________________
શ્રમણુભગવંતે-૨ બંધુ આચાર્યશ્રી વિજ્યદર્શનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કર્યું. એ સમયે પૂ. આચાર્યદેવ શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજે તથા પૂ. આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે મુનિપ્રવર શ્રી જિતવિજયજી આદિ નવ સાધુભગવંતોને ભગવતીસૂત્રનાં ગોદ્વહન કરાવ્યાં. અને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને શુક્રવારે નવ સાધુભગવં તેને મહોત્સવ પૂર્વક ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. તે જ વર્ષે અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે પૂ. સૂરિસમ્રાટના આઠ આચાર્યોની નિશ્રામાં એકીસાથે સોળ ગણિવરના પંન્યાસપદારે પણ નિમિત્તે, શ્રી તત્ત્વવિવેચક સભા તરફથી, શાંતિસ્નાત્ર સહિત મહામહોત્સવ ઊજવવામાં આવ્યું અને વૈશાખ સુદ ૩ને બુધવારે હફીસિંગની વાડીના વિશાળ પટાંગણમાં હજારો ભાવિકેની ઉપસ્થિતિ વચ્ચે ૧૬ ગણિવર સાથે પૂજ્યશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા.
સં. ૨૦૧૫માં કદમ્બગિરિ તીર્થે પૂ. આચાર્યશ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેઠ સુદ ને દિવસે ઉપાધ્યાયપદથી અને જેઠ સુદ ૧૧ને દિવસે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને શાસનસમ્રાટ, સર્વશાસ્ત્ર, ચકચક્રવર્તી, વિશ્વગુરુ, આશૈશવબ્રહ્મચારી આચાર્યદેવેશ વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજના પટ્ટપ્રભાવક શાસનદીપક, સિદ્ધાંત વાચસ્પતિ, જ્યોતિષમાર્તડ, શાસ્ત્રવિશારદ, વિનયગુણનિધાન “આચાર્યશ્રી વિજિતેન્દ્રસૂરિજી” નામ આપવામાં આવ્યું.
શાસનપ્રભાવના : સં. ૧૯૭૬માં પ્રથમ ચાતુર્માસ ઉદયપુર કર્યું, ત્યાર પછી અમદાવાદ, ખંભાત, લીંબડી, ચાણમા, પાલી, જાવાલ, કેશીલાવ, ભાવનગર, ગોધરા, બોટાદ, પ્રભાસપાટણ, માંગરોળ, મોરબી, ભુજપુર, નલિયા, અંજાર, જામકંડોરણા, જૂનાગઢ, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, સાબરમતી, બોરસદ, પેટલાદ, કેડ, મહુવા, પાલીતાણા, ગારિયાધાર અને છેલ્લાં છ ચાતુર્માસ પાલીતાણામાં સ્થિર રહ્યા. તે સર્વ ૪૮ ચાતુર્માસ દરમિયાન અને વિહાર દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મારવાડનાં અનેક નાનાં-મોટાં ગામે અને નગરમાં પૂજ્યશ્રીએ પિતાની અમૃતવાણી વહાવી હતી અને ભાવિકેને જપ-તપ, જ્ઞાન–ધ્યાન અને સાધનાના માર્ગે દોર્યા હતા. અનેક સ્થળોએ ઉપાશ્રયે, પાઠશાળાઓ અને જિનાલયના જીર્ણોદ્ધાર અને નવનિર્માણના કાર્યો કરાવ્યાં હતાં. અનેક યાત્રા સંઘોનું તથા ઉપધાનતપ આદિનાં આયેાજન કરાવ્યાં હતાં. અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહેસો ઊજવાયા હતા. સં. ૧૯૮૩માં જાવાલમાં ચાતુર્માસ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી એક ભવ્ય ઉપાશ્રય બંધાવવામાં આવ્યું. સં. ૧૯૨માં કચ્છના અંજાર ગામે તપાગચ્છ, અચલગચ્છ અને ખરતરગચ્છ વચ્ચે ચાલતા ઝગડાને મિટાવીને એકતા અને શાંતિ સ્થાપી. જૂનાગઢ અને માલિયામાં સંઘને ભંડાર જીર્ણશીર્ણ સ્થિતિમાં હતા તે વ્યવસ્થિત કર્યો. પેટલાદમાં શ્રી આદીશ્વરદાદાના દેરાસરને જીર્ણોદ્ધાર કરવા માટે શ્રીસંઘને માર્ગદર્શન–પ્રોત્સાહન આપ્યું અને નવનિર્માણનું વિકટ કાર્ય પાર પાડ્યું. આ ઉપરાંત, પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં તપ-સાધનાને સમુદ્ર લહેરાતે. તેઓશ્રીની અમૃતવાણથી અને પૂજા, સક્ઝાય, ભાવના આદિથી ધાર્મિક વાતાવરણ ચાતું અને વ્રત–તપનાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org