુદાય “પૂ. બુદ્ધિ-તિલક-શાંતિચંદ્રસૂરિજી” તરીકે ઓળખાય છે. આ બંનેની જન્મભૂમિ ભાભર. એવી જ રીતે, પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન-પટ્ટધર પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ પણ ભાભર. આ સમુદાયના અનેક શમણુભગવંતેની અનેકવિધ ઘટનાઓના કારણે ભાભર શહેર આજે ધર્મક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org