________________
શ્રમણભગવંત-૨
૧૫૫ સાથે ધાર્મિક અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું કરી ધંધાર્થે મુંબઈ ગયા. સટ્ટાબજારમાં સારી સૂઝ-સિદ્ધિ પ્રાપ્ત કર્યા, છતાં મોહમયી મુંબઈનગરીના મેહમાં તણાય નહીં. ત્યાં પણ મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રાવકાચારવિધિપૂર્વક નવપદજીની ઓળી તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ તેમ જ રાત્રે વૈરાગ્યપષક રાસેનું શ્રવણ કરીને વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યા. વિભાવદશાથી વિમુક્ત બની સ્વભાવદશાને પામવા, સંયમ મેળવવા, ચાતક પક્ષીની જેમ આતુર બન્યા. વડીલો પાસે અંતરની આરજૂ વ્યક્ત કરી. પરંતુ “કમાતે દીકરો સૌને વહાલે’ એ ન્યાયે વડીલેએ ઘસીને ના પાડી દીધી. આ મનાઈ હકમથી હાથ ભીડીને બેસી જાય એવા તે કાચી માટીથી ઘડેલા ડાહ્યાભાઈ હતા નહીં. પિતાની અડગ ઈચ્છા દર્શાવી, ચારિત્રપદની વિશિષ્ટ પ્રકારે આરાધના કરવા લાગ્યા. મુંબઈની કલ્યાણ મિત્રની ટુકડીના અગ્રેસર શ્રી ચીમનભાઈ પટવા પૂ. આગમ દ્વારકશ્રી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી ચંદ્રસાગરજી બન્યા છે એ સમાચાર મળતાં જ ડાહ્યાભાઈ અમદાવાદ દોડી ગયા. બંને પૂને સંયમ પ્રદાન કરવાની વિનંતી કરી. પૂ. આગમ દ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું મુહૂર્ત ફરમાવ્યું. એ ધન્ય દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આગમ દ્વારકશ્રીના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બની મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ઘોષિત થયા.
સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન અને વિનય-વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજજ બન્યા. પૂ. આગમ દ્વારકશ્રી પાસે વ્યાકરણને અભ્યાસ કર્યો. “બાર માસ પર્યાયે અનુત્તર સુખ અનુક્રમીએ” એ ઉક્તિ અનુસાર દિન-પ્રતિદિન કંચનની પેઠે વિશુદ્ધ સંયમ પાળતા સ્વજીવન ધન્ય બનાવતા ચાલ્યા. સં. ૧૯૮૭માં સર્વ પ્રથમ વાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણુ, વિજયદેવસૂર સંધ (પાયધૂની-મુંબઈ)ની પાટ પરથી અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લેકેને પરિપ્લાવિત કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અદ્ભુત પ્રવચનકાર તરીકે પચે આપે. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ આદિ પ્રદેશમાં અવિરામ વિચરીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના કરી રહ્યા. સં. ૧૯૯માં ખંભાત ચાતુર્માસમાં પૂ. આચાર્યભગવંતની અમીકૃપાથી ગણિપદવી થઈ. આ મહોત્સવમાં શ્રીસંઘ તથા શ્રેષ્ઠીવર્ય મૂલચંદ બુલાખીદાસે મહત્સવપૂર્વક અનેરી પ્રભાવના કરી. સં. ૨૦૦૭માં સુરતના શ્રીસંઘે ગચ્છાધિપતિની અનુમતિથી પં. શ્રી હમસાગરજી મહારાજ તથા પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને આચાર્યપદે આરૂઢ કરવાનું નક્કી કર્યું પરંતુ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજે પિતે એ પદવીને લાયક નથી એમ જણાવીને આચાર્યપદ ગ્રહણ કરવાની અનિચ્છા દર્શાવી; તેથી બે પૂજ્યને આચાર્યપદે અને ચરિત્રનાયકશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપન કર્યા. સં. ૨૦૦લ્માં પિતાની જન્મભૂમિ વીસનગરમાં ચાતુર્માસ કરી, શેષકાળ સ્થિરતા કરતા હતા ત્યાં વાવના સંઘે પિતાને ગામ ચાતુર્માસ કરવા આવી રહેલા તેરાપંથી આચાર્ય તુલસીના આગમનની વાત કરી અને આ હદયે જણાવ્યું કે, સાહેબ! આ સમયે આપણા કેઈ મુનિરાજ નહિ હોય તે આપણું સાધમિકે બધા તેરાપંથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org