________________
શ્રમણભગવંતો-ર
૩૪૩
કઈ પણ કુટુંબને વ્યવહારુ દષ્ટિએ ન ગમે એ દેખીતી વાત છે. પૂ. શ્રી રામવિજ્યજી મહારાજ પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધતી જતી હતી. એ સંજોગોમાં દીક્ષા વિરોધી વાતાવરણ પ્રસરે એ સ્વાભાવિક હતું. પિતાના પતિએ પૂ. શ્રી રામવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી એના વિરોધમાં રતનબાઈ નામની એક મહિલાએ એક જાહેર સભામાં શ્રી રામવિજયજી પાસે જઈને
મારે પતિ મને પાછો આપે.” એમ કહીને શ્રી રામવિજ્યજીનાં કપડાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતે. આ ઝગડો કેટ સુધી ગયો હતો અને કેટે પૂજ્યશ્રીને નિર્દોષ જાહેર કર્યા હતા. તેઓશ્રી ઉપર થયેલાં આવા જુદાં જુદાં કારણોસર, જુદાં જુદાં સ્થળે ત્રીસેક વાર કેર્ટમાં જુબાની આપવાના પ્રસંગે ઊભા થયા હતા, અને દરેક વખતે પૂજ્યશ્રી નિર્દોષ જાહેર થયા હતા.
સં. ૧૯૭૬નું ચાતુર્માસ અમદાવાદ વિદ્યાશાળામાં કર્યું હતું. આઝાદી પૂર્વેના એ દિવસો હતા. ચાનું વ્યસન લેકમાં વધતું જતું હતું. એ વખતે ચાને વિરોધ પણ સખત થતો હતે. એ જમાનામાં અમદાવાદમાં રીચી રેડ (ગાંધી માર્ગ) પર આવેલી બે જાણીતી હોટલમાં આખો દિવસ ચા પીનારાઓને ધસારે રહેતું, જેમાં જેનેની સંખ્યા પણ મોટી હતી. સાથે અભક્ષ્ય પણ ખવાતું. હોટલમાં રેજનું સત્તર મણ દૂધ વપરાતું. એ વખતે શ્રી રામવિજ્યજી મહારાજે એની સામે ઝુંબેશ ઉપાડી હતી. ઠેર ઠેર પ્રવચન કર્યા હતાં અને એ પ્રવચનને પ્રભાવ લેકે ઉપર એટલો બધે પડ્યો હતો કે હોટલની ઘરાકી એકદમ ઘટી ગઈ અને રેજના સત્તર મણ દૂધને બદલે બેત્રણ મણ જેટલું દૂધ વપરાવા લાગ્યું. આજે તે ચાના વ્યસનને કેઈ વિધ રહ્યો નથી, પણ એ જમાનામાં શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ કેટલું બધું હતું તે આ ઘટના સૂચવે છે. એ જ વર્ષે પ્રાણહિંસાની એક બીજી વિચિત્ર ઘટના પણ અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં તે સમયે કૂતરાઓને ત્રાસ વધતું જ હતું. એ ત્રાસમાંથી બચવું હોય તે કૂતરાઓને મારી નાખવા જોઈએ એ એક વિચાર વહેતા થયા હતા. આવા વિચારને જેનસમાજ સ્વીકારે જ નહિ, બલ્ક એને સખત વિરોધ કરે એ દેખીતું છે. પરંતુ શરમજનક ઘટના તે એ બની કે પાશ્ચાત્ય કેળવણી લીધેલા એક સુધારાવાદી નાસ્તિક જેન ઉદ્યોગપતિએ લેકેની લાગણીને વધુ દૂભવવા માટે જાણી જોઈને સંવત્સરીના પવિત્ર દિવસે જ પિતાના બંગલાના કમ્પાઉન્ડમાં સાઠ જેટલા કૂતરાઓને મરાવી નાખ્યા. આ ઘટનાને જબરદસ્ત વિરોધ થયો. કૂતરા મારવાની હિમાયત કરનારા સામે પૂ. શ્રી રામવિજયજી મહારાજે પ્રખર આંદોલન ઉપાડ્યું હતું. પરિણામે આ હિંસક પ્રવૃત્તિ આખરે બંધ થઈ હતી. એવી જ રીતે, સં. ૧૯૭૬નું વર્ષ અમદાવાદ માટે મહત્ત્વનું બની ગયું. અમદાવાદમાં નવરાત્રિના દિવસે દરમિયાન માતાજીને ઉત્સવ થતો અને દશેરાને દિવસે ભદ્રકાળી માતાના મંદિરમાં બલિ તરીકે એક બકરાનો વધ કરવાને રિવાજ ચાલ્યો આવતો હતો. અમદાવાદ જેવી ધર્મનગરીમાં ધર્મના નામે એક પંચેન્દ્રિય જીવને વધ કરવામાં આવે એ અસહ્ય હતું. એ બંધ કરાવવા માટે પૂ. શ્રી રામવિજયજી મહારાજે અમદાવાદમાં ઉગ્ર આંદોલન ચાલુ કર્યું. પિળે પળે જઈને પિતાનાં પ્રવચનમાં આ જ વિષય પર ભાર મૂક્યો અને આ હિંસક પ્રવૃત્તિ બંધ કરવા માટેના બધા જ ઉપાય અજમાવી દેવા માટે ઉબોધન કર્યા. આ આંદોલનને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org