________________
૪૫૮
શાસનપ્રભાવક
અઢળક સંપત્તિનો વારસે મૂકીને માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. માતાપિતાના સુખથી વંચિત બનેલા બાબુભાઈની સંભાળ ભાભીએ મા જેવી મમતાથી લીધી. સગાં-સંબંધીઓને પ્રેમ પણ વરસતો રહ્યો. સુખસાહ્યબી વચ્ચે તેમને ધર્મના સંસ્કાર પણ ઉત્તરોત્તર મળતા રહ્યા. ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ તથા દુનિયાદારીને અનુભવ લેતાં લેતાં બાબુભાઈ યૌવનને ઉંબરે આવીને ઊભા રહ્યા. વડીલ ભાભીએ કેટકેટલા કેડ સેવી બાબુભાઈને લગ્નપ્રસંગ મનાવે. પુણ્ય વરસે ત્યારે ચારે બાજુથી વરસે તેમ ધર્મપત્ની ચાંદીબહેન પણ સુસંસ્કારી અને પતિપરાયણ મળ્યાં. અનેક સુખસાહ્યબી વચ્ચે નવદંપતીનું જીવન વીતવા લાગ્યું. કઈ વાતની કમી ન હતી અને કમાવાની જરૂર ન હતી. આવી એશઆરામની જિંદગીમાં પણ બાલ્યવયમાં પડેલા સંસ્કારે જાગતા હતા. શ્રીસંઘ અને સમાજનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. આગળ જતાં અહમદનગરનાં બે દહેરાસરના પ્રમુખ ટ્રસ્ટીની જવાબદારી સંભાળી સંઘ-શાસનને પણ વફાદાર બન્યા. પૂ. સાધુ-સાધ્વી મહારાજની બહુમાન સહિત વૈયાવચ્ચ-ભક્તિ કરવા લાગ્યા. તેવામાં પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજનું મહારાષ્ટ્રમાં આગમન થયું. વિચરતાં વિચરતાં તેઓશ્રી અહમદનગર પધાર્યા શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન કરવાનો નિર્ણય કર્યો. બાબુભાઈમાં પૂ. સાધુભગવંતે પ્રત્યે ઊડે ભક્તિભાવ જોઈ પૂજ્ય આચાર્યશ્રીએ તેમને ઉપધાનતપમાં જોડાવા પ્રેરણા કરી. બાબુભાઈ ધર્મકાર્યોમાં અગ્રેસર તે હતા જ, એમાં હવે પૂજ્ય આચાર્યશ્રીના સમાગમને અને ઉપધાનતપને પુણ્યોગ સાંપડ્યો. તેઓ સડે ઉપધાનતપમાં જોડાયા અને તેમાં તેઓને એ તે રસ લાગ્યું કે, તપ-જપ, ક્રિયા અને સંયમપૂર્વકની આરાધનાના એ દિવસે એમને મન સહજસાધ્ય બની ગયા! તેઓના જીવનમાં એક નવું જ પરિવર્તન આવ્યું. ઉપધાનના છેલ્લા દિવસે તેઓનાં નયને સજળ બની ગયાં. પૂજ્ય આચાર્યજીથી આ છાનું ન રહ્યું. આ અવસર સાધી પૂજ્યશ્રીએ પૂછ્યું કે, બાબુભાઈ, અમારી સાથે આવવું છે? ” વૈરાગ્યની ભાવનામાં રાચતા બાબુભાઈ એ “તહતિ’ કહીને અભિગ્રહ પણ લીધો.
આ વાતને સાત વર્ષ પસાર થઈ ગયાં. તીર્થોની સ્પર્શના કરવા યાત્રાએ નીકળેલા બાબુભાઈ પાલીતાણા આવ્યા હતા. શ્રી સિદ્ધગિરિનાં પગથિયાં ભાવભેર ચઢી રહ્યા હતા ત્યાં વૈરાગ્યને રંગ લગાડનારા પૂજ્ય ગુરુદેવને સામેથી આવતા જોયા. મન ભરાઈ આવ્યું. પૂજ્યશ્રીને સવિનય વિનંતી કરી. ‘ગુરુદેવ ! સાત સાત વર્ષ વીતી ગયાં! કૃપા કરીને હવે અહમદનગર પધારે અને અમારે ઉદ્ધાર કરે. તેમના અંતરના આ ઉદ્ગાર સાકાર થયા. સં. ૨૦૧૦માં પૂજ્ય ગુરુદેવ અહમદનગર પધાર્યા. ચાતુર્માસના એ દિવસે હતા. દીક્ષા લેવાની ઉત્કંઠા બાબુભાઈમાં તીવ્ર બની હતી. ચાતુર્માસ પૂર્ણ થતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિધિપૂર્વક સજોડે ચતુર્થવ્રતનાં પચ્ચકખાણ લીધાં. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૪ દીક્ષા દિવસ નક્કી થયો. શ્રીસંઘના અગ્રેસર અને શહેરના નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા પામેલા બાબુભાઈની દીક્ષાને પ્રસંગ સૌને મન આનંદમંગલ ઉત્સવ બની રહ્યો. તેમના સન્માન સમારંભમાં જેને તેમ જ જૈનેતરે, સરકારી અધિકારીઓ, પ્રમુખ નાગરિકે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બાબુભાઈ સાથે તેમનાં ધર્મપત્ની ચાંદીબહેન પણ દીક્ષા લેવા તત્પર હતાં. એ ધન્ય દિવસ આવી પહોંચતાં આ ભાગ્યશાળી દંપતીને, ધનવૈભવ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org