________________
૩૮૦
શાસનપ્રભાવક
મુકામે પડી ગયા ત્યારે સં. ૨૦૪૧ના શિહેર ચાતુર્માસ પ્રવેશ વહેલા કરીને સારામાં સારી વૈયાવચ્ચ કરી-કરાવી. તેમ જ તેમના જ સમુદાયના પૂ. મુનિરાજશ્રી પ્રધાનવિજયજી મહારાજ ધોરાજીમાં ગાઢ બીમાર છે એવા સમાચાર મળતાંની સાથે જ ચાલુ વિહારમાંથી બે સાધુને તુરત જ આગળ મોકલ્યા અને પોતે પણ ઉગ્ર વિહાર કરી બીજે દિવસે ધોરાજી પહોંચી ગયા અને ઉત્તમ નિર્ધામણું કરાવી. આવા વાત્સલ્ય અને વૈયાવચ્ચ ગુણના કારણે સ્વ-પર સમુદાયના મહાત્માઓ તેમ જ અનેક શ્રીસંઘના દિલમાં બહુમાનનું સ્થાન પામેલ છે. પૂજ્યશ્રીની તપશ્ચર્યા વાંચતાંસાંભળતાં આજે પણ એમ લાગે કે તેઓશ્રીની નસેમાં લોહી નથી વહેતું, પણ તપ વહી રહ્યું છે. પૂજ્યશ્રી અને તપ એકબીજાના પર્યાય બની ગયા છે !
આવો, પૂજ્યશ્રીના ઘેર તપની ઝલક જોઈને પાવન થઈએ :
(૧) તીર્થકર વર્ધમાન તપ : ચડતા ક્રમે ૧ ઉપવાસથી ૨૪ ઉપવાસ સુધી, તેમ ઊતરતા ક્રમે ૧ ઉપવાસથી ૨૪ ઉપવાસ સુધી કુલ તીર્થકર વર્ધમાન તપના ૬૦૦ ઉપવાસ. વિશેષતા : (A) ૨૨મા શ્રી નેમિનાથ ભગવાનના ૨૨ ઉપવાસ કરી બીજે દિવસે શ્રી સિદ્ધગિરિની યાત્રા કરી પારણું આયંબિલથી કર્યું. (B) ૨૩મા પાર્શ્વનાથ ભગવાનના ૨૩ મા ઉપવાસે શ્રી ગિરનાર તળેટીની યાત્રા કરી આયંબિલથી પારણું કરેલ. (C) ઊતરતા ક્રમે શ્રી આદીશ્વર ભગવાનના ૨૪ ઉપવાસને બદલે માસક્ષમણ કરી ૩૧મા દિવસે સિદ્ધગિરિની યાત્રા કરી પારણું કરેલ. (D) સં. ૧૯૯૫માં જેઠ વદ ૧૪ના સુરતમાં ચાતુર્માસપ્રવેશથી મહા વદ ૬ના વિહાર સુધીમાં ૨૬૦ દિવસની સ્થિરતા દરમિયાન ચાલુ વર્ષીતપમાં તીર્થકર વર્ધમાન તપમાં ૧૬મા ભગવાનથી ૨૩મા ભગવાન સુધીના ૧૬ + ૧૭ + ૧૮ + ૧૯ + ૨૦ + ૨૧ + ૨૨ + ૨૩ = ૧૫૬ ઉપવાસ, બાકીના ૧૦ દિવસમાં વષી તપના પર ઉપવાસ, એટલે ૨૦૦ દિવસમાં કુલ ૨૦૮ ઉપવાસ અને પર પારણાં થયાં.
(૨) વીશસ્થાનક પદની આરાધના : (A) તેમાં પ્રથમ અરિહંત પદની આરાધના સળંગ ૨૦ ઉપવાસ ૨૦ વાર કરીને છેલ્લી વીશી વખતે શ્રી સિદ્ધાચલગિરિની ૨૧મા દિવસે યાત્રા પગે ચઢીને કરી અને પારણું આયંબિલથી કર્યું. (B) બીજા નો સિદ્ધાણં પદમાં પાંચ અક્ષર છે, તેથી બીજા પદની આરાધના પાંચ અઈથી કરી. (C) વીશ સ્થાનકના બાકીના અઢારે પદોની ચાલુ વિધિ પ્રમાણે છૂટા વીશ વીશ ઉપવાસથી વીશસ્થાનક તપ પૂર્ણ કર્યો.
(૩) શાશ્વતી શ્રી નવપદજી એળીની આરાધના ૭૨ વર્ષ સુધી કરી.
(૪) જીવન દરમિયાન બે વર્ષીતપ, તેમ જ છેલ્લાં કેટલાંય વર્ષોથી એકાસણાથી ઓછું પચ્ચકખાણ કર્યું નથી.
(૫) પર્યુષણ અઠ્ઠમ, ચમાસીના છઠ્ઠ અને દિવાળીને છઠ્ઠ તબિયતના ખાસ કારણ સિવાય ૭૮ વર્ષની જૈફ વય સુધી કર્યા અને આજે પણ જ્ઞાનપંચમી, મૌન એકાદશી અને સંવત્સરીને ઉપવાસ ચાલુ છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org