________________
શાસનપ્રભાવક
નિઃસ્પૃહભાવે સંયમજીવનને દીપાવનારા પૂ. આચાર્યશ્રી વિજયેમનોહરસૂરીશ્વરજી મહારાજ
સંતની ભૂમિ સૌરાષ્ટ્રના જામનગર શહેર પાસેના બગસરા ગામે, પિતા કસ્તુરચંદભાઈ અને માતા સંતોકબહેનને ઘેર સં. ૧૯૪૯માં જન્મેલા હેમચંદ્રને રંભાબેન નામે મોટીબહેન અને ત્રિભુવનદાસ નામે નાનાભાઈ હતા. હેમચંદ્રની ૧૨ વર્ષની વયે પિતાજીનું અવસાન થયું. માતા સંતોકબેન ઘણાં સંસ્કારી અને ધર્મનિષ્ટ સન્નારી હતાં. ત્રણે સંતાનને સંસ્કારી અને સ્વાવલંબી બનાવી સં. ૧૯૬૪માં દીક્ષા અંગીકાર કરી સાધ્વી શ્રી સરસ્વતીશ્રીજી બન્યાં. બહેન રંભાબહેનના લગ્ન કરીને હેમચંદ્ર માતા સાધ્વીજીને વંદન કરવા મહેસાણું ગયા. ત્યાં પૂ. સરસ્વતીશ્રીએ કહ્યું કે, “હેમચંદ્ર! મેં દીક્ષા લીધી ને તું રહી ગયે એ ખટકે છે. પૂ. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની પાસે હિતશિક્ષા લે.” હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની અમૃત જેવી મીઠી વાણી સાંભળી સંસારને રસ ઊડી ગયે. યાજજીવન બ્રહ્મચર્યને નિયમ લીધે. પૂ. ગુરુદેવની નિશ્રામાં અભ્યાસ અને તાલીમ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા વૈરાગ્ય તીવ્ર બન્યું અને સં. ૧૯૬૬ના મહા વદ ૩ને દિવસે માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનેહરવિજયજી બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ, આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશાં ગુરુકુલવાસમાં જ રહેતા મુનિશ્રી મનેહરવિજયજી મહારાજને શિખ્યપૃહા હતી જ નહીં. પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. દાદાગુરુ આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીના શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી.
- પૂજ્યશ્રીમાં વૈયાવચ્ચને મહાન ગુણ હતો. પિતાના ગુરુમહારાજની તે છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી જ; પણ, પોતાના શિષ્ય અને સ્વસમુદાયના અન્ય સાધુઓ અને પર સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી હતી. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી પ્રૌઢ, તત્વપ્રચુર, છતાં બાલભોગ્ય, સરળ અને સ-રસ હતી. વ્યાખ્યાન આપવાની સ્પૃહા જરા પણ નહીં. ગુરુદેવના અતિ આગ્રહને વશ થઈ ને ઘણે સમય પછી વ્યાખ્યાન આપવું શરૂ કર્યું હતું. તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ ભાવવિભોર બની જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિસ્પૃહી હતા. છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદ ગ્રહણ કરવાં પડ્યાં હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે સાણંદમાં ગણિપદ, સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદ, સં. ૧૯૮પના મહા સુદ ૧૧ને દિવસે
યણી તીર્થમાં ઉપાધ્યાયપદ અને સં. ૧૯૯ત્ના ફાગણ સુદ ૩ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત હતી. એક વાર તાવ આવેલે, પણ કોઈને કહ્યું નહીં. ગુરુદેવે હાથને સ્પર્શ કરતાં ગરમ લાગે. પૂછયું:
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org