________________
શ્રમણભગવંતો-૨ તેઓશ્રી સંયમસાધનામાં લીન રહેવાવાળા છે. વર્તમાન યુગની વિશેષ ભાગદોડથી દૂર રહી આત્મસાધનામાં સવિશેષ પ્રયત્ન કરવાની પ્રેરણા આપવા પ્રત્યે તેઓશ્રીનું લક્ષ રહેલું છે. જેનસમાજમાં વિશાળ વર્ગમાં તેઓશ્રીની પ્રેરણાથી કેટલાંયે સ્થાનમાં ઉજમણું, ઉપધાન, પ્રતિષ્ઠા, છરી પાલિત યાત્રા સંઘ આદિ ધાર્મિક કાર્યો દ્વારા શાસનભા વધી રહી છે. સવિશેષ, તેઓશ્રીની સીધી પ્રેરણા નીચે સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજના નામે પં. મેહનવિજયજી ગણિના નામથી જામનગરમાં પાઠશાળા શરૂ થઈ. પાટણ ખેતરવસી, સરીયદ, ઉંદરા, કંબઈ, ખીમાણે આદિ સ્થાનમાં પણ પાઠશાળા શરૂ થઈ, ધાર્મિક પાઠશાળાઓ આજે પણ ચાલી રહી છે. આ પાઠશાળાઓમાં સેંકડો બાળક-બાલિકાઓ ઉત્તમ સંસ્કારો સાથે ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છે અને અહીંથી પ્રેરણા લઈને અનેક પુણ્યાત્માઓ દિક્ષા લઈને સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શાસનપ્રભાવક ગુણોથી આકર્ષાઈ, અનેક સંઘ દ્વારા આગ્રહપૂર્વક વિનંતીઓ થતાં, વિ. સં. ૨૦૨૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને ઉપાધ્યાય શ્રી ભુવનવિજયજી ગણિવરના વરદ્ હસ્તે ટાણુ મુકામે આચાર્યપદ સમર્પિત કરવામાં આવ્યું. ત્યાર પછી તેઓશ્રી પૂજ્ય આચાર્ય શ્રી વિજય અકસૂરીશ્વરજી મહારાજના નામે આદરપાત્ર બન્યા. તેઓશ્રીના અંતરમાં અન્ય પ્રત્યેની ઉપકારવૃત્તિ હોવાથી પં. શ્રી રાજેન્દ્રવિજયજીને આચાર્યપદ તથા પં. શ્રી ભુવનવિજ્યજીને ઉપાધ્યાયપદ તેમ જ પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીના શિષ્ય મુનિશ્રી વિમલવિયજીને ભગવતીજીના ગોદહન કરાવી ગણિપદ અને જેગ કરાવી પંન્યાસપદ પ્રદાન કર્યા. એવી જ રીતે, પૂજ્ય આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી યશભદ્રવિજ્યજીને ગણિ, પંન્યાસપદ તથા ઉપાધ્યાય અને આચાર્ય પદ આપી શાસનશભામાં અભિવૃદ્ધિ કરી અને તેમના શિષ્ય શ્રી વિમલભદ્રવિજયજીને જેગ કરાવી પંન્યાસપદવી આપી. નિરંતર તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનની સાધનામાં મગ્ન રહેવા સાથે તેઓશ્રી શાસનપ્રભાવનામાં સતત પ્રયત્નશીલ રહે છે. પૂજ્યશ્રીથી પ્રતિબોધ પામી ઘણા મહાનુભાવોએ સંયમ અંગીકાર કરેલ છે જેમાં, મુનિશ્રી મનોકવિજ્યજી, સ્વ. મુનિશ્રી અરવિંદવિજ્યજી, મુનિશ્રી સ્વયંપ્રવિજયજી, મુનિશ્રી જ્યાનંદવિજયજી, મુનિશ્રી કાંતિવિજ્યજી, મુનિશ્રી વિક્રમવિજયજી, મુનિશ્રી ચંદ્રસેનવિજયજી, બાલમુનિશ્રી આત્માનંદવિજયજી મુખ્ય છે. હાલમાં સેવાભાવી મુનિશ્રી જ્યાનંદવિજયજી મહારાજ પૂજ્ય ગુરુદેવની સેવામાં સતત તત્પર રહી જ્ઞાનધ્યાનની સાધનામાં આગળ વધી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને દીર્ધાયુષી અને નિરામય બનાવી ભગવાન મહાવીરના શાસનની સેવા કરવાનું સૌભાગ્ય ચિરકાળ સુધી અપે એ જ શુભકામનાઓ સાથે આચાર્ય ભગવંતને કેટ કેટિ વંદના !
(સંકલન મુનિશ્રી ચંદ્રસેનવિજ્યજી મહારાજ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org