________________
શ્રમણભગવ તા–ર
૩૮૧
( ૬ ) શ્રેણીતપ : સ. ૧૯૯૩માં પૂનાના ચાતુર્માસમાં ( ૧૩૫ દિવસની સ્થિરતા દરમિયાન ) શ્રેણીતપ તથા અરિહંતપદની એક વીશી ( વીશસ્થાનક પદમાં અરિહંતપદના વીશ ઉપવાસ) તથા છૂટા ઉપવાસ થઈ ૧૧૬ ઉપવાસ કરી કુલ ૧૩૫ દિવસની સ્થિરતા દરમિયાન ૧૯ દિવસ પારણાં કર્યાં, બાકીના છઠ્ઠું ઉપવાસ.
(૭) વધુ માનતપની ૧૦૮ એળી : વમાનતપની ઓળીમાં વિશેષતાએ (A) ૫૪મી ઓળીમાં સિદ્ધગિરિની ૧૦૮ યાત્રા કરી, રોજની એ યાત્રા. (B) સ'. ૨૦૦૮માં સિદ્ધગિરિ ચાતુર્માસ દરમિયાન જેઠ વદ ૫ થી માગશર વદ પ–છ મહિના સતત આય'બિલ દ્વારા ૫૫, ૫૬, ૫૭ આળી સળંગ કરી. (C) શ્રી સિદ્ધગિરિની ૧૨૦ યાત્રામાં ૫૮મી ઓળી, છ છઠ્ઠ, એ અઠ્ઠમ કર્યાં. ( D) - મી, ૬૦ મી, ૬૧ મી અને ૬૪ મી ઓળી છઠ્ઠને પારણે આયમિલથી ( E ) જૂનાગઢ શ્રી ગિરનારમાં વમાનતપની ૬૧મી ઓળીમાં વચ્ચે સાત છઠ્ઠ, બે અઠ્ઠમ, નવ પાણાંના આયખિલ સાથે ૨૯ દિવસમાં જ ગિરનારની ૯૯ યાત્રા પૂર્ણ કરી. ૬૧મી ઓળીમાં છેલ્લે અઠ્ઠાઈ સાથે જામક ડારણાથી જૂનાગઢ સુધી સંઘમાં પ્રયાણ કર્યુ. આટલા લાંબા વિહારમાં એક જ દિવસ પાણીના ઉપયાગ કર્યાં. આવી જ રીતે બીજી વખત વિહારમાં ૯ ઉપવાસ કર્યાં. ( F ) ૬૫ મી ઓળી એકાંતરે ઉપવાસપૂર્વક. (G) ૬૬મી ઓળીમાં કેટલાક છઠ્ઠું અને કેટલાક ઉપવાસ. (H) ૭૭મી એળીમાં સિદ્ધગિરિની ૧૦૮ યાત્રા.
આવાં ઉગ્ર તપેા અને નિર્મળતમ સયમજીવનની આરાધના કરતાં કરતાં આજે ૮૫ વની જૈફ વય સુધીમાં હજી સુધી કચારેય ડાળી કે સ્ટ્રેચરના ઉપયાગ કર્યાં નથીં. પ્રાયઃ કરીને દેષિત આહારનેા પણ ઉપયાગ કર્યાં નથી. દીર્ઘાતિી સયમપર્યાય બાદ શરીર જરિત થઈ જવા છતાં જેમના આત્મા સદાબહાર યુવાનીથી થનગની રહ્યો છે, એવા આ મહાત્માએ શ્રીસંઘમાં નિર્દેયક પરિસ્થિતિ, ફૂલી-ફાલતી ઇર્ષા, અશેાભનીય પત્રિકાબાજી, અદેખાઈની ચાદવાસ્થળીએ, વધતા જતા શિથિલાચાર અને સયમ પ્રત્યેના અનાદર વગેરે જોઈ, તેનાથી વ્યથિત થઈને ભીષ્મે અભિગ્રહ અમદાવાદ–ધીકાંટામાં આવેલ પ્રગટપ્રભાવી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ દાદા સમક્ષ સ. ૨૦૨૯ના જેઠ વદ છના દિવસે કર્યાં. પૂજ્યશ્રીએ લેાહીનું બુંદેબુંદ પરમાત્માના શાસનને અર્પણ કરવાની ઝિંદાદિલી અને જવાંમર્દી દાખવી. રાગેાના અતિ ભયંકર હુમલા અને લથડતી કાયાને લીધે ડાકટરોની ચેતવણીએ કે ભક્તોની કાકલૂદીએ પૂજ્યશ્રીને અભિગ્રહના પાલનમાંથી જરાપણ હચમચાવી ન શકી. આવા મેરુ સમાન અડગ મહાત્માએ અભિગ્રહપૂર્ણાંક આયંબિલની શરૂઆત કરી. ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮ એળીઓના મંગલ આંકને વટાવી પ્રગટપ્રભાવી શ્રી શખેશ્વર તીર્થાંમાં ૧૦૦૮ આયખિલ પૂ કર્યાં. તેના ઉપર અઠ્ઠમ કરીને પારણું કર્યાં વિના નિરંતર ૧૭૪૯ આયંબિલ થયાં ત્યારે સ. ૨૦૪૪ના સ ંમેલન સમયે શ્રીસ ંઘના અગ્રણીઓએ શ્રીસ'ધને સુવ્યવસ્થિત કરવા માટે થાડા સમયમાં પ્રયત્ન કરીશું એવુ વચન આપતાં, શ્રીસંઘના અગ્રણીએના આશ્વાસન અને આદેશથી પૂજ્યશ્રીએ અમદાવાદ જૈન મરચંટ સાસાયટીમાં સ. ૨૦૪૪ના વૈશાખ સુદ ૩ ( અખાત્રીજ )ના ૧૭૫૧ આયંબિલ ઉપર એક ઉપવાસ કરી અનિચ્છાએ શેરડીના રસથી હામ ચાવિહાર પૂર્ણાંક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org