________________
૪૫૬
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીને જન્મ નાસિક (મહારાષ્ટ્ર)માં સં. ૨૦૦૪ના વૈશાખ સુદ ૮ના દિવસે થયે. દીક્ષા ધસઈ મુકામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે થઈ. સં. ૨૦૪૨ના માગશર સુદ
ના દિવસે અમદાવાદ મુકામે ગણિપદ, સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે મુંબઈ-ભૂલેશ્વરલાલબાગમાં પંન્યાસપદ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થયેલ.
જ્યારે આચાર્યપદ સુરત–પીપુરામાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના તેઓશ્રીની આજ્ઞા અને મંગલ આશીર્વાદપૂર્વક પિતાના પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થયેલ. જૈનશાસનના જવાબદારીભર્યા તૃતીયપદે બિરાજમાન પૂ. આ. શ્રી વિજ્યમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ આજે અનેક રીતે જૈન સંઘને પિતાની આગવી શક્તિને પરિચય આપી રહ્યા છે. તેઓશ્રીના શિષ્ય પરિવારમાં મુનિશ્રી શ્રેયાંસપ્રભવિજ્યજી, મુનિશ્રી પુણ્યપ્રભવિજ્યજી, બાલમુનિશ્રી હિતરક્ષિતવિજયજી, મુનિશ્રી ધર્મરક્ષિતવિજયજી તથા પ્રશિષ્ય પરિવારમાં મુનિશ્રી ધર્મદર્શનવિજ્યજી, મુનિશ્રી ગદર્શનવિજયજી, મુનિશ્રી સમ્યગદર્શનવિજ્યજી, મુનિશ્રી પુણ્ય રક્ષિતવિજયજી, મુનિશ્રી કેવલ્યદર્શનવિજ્યજી આદિ શમણે અનેક રીતે તૈયાર થઈ રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને શતશઃ વંદના!
બે પુત્રો, ચાર પુત્રીઓ અને ધર્મપત્ની - સપરિવાર સંયમમાર્ગે
પ્રયાણ કરનારા પ્રવચન–પ્રભાકર પૂ. આચાર્યશ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ
સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજને શિષ્યસમુદાય રત્નની ખાણ સમે છે. આમાં પ્રભાવક, લેખક, પ્રવચનકારે તથા વિશિષ્ટ કેટિના વિદ્વાને ઝળહળી રહ્યા છે. એવા શિષ્યગણમાં એક ચમકતું નામ એટલે પૂ. આ. શ્રી વિજ્યઅમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ. મેટી વયે દીક્ષિત બનવા છતાં તેઓશ્રીએ અજબ પુરુષાર્થ વડે ન્યાય, વ્યાકરણ, પ્રકરણ તથા આગમગ્રંથનું જ્ઞાન સંપાદન કર્યું છે. તેઓશ્રીની પ્રવચનશૈલી સચેટ, વેધક અને મર્મસ્પશી છે. પૂજ્યશ્રીનું સંસારી વતન મુંબઈ પાસેના થાણું જિલ્લામાં કલ્યાણ નજીક આવેલું મુરબાડ ગામ. ૨૦-૨૨ ઘરની વસતી હોવા છતાં આ ગામની ધર્મભાવના મહારાષ્ટ્રમાં જ નહિ, ગુજરાતમાં પણ ફેલાયેલી છે. આવા મુરબાડના એક અગ્રણી તરીકે શાહ છનાલાલ હેમચંદ પ્રસિદ્ધ હતા. તેમને જન્મ સં. ૧૯૭૧ના ફાગણ સુદ ૬ના દિવસે થયે હતે. માતાનું નામ કંકુબેન હતું. સં. ૨૦૧૧નું ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ( ત્યારે મુનિરાજ) મુરબાડ પધારતાં, તેઓશ્રીની પ્રેરણાના પ્રભાવે શ્રી છનાભાઈ એ સપરિવાર સંયમના માર્ગે પ્રયાણ કરવા નિર્ણય લીધે. સગાંવહાલાં સંમત હેવા છતાં બાલદીક્ષા નિવિદને પાર પડે તે માટે ઘસઈ ગામ નજીક જુન્નર (જિ. પૂના)ના ઘાટઘરમાં એમણે પુત્રો, પત્ની, પુત્રીઓ સાથે સં. ૨૦૧૨ના ફાગણ સુદ ૩ના દિવસે સીમિત સગાંવહાલાંઓની હાજરીમાં સંયમ સ્વીકાર્યું. વડી દીક્ષા મંચર ગામમાં ફાગણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org