________________
શ્રમણભગવત-૨
પૂ. પંન્યાસશ્રી પદ્મયશવિજયજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯ના આસો વદ પાંચમને દિવસે માણાવદર (સૌરાષ્ટ્ર )માં થ. બાળપણથી જ માતા શાંતાબેન અને પિતા જેચંદભાઈના ધર્મનિષ્ઠ પરિવારમાં ઊછરતા બાળક કનકરાયમાં શ્રાવકુચિત જિનપૂજા, સામાયિક પ્રતિકમણાદિના સંસ્કાર રેડાયા હતા. આ જ સંસ્કારના પુણ્યપ્રતાપે પ્રતિદિન જિનપૂજાદિ કરતાં કરતાં કનકરાય ગિરિરાજ શત્રુંજયની યાત્રાએ ગયા અને દાદા આદીશ્વરજીને ભેટતાં વિરતિને વશ બન્યા. સંયમજીવનમાં જ જીવનની સાર્થકતા છે એ મને રથ લઈને ઘેર આવ્યા. પછી તે સંસારના રંગ-રાગ આગ જેવા લાગ્યા. એવામાં એક વખત પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજને સંપર્ક થયો અને કનકરાય સાચે જ કનક બની ગયા ! પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે રહી ધર્માભ્યાસ આદિ કરી, સંયમજીવનની તાલીમ લઈ, મુલુંડમાં ગૃહાંગણે સં. ૨૦૨૧ના પિષ વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી યંતસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી, કનકરાયમાંથી મુનિશ્રી પદ્મયશવિજ્યજી બની પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના ચરણકમળમાં જીવન સમપિત કર્યું.
દીક્ષા જીવનના પ્રારંભકાળથી જ વિનય-વૈયાવચ્ચનો યજ્ઞ આરંભે. પૂજ્યોની સેવા સાથે સ્વાધ્યાયધર્મની પણ સુંદર આરાધના કરી. ન્યાયતર્કનિપુણ પૂ. ગુરુદેવશ્રીની આગમગ્રંથ પરની વાચનાઓ તેમ જ પ્રકરણ–વ્યાકરણ આદિ પાઠ દ્વારા સંયમજીવન સમૃદ્ધ બનાવ્યું. નાનપણથી જ ગણિતશાસ્ત્રમાં પ્રવીણ પૂ. મુનિશ્રી પવયશવિજયજી મહારાજને ચગ્યતા નિહાળી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ પિતાને તિષશાસ્ત્રને વિશદ અને વિશાળ જ્ઞાનવાર તેઓશ્રીને આપે. મુહૂર્ત
જ્યોતિષનાં તમામ પાસાંઓનું જ્ઞાન કરાવ્યું. જિનભક્તિ-ગુરુભક્તિ-નાનાંમોટાં તમામ પ્રત્યે વૈયાવચ્ચ વૃત્તિ, યથાશય તપશ્ચર્યાઓ દ્વારા મુનિજીવનને ઉત્તમ આદર્શ સિદ્ધ કરી ચૂકેલા પૂજ્ય શ્રીને વડીલ ગુરુભ્રાતા આગમજ્ઞાતા પૂ. આ. શ્રી વિજયજિનભદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૭ના વૈશાખ વદ ૩ના દિવસે મુંબઈ-દાદર જ્ઞાનમંદિરમાં ગણિપદથી વિભૂષિત કર્યા અને સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના દિવસે મુંબઈ-મુલુંડ મુકામે પંન્યાસપદથી અલંકૃત કર્યા. સરળ જીવન અને ઉચ્ચ આદર્શના મૂર્તિમંત ઉદાહરણરૂપ પૂ. પંન્યાસશ્રી પદ્મયશવિજયજી મહારાજના પાવન પગલે એમના કુટુંબનાં સગાં ચાર બહેને, બે માસિયાઈ બહેને, બે ફઈની દીકરીએ, એક ભાણેજ અને એક ભાણેજી દીક્ષિત થઈ સુંદર આરાધના કરી રહ્યાં છે. પૂજ્યશ્રી ઉત્તરોત્તર અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો દ્વારા સંયમજીવનને શોભાવ એવી મનોકામના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના !
પૂ. પંન્યાસશ્રી ઇંદ્રસેનવિજયજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ સં. ૨૦૦૮ના શ્રાવણ વદ ૬ના દિવસે વડોદરામાં થયે. પિતાનું નામ બાલચંદભાઈ, માતાનું નામ હસુમતીબહેન અને તેમનું જન્મનામ અભયકુમાર હતું. બાળપણમાં જ ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા. પૂર્વજન્મના પુણ્યગે એ સંસ્કારો વૈરાગ્યભાવમાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org