________________
६७४
શાસનપ્રભાવક
પૂ. પંન્યાસશ્રી કનકધ્વજવિજજી મહારાજ
અનેક તીર્થોની શ્રેણિઓથી શોભતે મરુધર દેશ. પાંચ ભવ્ય જિનાલયથી મંડિત નયનરમ્ય ખિવાન્દી ગામ. તેમાં ધર્મમૂતિ સુશ્રાવક ચંદનમલજીનાં ધર્મપત્ની જતનાબેનની રત્નકુક્ષીથી જન્મ પામેલ બાળક કુંદનમલના કુંદન સમા રૂપલાવણ્યને જોઈને કણ કહે કે આ માત્ર ઘરને દીપક નથી, પણ જિનશાસનને સિતારો છે! વિશેષ કરીને પિતાજીએ જ બાળપણથી ધર્મના સુંદર સંસ્કારો આપવાનું કામ કર્યું. કુંદનમાલની છ વર્ષની વયે માતાને વિયેગ થયે. ત્રણ-ત્રણ દીકરી ઉપર અવતરેલા એકના એક પુત્ર પર મા-બાપને કેવાં કેવાં હાલકડ હેય ! પિતાજી સમગ્ર કુટુંબને સંસારની જડ ઉખાડનાર ચારિત્રના માર્ગે પ્રયાણ કરવાકરાવવાની ભાવનામાં રમતા હતા. તેથી જ બાળકના વ્યાવહારિક શિક્ષણને મુખ્યતા ન આપતાં ધાર્મિક સંસ્કરણ માટે બેડિ'ગમાં મૂક્યો. બીજી બાજુ, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરાગ્યને દઢાવનારા, સંસારના રસને ક્ષીણ કરનારાં પ્રવચને વાંચવા-સાંભળવાને સુગ પ્રાપ્ત થયો. તેથી સંસાર ઉપરથી મન ઊઠી ગયું. આત્મા વૈરાગ્યવાસિત બન્ય. સં. ૧૯૯૯માં ચારિત્રના પંથે પ્રયાણ કરવાના એ મરથ “શ્રેયાંસિ બહવિષ્માનિ” એ ઉક્તિ અનુસાર ટૂંકા ગાળે પૂર્ણ ન થયા. એક પછી એક અંતરાય આવતા ગયા. પણ વૈરાગી આત્માઓ અંતરાયોથી ડગે છે? પુરુષાર્થને માર્ગ ચાલુ રહ્યો. પહેલી દીકરીને નાછૂટકે સંસારનાં બંધનમાં નાખવી પડી. બીજા નંબરની દીકરીને વાગડ સમુદાયમાં દીક્ષા અપાવી સાધ્વીશ્રી દિનકરરશ્રીજી બનાવ્યાં. ત્રીજી દીકરીને પણ ચારિત્ર અપાવી સાધ્વીશ્રી દિનમણિશ્રીજી બનાવ્યાં. હવે પિતાને માર્ગ ખુલ્લે થયે જાણી સં. ૨૦૧૧ના જેઠ સુદ પાંચમે પિતાના પુત્ર કુંદન સાથે કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કરી, જૈનશાસનના અણગાર બન્યા. પિતા ચંદનમલજી મુનિરાજશ્રી ચંપકવિજયજી તથા ચરિત્રનાયક કુંદનમલજી ૧૪ વર્ષની કુમારવયે મુનિરાજશ્રી કનકધ્વજવિજયજીના નામે જાહેર થયા.
બને મુનિઓના જીવનબાગને ખીલવનારા હતા સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા જિનશાસનના તિર્ધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ. બંને નવદીક્ષિત મુનિઓએ તેઓશ્રીની નિશ્રામાં રત્નત્રયીની આરાધનાને મહાયજ્ઞ આરંભ્ય. સં. ૨૦૧૧થી આરંભાયેલી આ સંયમયાત્રા ઉત્તરોત્તર ઉત્તમોત્તમ બનતાં મુનિશ્રી કનકધ્વજવિજયજી મહારાજને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૧૨ના દિવસે મુંબઈમાં ગણિ-પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી કનકધ્વજવિજયજી મહારાજની રત્નત્રયીસાધના આજે ૩૫ વર્ષથી અવિરત ચાલી રહી છે. શરૂઆતનાં વર્ષો વડીલેની છત્રછાયામાં, ગુરુદેવેની સેવા-વૈયાવચ્ચમાં, જ્ઞાનોપાર્જન અને સ્વાધ્યાયાદિમાં પસાર કર્યા. પૂજ્ય ગુરુદેવના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પૂ. પંન્યાસજી મહારાજની પ્રવચનશક્તિ ખીલવનાર મુખ્ય બે મહાત્માઓ છે : એક, પૂ. પ્રગુરુદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને બીજા,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org