________________
શ્રમણભગવંતો-૨
૧૪૧ ઊંઝા પહેંચ્યા. ત્યાંથી કુટુંબીજને તેમને પરત લઈ આવ્યા. આમ છતાં, વૈરાગ્યવાસિત ભગુભાઈ દીક્ષા લેવા માટે અવિચળ રહ્યા. તેમણે આજીવન ચતુર્થ વ્રત લીધું. ધંધા-વ્યાપારને ત્યાગ કરી ધર્મકાર્યમાં જીવન વિતાવવવાનાં પચ્ચખાણ લીધાં. દિન-પ્રતિદિન દીક્ષાની ભાવના તીવ્રતર બનતી ચાલી. છ વિનયને ત્યાગ કર્યો. પૂ. શાંતમૂતિ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૦૧માં વિજાપુરમાં બિરાજતા હતા. ભગુભાઈ એ તેઓશ્રી પાસે પહોંચીને દીક્ષાની તીવ્ર ભાવના વ્યક્ત કરી. વિજાપુરના શેઠ શ્રી રીખવચંદનાં ધર્મપત્નીએ ચાંલ્લો કરી શ્રીફળથી શુકન ક્ય; એને ત્યાંથી ભગુભાઈએ પૂજ્યશ્રી સાથે મહુડી તીર્થે જઈ દીક્ષા ગ્રહણ કરી. આ વખતે પણ કુટુંબના માણસે તેમને લેવા આવ્યા; પરંતુ તેઓ મક્કમ રહ્યા અને વિજાપુરમાં સં. ૨૦૦૧ના અષાઢ સુદ ૬ને શુભ દિને સૌના હર્ષોલ્લાસ વચ્ચે વડી દીક્ષા ગ્રહણ કરી. કુટુંબીજનોએ પણ શ્રીફળની પ્રભાવના કરી. દીક્ષા બાદ મહેસાણા મુકામે બે વરસ રહીને સતત અભ્યાસ કર્યો. હેમલધુપ્રક્રિયા અને કલ્પસૂત્રનું અધ્યયન કર્યું. ચાર પ્રકરણ, સિદ્ધહેમ લઘુવૃત્તિ, દ્વયાશ્રય કાવ્ય, પંચકાવ્ય, તર્કસંગ્રહ, યેગશાસ્ત્ર, પ્રમાણનયતત્વ, લેકાલંકાર, વિક્રમચરિત્ર, યોગદીપક, આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઉત્તરાધ્યયન, આચારાંગસૂત્ર, ઠાણાંગ, ઉપાસક દશાંગ, જ્ઞાનસૂત્ર, વિપાક, પ્રશ્નવ્યાકરણ આદિને ઊંડો અભ્યાસ કર્યો.
અધ્યયન સાથે તપશ્ચર્યા પણ ચાલતી રહી. દીક્ષા લીધા પછી ૧૦ વર્ષ સુધી એકાસણ કર્યા. પાંચ તિથિએ ઉપવાસ અને વરસીતપ જેવી કઠિન તપશ્ચર્યાઓ પણ કરી. તેમના સંયમજીવનમાં કોઈ ને કોઈ તપ ચાલુ જ હોય છે. પૂજ્યપાદ ગુરુદેવ “યોગનિષ્ઠ ” હવાને લીધે આ સમયમાં વેગની આરાધના વધુ પ્રચલિત થઈ હતી. પૂજ્યશ્રીએ પણ યોગદીપક, આત્મશક્તિપ્રકાશ આદિને અભ્યાસ કર્યો. હંમેશાં એક કલાક બેગ ઉપાસનામાં બેસીને સતત બાર વર્ષ સુધી ગાભ્યાસ કર્યો. તેઓશ્રીને અનુભવ છે કે ધ્યાન–વેગપૂર્વકના અભ્યાસથી અપૂર્વ આત્માનંદ પ્રગટે છે. પૂજ્યશ્રીએ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઠેઠ બંગાળ સુધી વિહાર કર્યો. સમેતશિખરજીતી યાત્રા કરી. પટણા અને જીયાજીગંજ જેવા દૂર દૂરના પ્રદેશમાં ચાતુર્માસ કર્યા. શ્રી સમેતશિખરજી તીર્થયાત્રામાં આધાકમી દેષ લાગે છે, તેના પ્રાયશ્ચિત્ત રૂપે એક લાખ નવકારને જાપ કર્યો હતે. શત્રુંજય ૧૩ વખત યાત્રા કરી છે. એક કરેડ કરતાંયે વધુ નવકાર મંત્ર જાપ કર્યો છે. તેઓશ્રીની તપ-જપ અને જ્ઞાન-ધ્યાનની ઉત્કૃષ્ટ સંયમસાધના અને ધર્મ પ્રભાવનાનાં વિવિધ કાર્યોથી યેગ્યતા જાણી સં. ૨૦૨૫ના માગશર વદ ૭ના રોજ અમદાવાદ-આંબલી પિળના ઉપાશ્રયે પૂજ્યપાદ આચાર્ય મહારાજના વરદ હસ્તે ગણિપદથી અને સં. ૨૦૨૭ના વૈશાખ સુદ પાંચમે રખિયાલ મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૩ના મહા વદ ૧૧ને સોમવાર, તા. ૧૪-૨-૭૭ના શુભ દિને અમદાવાદ-ઝવેરી પાર્કમાં ઉપાધ્યાયપદે અને નિરતિચાર ૩૭ વર્ષના પવિત્ર સંયમજીવનનું પાલન કરતાં પૂજ્યશ્રીને મહુડી મુકામે સં. ૨૦૩૭ના જેઠ વદ ૩ને દિવસે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને હસ્તે મુનિશ્રી અભયસાગરજી મહારાજ, મુનિશ્રી સુમતિસાગરજી મહારાજ, મુનિશ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org