________________
૩૭૬
શાસનપ્રભાવક
થઈ ગયા. ભક્તો પણ આવી પહોંચ્યા. અમલનેર લાવી ઉપચાર શરૂ કર્યા. ગામેગામથી સંઘના આગેવાનો અને ભાવિક ભક્તો શાતા પૂછવા આવવા લાગ્યા. “હું શાતામાં છું. મારી ચિંતા કરશો નહીં. મેટરવાળાને કઈ દેષ નથી, તેને કાંઈ કહેશે નહીં, લશો નહીં.” આમ રટણ ચાલુ હતું. બંધક મુનિ, ગજસુકુમાલ મહાત્મા અને મેતારક મુનિને થયેલા ઉપસર્ગો યાદ કરે છે. પિતાની વેદનાને હળવી બનાવે છે. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ આરાધના કરાવે છે. મહાત્મા, જાગે છે ને ? સાવધાન! સાવધાન ! ખરો અવસર આવ્યું છે અને ખરેખર મહારાષ્ટ્ર નિરાધાર બન્યું. હંસલે ઊડી ગયે! દીપક બુઝાઈ ગયે ! ગુરુદેવ છેલ્લી ક્ષણ સાધી ગયા. બંને ભવ સુધારી ગયા. સમતાના સાગર, કરુણાવસલ, પરહિત-ચિંતક અને ગુર્વાસામંત્રને જીવનમાં ઉતારનારા પૂ. આ. શ્રી વિજયત્રિલેચનસૂરિજી મહારાજ સાહેબના ચરણે કોટિશ વંદના ! પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યની વિગત આ પ્રમાણે છે –(૧) મુનિશ્રી જિતવિજયજી મહારાજ, (૨) મુનિશ્રી કંચનવિજયજી મહારાજ, (૩) પ્રવર્તક મુનિશ્રી જિનરત્નવિજ્યજી મહારાજ, (૪) ગણિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ, (૫) મુનિશ્રી કર્મજિતવિજયજી મહારાજ, (૬) મુનિશ્રી અમરવિજયજી મહારાજ, (૭) મુનિશ્રી નંદીશ્વરવિજયજી મહારાજ તથા પ્રશિષ્યો– (૧) મુનિશ્રી હિતેશ્વરવિજયજી મહારાજ અને (૨) મુનિશ્રી મતિસારવિજયજી મહારાજ.
(સંકલન: પૂ. મુનિરાજ શ્રી શિવાનંદવિજયજી મહારાજ.)
ગિરનાર-સહસાવન તીર્થોદ્ધારક અને અજોડ ઉગ્ર તપસ્વીરત્ન પૂ. આચાર્યશ્રી વિજ્યહિમાંશુસૂરીશ્વરજી મહારાજ
ઉગ્ર તપ, અજોડ સંયમ અને અપૂર્વ નિસ્પૃહતા – આ ત્રણેય ગુણે મૂર્તિમંત રૂપ ધરીને આવે છે એનું રૂપ કેવું હોય? એની કલ્પનામૂતિ ઘડીએ, તે તરત જ એક ચહેરો આપણી નજર સમક્ષ તરવરી આવે, તે જૂનાગઢ-શ્રી ગિરનાર સહસાવન તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ, જિનશાસન પ્રત્યેની અજબ ખુમારી, સત્ય માટે ગજબ નિષ્ઠા, ગમે તેટલાં કષ્ટો વચ્ચે પણ અભિગ્રહો છોડવાનો વિચાર સુધાં નહિ એવું મક્કમ મને બળ – આવું પૂજ્યશ્રીનું જીવન છે. સંત-મહાત્માઓના વિચરણથી જેની કણેકણ પાવન થયેલી છે એવી ગુર્જર ધરા પર વિજાપુર તાલુકામાં માણેકપુર ગામ આવેલું છે, જ્યાં વર્તમાન ચિવશીના શિરમોર શ્રી ઋષભદેવ ભગવાનનું નયનરમ્ય જિનાલય શોભી રહ્યું છે. ત્યાં શિરચંદ રૂગનાથના પરિવારમાં લલ્લુભાઈ શાહના સુપુત્ર ફૂલચંદભાઈનાં ધર્મપત્ની કુંવરબહેને સં. ૧૯૬૩ના ચૈત્ર સુદ ને શુક્રવારના શુભ દિવસે જિનશાસનના હીરલા એવા પુત્રરત્નને જન્મ આપ્યો. વ્યક્તિત્વને અનુરૂપ હીરાલાલ નામ પાડ્યું. માણેકપુરમાં જ પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પ્રથમ અંગ્રેજીનો અભ્યાસ અઢી કિલોમીટર દૂર આવેલા માણસા ગામમાં જ પગે ચાલીને કર્યો. આમ બાળપણથી જ કઠોર જીવન જીવવાની તાલીમ મળી. નાનપણથી જ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org