________________
શાસનપ્રભાવક
દરબાર બહાદુરસિંહજી, મોરબીના લખધીરસિંહજી, જામનગરના જામસાહેબ રણજીતસિંહજી તથા દિગ્વિજયસિંહજી, લીંબડીના દોલતસિંહજી, બીકાનેરના મહારાજા ગંગાસિંહજી, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ મુખ્ય હતા. એ બધા એમના મિત્ર બની ગયા. એમાં સયાજીરાવ ગાયકવાડ અને લીંબડીના દોલતસિંહ સાથે એટલે બધે આત્મીયભાવ હતું કે બંને યુરોપમાં સાથે હોય, અને એમને દેશી ભજન જમવાની ઈચ્છા થાય ત્યારે સામેથી જીવણચંદ શેઠને કહેવરાવે કે અમે તમારે ત્યાં ભેજન લઈશું. જીવણચંદ શેઠ પાલીતાણા જાય ત્યારે તેમને લેવા માટે પાલીતાણા દરબાર સેનગઢ મેટર મોકલે, અને પાલીતાણામાં એમની સર્વ રીતે સારસંભાળ લેવાય.
મુંબઈમાં જ્યારે ગણતરીની જ મોટરે હતી તે વખતે ફ્રાંસના એક હીરાના વેપારીઓ જીવણચંદ શેઠને ૬૦ હેર્સ પાવરની મોટર ભેટ આપી હતી. આખા મુંબઈમાં ૬૦ હોર્સ પાવરની આ એક જ મોટર હતી. તે મોટરે આખા મુંબઈનું ધ્યાન ખેંચતી. મુંબઈની પિલીસને પણ એની તકેદારી રાખવી પડતી. એનું હોર્ન ભૂલેશ્વરના લાલબાગના દેરાસર પાસે વાગે તે ઝવેરી બજારને છેડે સંભળાતું. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એ મોટરની એટલી તકેદારી રાખવી પડતી કે જીવણચંદ શેઠને બંગલે રેજ સવારમાં પોલીસ પૂછી લેતી કે શેઠ ક્યારે અને કયા રસ્તે નીકળવાના છે, જેથી રસ્તામાં ટ્રાફિકની સલામતી રાખી શકે. અંગ્રેજ અમલદારે પણ જીવણચંદ શેઠ તરફ પ્રેમભર્યો આદર રાખતા.
શેઠની પ્રામાણિકતાની એટલી બધી છાપ હતી અને લોકોને એટલો બધો વિશ્વાસ મેળવેલ હતો કે અજાણ્યા આરબ વેપારીઓ પોતાને માલ એમને ત્યાં જાંગડ રાખી પિતાના દેશ જઈ આવતા. પહોંચ લેવાની પણ દરકાર કરતા નહીં. આવા એક મતીના વેપારી આરબ હાજી અબ્બાસ ૧૮ લાખને માલ એમને ત્યાં મૂકીને હજ કરવા ગયા. હજ કરીને આવ્યા ત્યારે શેઠે કહ્યું કે, “ તમારે માલ તપાસી લે.” ત્યારે હાજી અબ્બાસે કહ્યું, “તમારે ત્યાં મૂકેલે માલ ખુદાને ત્યાં મૂક્યા બરાબર છે, શેઠ!” જીવણચંદ શેઠની પ્રામાણિકતાને આટલે વિશ્વાસ વ્યાપારી આલમમાં હતું. યુરોપીય કંપનીઓમાં પણ આટલી જ શાખ હતી. કિલીક નિકસન, વેલેસ બ્રધર્સ, જેમ્સ ફીનલે, ઈવાટ લાડમ, ઈ. ડી. સાસૂન, વાઈવાણું વગેરે કંપનીઓ લાખને માલ જીવણચંદ શેઠ પાસેથી લેતી. કેઈ વખત માલ લીધા વગર, વ્યાજ કે કમિશન પણ લીધા વગર, લાખ પાઉડની કેડિટ આપતી. જ્યારે પાઉન્ડના ભાવ ગગડી ગયા અને હુંડિયામણની બેટ આવી અને ઝવેરી બજારમાં આંચકા આવ્યા, એ સમયમાં પણ માલ લીધા વગર વાઈવાણું કંપનીએ પંદર લાખ રૂપિયાની અને કિલીક નિકસને ૪૫ લાખ રૂપિયાની કેડિટ આપી. વ્યાજ કે માલ લીધા વગર એપન ક્રેડિટ બેન્ક ઉપર સીધી મોકલી આપી; અને સાથે લખ્યું કે તમે જે કાંઈ માલ મોકલશે તેના ઉપર અમે કઈ કમિશન કાપીશું નહીં. જીવણચંદભાઈની આવી શાખ ઠેઠ વિલાયતમાં પણ હતી. જીવણચંદ શેઠની પેઢી તરફથી ધર્માદાના કાંટાને પેઢીના વેચાણના માતીનું માત્ર વજન તેલવાની આવક પણે લાખથી એક લાખની થતી. તે રકમ ઉપર પણ હિસાબ કરતી વખતે જીવણચંદ શેઠ ધર્માદા કાંટાને વ્યાજ સાથે રકમ આપતા. આ હિસાબે વાર્ષિક કેટલા કરેડને માલ વેચાતે હશે એની કલ્પના કરવાની રહે છે!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org