________________
શ્રમણભગવત-૨
પૂ. પંન્યાસશ્રી સોમચંદ્રવિજયજી મહારાજ
સુરતના સુપ્રસિદ્ધ શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી કુટુંબની બંધુબેલડી પૂ. આ. શ્રી વિજ્યચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજય-અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંસારીપણે મોટાભાઈ શાંતિલાલ ચીમનલાલ સંઘવી તથા સી. વીરમતીબહેનના સુપુત્ર એ જ ચરિત્રનાયક પૂ. પંન્યાસશ્રી સોમચંદ્રવિજયજી મહારાજ. આવા અનન્ય ધર્મપરાયણ કુટુંબમાં સુસંસ્કારની પ્રાપ્તિ થવી સહજ હતી. નાની વયમાં જ અડ્ડાઈ, ૧૦ ઉપવાસ, ઉપધાનતપની આરાધનાદિ કરતાં કરતાં વૈરાગ્યનો રંગ લાગ્યો અને સં. ૨૦૨૫માં, સુરતમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયે, ઐતિહાસિક અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે, પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, માત્ર ૧૩ વર્ષની વયે તેમને દીક્ષા આપવામાં આવી અને પૂ. આ. શ્રી વિજય-અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી સોમચંદ્રવિજયજી નામે જાહેર કરવામાં આવ્યા. આ જ દિવસે તેમનાં બહેને પણ દીક્ષા ગ્રહણ કરતાં તેમનું નામ સાધ્વીશ્રી યશસ્વિની શ્રીજી રાખવામાં આવ્યું. પૂ. સાગરજી સમુદાયમાં તેઓશ્રી સ્વ–પર કલ્યાણના માર્ગે સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે.
મુનિશ્રી સેમચંદ્રવિજયજી મહારાજે સંયમ રવીકાર્યા બાદ, પૂ. દાદાગુરુદેવશ્રી તથા પૂ. ગુરુ-બંધુબેલડીના સાંનિધ્યમાં સંયમજીવનની ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પામવા સાથે સારું જ્ઞાનોપાર્જન કર્યું અને તેની ફલશ્રુતિ રૂપે શરૂઆતમાં બંગીય સંસ્કૃત શિક્ષા પરિષદની પરીક્ષાઓ આપી. પછી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રીની અને ભારતીય વિદ્યાભવનની વ્યાકરણાચાર્યની પરીક્ષાઓ આપી. તેમાં ભારતીય વિદ્યાભવનનાં ભારતના અને ભારત બહારનાં સર્વ કેન્દ્રોમાં પ્રથમ નંબરે આવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. પૂજ્યશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે તેમને ગણિપદથી અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પૂ. પંન્યાસશ્રી સોમચંદ્રવિજયજી મહારાજમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાયમગ્નતા વિશેષ જોવા મળે છે. આગમગ્રથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિને ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, પાઈયવિજાણગાહા, પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા વગેરે ગ્રંથના સંપાદનનું કાર્ય પણ કર્યું છે. જ્ઞાને પાસના સાથે માસક્ષમણ, સિદ્ધિતપ, વીસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજ્યશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરત વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના સહ પૂજ્યશ્રીના પાવન ચરણે ભાવભીની વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org