________________
9
શાસનપ્રભાવક
જેઓ પૂજાઓની સમજતી વિશિષ્ટ રીતે કરતા, જેમના
પ્રકરણગ્રંથ બાળજીવોને ઉપયોગી બન્યા, પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ
પૂજ્ય આચાર્યશ્રી વિજ્યરામસૂરીશ્વરજી મહારાજે સૌરાષ્ટ્રમાં ધર્મનગરી તરીકે પ્રખ્યાત બોટાદમાં શ્રી દલીચંદભાઈનાં ધર્મપત્ની અંબાબહેનની કુક્ષિએ સં. ૧૯૫૦માં જન્મ પામી ત્રિભુવનદાસ એવું નામ ધારણ કર્યું. સમય જતાં, પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટાલંકાર પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવતાં, એના ફળરૂપે, ૩૨ વર્ષની ભયુવાન વયે, તળાજા મુકામે સં. ૧૯૮૨માં ભાગવતી દીક્ષા પામ્યા અને આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય જાહેર થયા. જન્મ ધારણ કર્યા બાદ, પૂર્વભવના પુણ્યબળે જૈનત્વના સંસ્કાર પામી નાની વયમાં જ મહેસાણાની પાઠશાળામાં રહી કુશાગ્ર બુદ્ધિ અને શ્રમપૂર્વક ઉચ્ચ ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે પાઠશાળાના શિક્ષક તરીકે જાહેર જીવનને પ્રારંભ કર્યો. કેઠ અને ચાણસ્મામાં એકધારા પંદર વર્ષ સુધી બાળકના સંસ્કારોનું ઘડતર કર્યું. ભણનાર થાકે પણ ભણાવનાર થાકે નહીં એવી ઉત્સાહભરી પદ્ધતિ રાખતા. બાળકોના ધાર્મિક સંસ્કારનું ઘડતર કરનારા પિતે જ સાત્વિક અને સમર્થ હોય તે એમને યશ મળે. એમાં શી નવાઈ! બોટાદ, કેક, ચાણસ્માના બુઝર્ગ શ્રાવકો આજે પણ કહે છે કે, અમે પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી પાસે ભણ્યા છીએ! અમારામાં જે ધર્મના સંસ્કારો છે તે પૂજ્યશ્રીના પ્રતાપે છે. જ્ઞાનદાન અને સત્સંગને રંગ એ છે કે આત્મા જાગૃત હોય તે સંયમને ભાવ જાગે જ. આ ગુણના પ્રભાવે તેમ જ પૂ. શાસનસમ્રાટશ્રીના વ્યાખ્યાનશ્રવણ તથા સમાગમથી તેમ જ પૂ. આચાર્યશ્રી વિજ્યઅમૃતસૂરીશ્વરજી મહારાજના પ્રોત્સાહન અને પ્રભાવથી તેઓશ્રીને ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના જાગી. ચારિત્ર પ્રાપ્ત કર્યા બાદ પણ આગમસૂત્ર વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો તે પિતાના શિષ્યવર્ગમાં ઉતાર્યો. અનેક મુનિઓને નિઃસ્પૃહભાવે જ્ઞાનમાર્ગે વાળ્યા. ગમે ત્યારે ગમે તે મુનિ તેમની પાસે ભણવા જઈ શકે. એ માટે તેઓશ્રી હંમેશાં તત્પર રહેતા. પૂજ્યશ્રીના આ ઉદાત્ત ગુણને લઈને દેશના–દાનમાં પણ તેઓશ્રી સદા તત્પર રહેતા.
વિશિષ્ટ દેશનાશૈલી : ગહન વિષયને સરળ કરવા, કઠિન માર્ગોને સહજ રીતે સમજાવવા, એક જ વિષય પર અનેક પાસાંઓથી પ્રકાશ કરવો, એ કળા દરેકને સુલભ નથી હતી. પૂજ્યશ્રી નાના અને મોટા, સૌને સમજાય એવી સરળ શૈલીમાં વાત કરતા. એક જ વાત અનેક રીતે સમજાવી, સામાના હદયમાં બરાબર બેસાડી દેતા. તેઓશ્રી દ્રવ્યાનુયેગના વિષયમાં પહેલેથી નિષ્ણાત હતા. તેમને તત્ત્વજ્ઞાનને વિષય અને પ્રકરણને બોધ પણ અદ્ભુત હતા. જાણે પ્રકરણની સમગ્ર આવૃત્તિ તેમને મુખપાઠ હતી ! ગણિતને વિષય જાણે એમની આંગળીએ હતે. પૂજ્ય ગુરુમહારાજે પંન્યાસપદવી પ્રસંગે તેઓશ્રીને દ્રવ્યાનુયોગના જ્ઞાતા નું વિશેષણ આપ્યું તે બરાબર સાર્થક હતું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org