________________
૬૧૪
શાસનપ્રભાવક
ગુણમાં તેમનું નામ મુખ્ય ગણાતું હતું. પ. પૂ. શ્રી દાનસૂરિજી મહારાજ, પ. પૂ. શ્રી પ્રેમસૂરિજી મહારાજ, પ. પૂ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ આદિની અમીદ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી. આ મહાપુરુષે ઘણા વૃદ્ધ મહાત્માઓની સેવા કરીને સમાધિ આપેલી. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની સેવા ખડે પગે કરીને અપૂર્વ વીલ્લાસ ફેરવ્યું. પૂ. શ્રી નવિજયજી મહારાજને સ્વભાવ તબિયતને કારણે કડક હતું, તેમને પણ આ મહાત્માએ પ્રથમથી સેવાથી જીતી લીધા. તેઓશ્રી તપ-ગુણમાં પણ આગળ હતા. વર્તમાનમાં સાધુભગવંતેમાં સૌ પ્રથમ ૧૦૦ એળી પૂરી કરનાર તેઓશ્રી પ્રથમ હતા. સં. ૨૦૦૭ના શ્રાવણ સુદ પૂનમે તેમણે પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ૧૦૦ એની પૂરી કરી. પશમની મંદતાને કારણે અભ્યાસમાં જિજ્ઞાસા હોવા છતાં આગળ વધી શક્તા નહિ. પરંતુ ઉપકારી ગુરુભગવંતની કૃપાથી ગાદિની ક્રિયામાં તેમણે નિપુણતા મેળવેલી. તેઓશ્રીને ઉપધાનની ક્રિયામાં કે યોગની કિયાનાં બધાં જ સૂત્રો-નિયમ મોઢે હતાં. જુદાં જુદાં ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, મહાનિશીથ, સૂયડાંગ કે ઠાણાંગસમવાયાંગ, જે હોય તે બધા જ પાઠ, ઉદ્દેશા વગેરે મોઢે રાખતા અને એકસાથે ૨૫–૫૦ સાધુ-સાધ્વીજી ભગવંતેને વ્યવસ્થિત શુદ્ધ ક્રિયા કરાવતા. આખા સમુદાયમાં તેમનું ચક્કસ સ્થાન હતું. નાના કે મોટા મહાત્મા બીમાર પડે તે જરા પણ સકેચ વિના સેવામાં લાગી જતા. પ્રારંભથી અંત સુધી સંયમજીવનમાં કે ગુરુભક્તિમાં ક્યાંય ખામી આવવા દીધી ન હતી તે તેમની ગણનાપાત્ર સિદ્ધિ હતી. પૂની કૃપાથી સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૭ના દિવસે બેડા મુકામે તેમને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. છેલ્લે સુધી પાંચ તિથિ ઉપવાસ કરતા. દવા કદી લીધી ન હતી. કંઈ થાય તે ઉપવાસ-આયંબિલ કરી લેતા.
છેલે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવશ્રી પંન્યાસપ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્યશ્રીના પરમ પાવન સાન્નિધ્યમાં સં. ૨૦૩૫માં ચાતુર્માસ સાથે હતા. સુંદર આરાધના કરી-કરાવી રહ્યા હતા. ત્યાં એકાએક આસો વદ ૮ની રાતે હૃદયરોગને હમલો થયે. પિતે તે નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં જ લીન રહ્યા. નવકારની ધૂન ચાલુ હતી. તેમાં લયલીન બની તેમને પવિત્ર આત્મા અનંતની યાત્રાએ નીકળી પડ્યો ! આ સમાચાર પૂજ્ય પંન્યાસજી મહારાજને જણાવવામાં આવ્યા ત્યારે ગુરુના હૃદયમાં પ્રથમ શિષ્યરત્ન તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર સાધુવર માટે ગુરુના ઉદ્ગારે એ જ હતા : “એ મહાત્મા ગયા સમાધિ સાધી ગયા !!” વંદન હજો એ મહાત્માને ! (સંકલન : પંન્યાસશ્રી વજનવિજયજી મહારાજ )
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org