________________
શ્રમણભગવ તા–ર
૧૫૭
પન્યાસપદ-પ્રદાનના વિધિસહુ સપન્ન કર્યાં. (૬) સ. ૨૦૩૫માં શ્રી શંખેશ્વરજી તીર્થ નૂતન જૈન આગમદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રાદાતા બની ઐતિહાસિક ઉત્સવ ઊજવ્યે. (૭) સં. ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહેાત્સવ પ્રસ`ગે નિશ્રા પ્રદાન કરી. (૮) સં. ૨૦૪૧માં પાલીતાણા જ બુઢીપ-નિર્માણની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે, સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે,સમુદાયના પાંચ આચાર્ય ભગવતે આદિ ૮૩ શ્રમણભગવંતા તથા ૩૦૦થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠાવિધિ થઈ. સાગરસમુદાયના આ ઐતિહાસિક સમેલનમાં શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્યભગવતે આદિ શ્રમણભગવતે એ ગચ્છાધિપતિ તરીકે સ્થાપન કર્યાં. (૯) સ. ૨૦૪૨માં અમદાવાદથી શખેશ્વરજી મહાતી નાપચતીથી યુક્ત ભવ્ય છ'રી પાલિત સંઘમાં નિશ્રા અી. શ'ખેશ્વરજી તીમાં ઐતિહાસિક વમાન તપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહુતિ, પાષ દશમીની પ્રભાવક આરાધના–વાચના આદિ વિવિધ પ્રસંગેાની ઉજવણી, મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ વાર આકાર લઈ રહેલ પૂનામાં શ્રી આગમેાદ્ધારક દેવદ્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત આગમમદિરના શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને શ્રી વિજયદેવસૂરિ સ`ઘ–ગાડીજી જૈન ઉપાશ્રય, પાયધુની-મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્રનાયક સૂરિવરની પુણ્ય નિશ્રામાં ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા મહાત્મવા, નાનામેાટા ૧૩ છ'રી પાલિત સ`ઘે અને અનેક ધાર્મિક સંસ્થાઓની સ્થાપના દ્વારા શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો થયાં. (૧૧) સંયમના અવિહડ રાગી સૂરિવરની પ્રેરણાથી ૩૦૦થી વધારે ભવ્યાત્માએ એ ચારિત્રમાર્ગે પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યંત શાશ્ર્વતી નવપદજીની ઓળીની આરાધના અપૂર્વ દૃઢતાપૂર્વક કરી. પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રતિવષ સામુદાયિક વિધિપૂર્વક ચૈત્રી ઓળીની આરાધના કરાવવા · સાગર-સંસ્કરણ ' નામના ટ્રસ્ટની સ્થાપના પણ કરવામાં આવી. (૧૩) સમ્યજ્ઞાનની પર્યું`પાસના પૂજ્યશ્રીના જીવનના અવિનાભાવી અંશ છે. તેઓશ્રી ૮૨ વર્ષોંની જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકાને ધ માગે પ્રેરતા, શ્રમણ-શ્રમણી એને વાચના આપી સંયમમાર્ગ સ્થિર કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના કરતા શાસનશણગાર સૂરિવર, સ્વ-પર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં, અમદાવાદમાં, અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું ગુરુમ ́દિર આજે વીતરાગ સેાસાયટીમાં સુંદર શૈાભી રહ્યું છે ! કોટિ કેટિ વંદન હજો એ સમ સૂરિવરને !
:
( સંકલન : પૂ. મુનિરાજશ્રી હસાગરજી મહારાજ )
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org