________________
શાસનપ્રભાવક
e૪ જ્ઞાનધ્યાન–પઠન પાઠન સાથે ગુરુભગવંતોની અપૂર્વ સેવા બજાવનાર
અને અનેક સ્થળે વિચરી આબાલવૃદ્ધોને ધર્મમાર્ગે જોડનાર પૂ. આચાર્ય શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
પૃથ્વી વિષે તિલક સમાન, જગતની સંપત્તિઓના ભંડાર રૂપ ઉદયપુર નામે નગરી છે. એ નગરી આવતી ચોવીશીમાં થનાર-મગધરાજ શ્રેણિક મહારાજાને જીવ–પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુ આદિ ૩૬ જૈનમંદિરથી સુશોભિત છે. એ નગરીમાં શેઠ શ્રી હેમરાજજી ભૂપચંદજી કેડારી વસે. તેમનાં ધર્મપત્ની સૌ. હેમીબાઈની કુક્ષીએ સં. ૧૯૫૦ના ભાદરવા વદ ૧૧ ને મંગળવારે પુત્રરત્નને જન્મ થયો. બાળકનું શુભ નામ જિતમલજી રાખવામાં આવ્યું. જિતમલજીનાં માતાપિતા બાલ્યકાળમાં જ સ્વર્ગવાસી થયા. તેથી તે ફેઈ તખતબાઈની શીળી છત્રછાયા નીચે ઉછેર પામ્યા. તેમને આઠ વર્ષની વયે દાદાજીએ નિશાળમાં ભણવા મૂક્યા. પંદર વર્ષની વયે વ્યવહારુ શિક્ષણ મેળવી, કાપડના વેપારમાં પડ્યા. તેમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંને પ્રાપ્ત કર્યા. એક વાર પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી અમદાવાદનિવાસી શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ કેશરિયાજીને સંઘ કાઢયો. ઉદયપુરના શ્રીસંઘની વિનંતીથી આચાર્યભગવંતે ત્યાં થોડો સમય સ્થિરતા કરી અને પછી એકલિંગજી તરફ વિહાર કર્યો, ત્યારે જિતમલજી સહિત દસેક મિત્રો આચાર્ય ભગવંતની સેવામાં જોડાયા. એક દિવસ મિત્રો અગાશીમાં જ્ઞાનગોષ્ઠી કરતા હતા ને નીચે ગુરુભગવંતે પ્રતિક્રમણ કરતા હતા, ત્યારે પ્રતિક્રમણમાં સક્ઝાયમાં “ઝંકારારાવસારા ”ને બુલંદ અને ભાવવાહી અવાજ સાંભળીને જિતમલજીના હૃદયમમાં સંયમરૂપી સૂર્ય ઉદય થયે. પ્રતિક્રમણ પૂર્ણ થતાં જ મિત્રમંડળે પૂ. આચાર્યદેવ પાસે જઈ તિમલજીની દીક્ષા લેવાની ભાવનાની જાણ કરી. પરંતુ આ વાતની તેમના મોટાભાઈને જાણ થતાં, તેમણે આ મંગલ કાર્યમાં વિધ્ર ઊભું કર્યું. ગમે તેમ કરીને તેઓ તિમલજીને ઉદયપુર લઈ ગયા. પરંતુ જિતમલજીના દઢ નિશ્ચય સામે ભાઈ ભેરૂમલજી અને સંઘના અન્ય આગેવાનોને સંમતિ આપવી પડી. એ સૌએ પૂ. આચાર્ય. દેવને વિનંતી કરી ઉદયપુર બોલાવ્યા. સં. ૧૯૭૬ના જેઠ સુદ ૧૦ ને ગુરુવારે પૂ. આચાર્ય ભગવંતે જિમલજીને દીક્ષા આપી મુનિશ્રી જિતવિજયજી નામે ઘોષિત કર્યા.
- દીક્ષા બાદ અષાઢ સુદ ૧૦ને દિવસે વડી દીક્ષા થઈ. ત્યાર પછી અમદાવાદ, ખંભાત, લીંબડી, ચાણસ્મા, પાલી, જાવાલ, ભાવનગર, બોટાદ, પ્રભાસપાટણ, મોરબી, ભુજપુર આદિ સ્થળોએ કરેલાં ચાતુર્માસમાં સંયમની સાધના સાથે ધર્મશાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, બૃહદ્ સંઘયણી, છ કર્મગ્રંથ આદિને અભ્યાસ અને ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર અને પન્ના, મહાનિશીથ આદિના જગ થયા. શ્રી હેમપ્રભા મહાવ્યાકરણ અને આગમ આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો. શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ દીપાવ્યાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મારવાડનાં અનેક સ્થળોએ વિવિધ ધર્મકાર્યો પ્રવર્તાવતાં તેઓશ્રી સં. ૨૦૦૬ના ચાતુર્માસાથે સુરેન્દ્રનગર પધાર્યા. આ ચાતુર્માસ વડીલ ગુરુ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org