________________
૧૫૬
શાસનપ્રભાવક
બની જશે. આ માટે અમે ઘણું પૂજ્યશ્રીને વિનંતી કરી છે, પણ એક યા બીજા કારણસર તેઓ આવી શકે તેમ નથી. છેલ્લે આપની પાસે આશા લઈને આવ્યા છીએ.” સર્વ હકીકત સાંભળી શાસનની રક્ષા કાજે પિતાની કેટલીક પ્રતિકૂળતાને અવગણીને પૂ. ઉપાધ્યાયજી વિસનગરથી ઉગ્ર વિહાર કરીને તેરાપંથી આચાર્ય તુલસીના પ્રવેશ પહેલાં ચાર દિવસે વાવમાં પ્રવેશ્યા અને હંમેશાં ત્રણ વખત વ્યાખ્યાને યોજીને શ્રાવકવર્ગને મજબૂત બનાવ્યા.
સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયેવૃદ્ધ શ્રમણોપાસક માટે પાલીતાણામાં મુમુક્ષુ શાંતિનિકેતન” નામની સંસ્થા સ્થાપી. સં. ૨૦૧૫માં મુંબઈ સાંતાક્રુઝના ચાતુર્માસ દરમિયાન સ્થાનકવાસી સંપ્રદાય તરફથી પ્રકાશિત થતા “જેન સિદ્ધાંત' માસિકના તંત્રી શ્રી ગિરધરલાલ નગીનદાસને શાની યુક્તિ-પ્રયુક્તિ દ્વારા તીર્થંકર પરમાત્માની સ્થાપના કલ્પને માનતા કરી દીધા. આ ચાતુર્માસ પછી ઉગ્ર વિહાર કરીને શ્રી સમેતશિખરજીની પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરિજી મહારાજની સાથે હાજર રહી ત્યાંની તથા આજુબાજુમાં આવેલી તીર્થકર ભગવંતની કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી. સં. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ તરફથી સમાચાર આવ્યા કે વહેલી તકે ઉજજૈન આવે. તુર્ત જ ઉજજૈન તરફ વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. પૂજ્યશ્રીને પૂછયું કે, “સેવકને કેમ યાદ કર્યો?” તે પૂ. ગુરુદેવે જણાવ્યું કે, “મારે તમને આચાર્યપદ આપવાનું છે. પરંતુ આપણું ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે, “હું તે પદ માટે યોગ્ય નથી. અને આપશ્રી સાથે હું પણ આચાર્ય હોઉં તે તે કદાપિ ન શોભે. પરંતુ છેલે આચાર્યભગવંતને તેઓશ્રીને આજ્ઞા કરવી પડી કે તમારે આચાર્યપદવી લેવાની જ છે, ત્યારે કચવાતા મને “ગુર્વાજ્ઞા એવા પ્રમાણ” માની વૈશાખ સુદ ૧૦ના રોજ પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્યપદે આરૂઢ થયા. પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત્ત શાસન રક્ષા કરી અને અનેકવિધ અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતે નીચે મુજબ છે :
૧. પરમાત્મા વીર પ્રભુની ૨૫૦૦મી નિર્વાણ કલ્યાણકની ઉજવણી પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને શાનદાર રીતે સંપન્ન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ કસ્તુરભાઈ લાલભાઈની અતિ આગ્રહભરી વિનંતી સ્વીકારી, પિતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને સિદ્ધગિરિની નવી ટ્રકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરિજી મહારાજ સાથે પધારી પ૦૦ ઉપરાંત જિનબિંબની પ્રતિષ્ઠા કરી (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ-રાજુલ નાટકના વિવાદ પ્રસંગે પિતાની બુદ્ધિપ્રતિભાથી તે ઝંઝાવાત શમાવીને વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી સિદ્ધગિરિને ઐતિહાસિક પપ૦ ભાવિ સાથેને છરી પાલિત સંઘ કાઢયો. (૫) સં. ૨૦૩૯માં પુનઃ આગમમંદિરની અંજનશલાકા--પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. અને સાગરસમુદાયના સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી મહારાજની વર્ધમાન તપની ૧૦૦ એળીની પૂર્ણતાને ભત્સવ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org