________________
૧૧૨
શાસનપ્રભાવક
અસાધારણપણું કે સર્વોપરીપણું બની રહે છે. જેનસંસકૃતિના “આત્મા એ જ પરમાત્મા” એ મૌલિક અને વ્યાપક સિદ્ધાંતે હતાશ માનવસમૂહોને કેટલે બધો સહારે આપે છે ! આત્માને પરમાત્મા બનાવવાની સાધનાનાં સાધનો પણ વીતરાગ તીર્થકરેએ એને અનુરૂપ જ બતાવ્યાં છે. અવૈર અને વિશ્વમૈત્રી એના કેન્દ્રમાં બિરાજે છે, અને એને સિદ્ધ કરવાને અંતિમ ઉપાય છે સમતા-સમભાવ–સામાયિક. સમતાની પ્રાપ્તિ થાય છે અહિંસા અને કરુણાના આચરણથી. જીવનને અહિંસા અને કરુણામય બનાવવાને રાજમાર્ગ છે સંયમ અને તપની આરાધના. એટલા માટે જ અહિંસા, સંયમ અને તપની સાધના કરવાનો આદેશ આપનાર ધર્મને શ્રેષ્ઠ મંગલ તરીકે બિરદાવવામાં આવેલ છે. આવી વૈજ્ઞાનિક પ્રક્રિયાપૂર્વકની સાધનાને અંતે જે પ્રાપ્ત થાય છે તેને જ મોક્ષપદની પ્રાપ્તિ લેખવામાં આવે છે એનું જ બીજુ નામ પરમાત્મપદની પ્રાપ્તિ છે.
જે ધર્માત્મા વ્યક્તિઓ, તપ-ત્યાગ-તિતિક્ષા-સંયમ-વૈરાગ્યપાલનની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને, આત્મસાધનાને આજીવન સામાયિક વ્રતને મુશ્કેલ માર્ગ સ્વીકારે છે તેઓ પિતાનું કલ્યાણ સાધવા સાથે બીજાઓને પણ કલ્યાણ માર્ગનું દર્શન કરાવીને સૌના ઉપકારી બની જાય છે. પૂ. આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવા જ એક સ્વ–પર ઉપકારક આત્મસાધનાના ધ્યેયને વરેલા અને એ માટે સતત પ્રયત્નશીલ રહેતા શ્રમણ શ્રેષ્ઠ છે. જુદા જુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે, અને પિતાના પાંડિત્યને ગોપવવાની શાલીન મનવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરપાત્ર બન્યું છે. સતત વિદ્યાનિક રહેવાની સાથે સાથે, તેઓશ્રીએ પિતાની સાધનામાં જે તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અખંડ જ્ઞાને પાસના અને જીવનસ્પશી તપસ્વિતાને આવો સંગમ બહુ ઓછો જોવા મળે છે. એ માર્ગ એના સાધકને ખૂબ ઉન્નત ભૂમિકાએ દેરી જાય છે. એટલું જ નહિ, તેઓશ્રી જેવી રુચિ વિદ્યા અને તપસ્યા પ્રત્યે ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પિતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે. જે કંઈ ધર્મકરણી કરવી એ પૂર્ણગથી તન્મય બનીને આનંદપૂર્વક કરવી એ તેઓશ્રીને સહજ સ્વભાવ બની ગયું છે. જીવનસાધના પ્રત્યેની આવી નિષ્ઠાને પરમાત્માની કૃપા જ લેખવી જોઈએ. એમ લાગે છે કે તેઓશ્રીએ પિતાની સાધનાની પ્રક્રિયા એવી રીતે ગોઠવી દીધી છે કે જેથી એમના જીવનમાં જ્ઞાન અને ક્રિયાને, એટલે કે શીલ અને પ્રજ્ઞાને સુભગ સંગ સહજ રીતે સધાઈ ગયું છે, તાણાવાણાની જેમ વણાઈ ગયે છે.
વળી, જેમ તેઓશ્રી પાંડિત્યને દેખાવ કરવાની પ્રશંસાપ્રેમી પામર વૃત્તિથી મુક્ત છે, તેમ પિતાની જીવનસાધનાની ગરિમાને છતી કરીને સસ્તી કીતિ કમાવાની કામના પૂજ્યશ્રીને ન તે સતાવી શકે છે, ન તે પિતાની મૂક સાધનાના માર્ગથી ચલિત કરી શકે છે. આવી ઉદાત્ત મનવૃત્તિના જ એક આનુષંગિક ફળરૂપે મિતભાષિતા, દાક્ષિણ્યભાવ અને શરમાળપણું એમના જીવન સાથે સહજપણે જડાઈ ગયાં છે અને તેથી એમનું જીવન એક ત્યાગી, સાવ વૈરાગી, સંયમી સાધકનું જીવન હોવા છતાં એ શુષ્ક, રસહીન કે રૂક્ષ નથી બનવા પામ્યું; પણ એમનાં વાણું અને વ્યવહારમાં મધુરતા અને વત્સલતાની આભા પ્રસરેલી જોવા મળે છે. એમના આવા સંયમી અને સુંદર વ્યક્તિત્વને અનુભવ એમના સામાન્ય કે પ્રથમ પરિચયે ભાગ્યે જ થવા
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org