________________
શ્રમણભગવંત-૨
પ૭
સ્વાધ્યાય-તપ : અન્યને જેમ અભ્યાસમગ્ન રાખતા, તેમ પિતે પણ સતત અભ્યાસમાં લીન રહેતા. અન્ય કાર્યો કરતાં કરતાં પણ તેઓશ્રીની આંતર્ગુહામાં જપ-તપ ચાલ્યા જ કરતાં. અને દર્શકોને આંગળીના વેઢા ગણતાં જોઈને આશ્ચર્ય થતું કે પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન છે એનું પ્રદર્શન થઈ રહ્યું છે ! પાંચતિથિ તપ કરવાને જ આગ્રહ રાખતા. શ્રી જ્ઞાનપંચમી તપ, વિશસ્થાનક તપ, આદિ તપનું વિધિપૂર્વક આરાધન કરેલું. અરે, દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેમણે અઠ્ઠમ કર્યો હતે !
વિશ્રામણ : એવા તપસ્વી પૂજ્યશ્રીને સં. ૨૦૨૦માં ભાવનગર મુકામે પક્ષઘાતને અસાધ્ય હુમલો થયે. અને કેટલાંક ધર્મકાર્યો અને તપ જપમાં ઊભી થયેલી આ દૈહિક મર્યાદાથી તેઓશ્રી વારંવાર દુઃખ વ્યક્ત કરતા. તેમ છતાં, શાસનપ્રભાવનાથી એક ક્ષણ પણ અલિપ્ત રહેતા નહીં. એટલે જ, વિશ્રામણું તે એમની જ એમ કહેવાતું. માર્ગ-પતિતને માર્ગ પર લાવીને સ્થિર કરે એનું નામ વિશ્રામણા. આ ગુણ ગીતાર્થ ભગવંતમાં કવચિત જ જેવા મળે. રત્નત્રયી આરાધનામાં પ્રમત્ત બનેલા સાધુને (પછી તે સ્વસમુદાયને હોય કે પરસમુદાયને હૈય) સદ્દબોધ–શિખામણ આપીને સ્થિર કરવામાં પૂજ્યશ્રીની કાળજી અપૂર્વ હતી. આથી સર્વ સમુદાયમાં અત્યંત કપ્રિય રહ્યા હતા. આજે પણ અનેક ભવ્ય આત્માએ પૂજ્યશ્રીને આ અણુસ્વીકાર કરે છે.
વિશુદ્ધ વિધિવિધાન : પૂજ્યશ્રીની નિશ્રામાં જ્યાં જ્યાં વિધિવિધાને થતાં ત્યાં ત્યાં અપૂર્વ, આહૂલાદક અને મંગલમય વાતાવરણ ખડું થઈ જતું. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક દીક્ષાઓ, વડી દીક્ષાઓ, ગ–અનુગાદિ વિધિઓ તેમ જ શાંતિસ્નાત્ર–પ્રતિષ્ઠા–અંજનશલાકાના તથા અર્વ-મહાપૂજન, નંદ્યાવર્ત પૂજન, સિદ્ધચક્રપૂજન આદિ પૂજનનાં સમગ્ર વિઘાને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયાના અસંખ્ય ઉદાહરણ સાંપડે છે. સં. ૨૦૨૧માં પૂ. આચાર્યશ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે એક વડીદીક્ષા થવાની હતી, તેમાં પૂજ્યશ્રીએ ઉપસ્થિત રહીને, પાંચ મહાવ્રતના આલાવાના સ્પષ્ટાર્થો કર્યા તેનાથી અન્ય સાધુસમુદાય અત્યંત પ્રભાવિત થયું હતું. વિધિવિધાનના એક આદર્શ નમૂના રૂપે સર્વ પૂજ્યશ્રીના આ ગુણને હંમેશાં સ્મરે છે. - મંગળ-મુહુર્તદાતાઃ પૂ. આચાર્યશ્રી તિષશાસ્ત્રના અને શિલ્પશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. પૂજ્યશ્રી પાસેથી પ્રતિષ્ઠા–અંજનશલાકા આદિ મહેરાનાં મુહૂર્ત લેવા દેશભરમાંથી અસંખ્ય લકે સતત આવ્યા જ કરતા. તેઓશ્રીનું આપેલું મુહૂર્ત અપૂર્વ ઉત્સાહ અને અનેરો આનંદથી નિવિદને સંપન્ન થતું. એટલું જ નહિ, એમના મુહૂર્ત થયેલી પ્રતિષ્ઠા આદિ વિધિઓમાંથી હંમેશા આનંદ અને કલ્યાણનાં દર્શન થતાં ત્યારે શાસનને પ્રતીતિ થતી કે આ મંગલમયતાના મૂળમાં પૂજ્યશ્રીની દિવ્ય દૃષ્ટિને પ્રભાવ છે. તેમ છતાં, પૂજ્યશ્રી પાસે આ અંગે કઈ પાસેથી પ્રશંસા પ્રાપ્ત થતી તે તેઓ વિનમ્રભાવે એટલું જ કહેતા કે, “આ સર્વ પૂજ્ય ગુરુભગવંતની કૃપાનું જ ફળ છે. અમે તો કંઈ જ નથી.” પક્ષઘાતની અસર પછી, દેહનાં અન્ય કષ્ટોમાં આંખ પણ નબળી પડી હતી. તેમ છતાં, તેઓશ્રીની કાર્યનિષ્ઠામાં સહેજે
શ્ર. ૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org