________________
૩૦
શાસનપ્રભાવક
નિર્ણય સામે કુટુંબીજનેએ ઝૂકી જવું પડ્યું. માતાની ઈચ્છા પણ દીક્ષા લેવાની થતાં આ કાર્યમાં વધુ ઉત્સાહ આવ્યો. અંતે, સં. ૧૯૭૩ના મહા સુદ પાંચમે જન્મેલા આ ભાગ્યશાળી બાળક રમણે, ૧૩ વર્ષની નાની અને કુમળી વયે સં. ૧૯૮૬ના વૈશાખ વદ ૧૦ના શુભ દિવસે ગુરુદેવ આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષાગ્રહણ કરી. પૂ. ગુરુદેવે તેમનું નામ “રામવિજયજી” રાખ્યું. ગુરુદેવની આજ્ઞાને અનુવતીને મુનિ શ્રી રામવિજયજીએ આગમગ્રંથને ગહન અભ્યાસ કર્યો અને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયમાં પારંગત બન્યા. ગોહન કરીને આગમને અધિકાર મેળવી લીધો. અપ્રમત્તભાવે અને શુદ્ધ ભાવનાઓથી ચુસ્ત સંયમજીવન જીવતા મુનિશ્રીમાં પૂ. ગુરુદેવે સંપૂર્ણ યોગ્યતા જેઈ સં. ૧૯ત્ના આસો વદ ૩ના શુભ દિને ગણિપદથી વિભૂષિત કર્યા.
ગણિવર શ્રી રામવિજયજી મહારાજ તે પ્રથમથી જ જૈન શાસનની પ્રભાવનામાં સ્ત હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશેલી અત્યંત મોહક હતી, તેથી તેમને ભાવિક સમુદાય પણ ઉત્તરોત્તર વિશાળ બનતો રહ્યો. એવામાં સં. ૨૦૦૬ના કારતક સુદ પાંચમના ગોઝારા દિવસે પૂ. ગુરુદેવનું સ્વર્ગગમન થયું. પૂ. શ્રી રામવિજયજી મહારાજ માટે આ આઘાત સહન કરે દુષ્કર હતે. પરંતુ તેઓશ્રી જ્ઞાનદષ્ટિને પ્રબળ પ્રભાવે સમાધાન સાધીને અખંડપણે શાસનનાં કાર્યો કરતા રહ્યા. તેઓશ્રીની આ વિશિષ્ટ અને નિરંતર ચાલતી ધર્મ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને અનેક શ્રીસંઘે એ તેમને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વિનંતિ કરી. છેવટે, અંતરથી તે આવી પદવીઓથી અલિપ્ત રહેવાવાળા આ મુનિરાજને, વડીલ ગુરુભ્રાતા પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે સં. ૨૦૦૭ ના વૈશાખ સુદ ૩ના શુભ દિવસે પાટણમાં ખેતરવસીના પાડામાં પંન્યાસપદ તથા વૈશાખ સુદ ૫ ના શુભ દિવસે આચાર્યપદ અર્પણ કર્યું. ગણિવર શ્રી રામવિજયજી સકલ સમુદાયના અધિપતિ આચાર્યદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ બની ગયા. પૂ. આચાર્યદેવ હાલમાં ઘણું પુણ્યશાળી આત્માઓને સન્માર્ગે વાળી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન આદિ તેઓશ્રીના મુખ્ય વિહારક્ષેત્રો છે. આ ઉપરાંત, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં પણ તેમણે ચાતુર્માસ કર્યા છે. વિ. સં. ૨૦૪૪માં ભરાયેલા મુનિસંમેલનના તેઓશ્રી સફળ સૂત્રધાર હતા. સમગ્ર શ્રીસંઘની એક્તાનું સંવર્ધન–પષણ કરવામાં તેઓશ્રીને અનન્ય ફાળે છે. એવા એ પૂજ્ય આચાર્યદેવ વર્તમાનમાં પણ ચારિત્રના કડક પાલનના આગ્રહી છે. આટલી ઉંમરે પણ જરા પણ શિથિલતાને સ્થાન નથી. મક્કમ મને બળ ધરાવતા પૂજ્યશ્રીજીનું જીવનક્વન અનેખું છે. એવા એ મહાન સૂરિવરને કેટિ કેટિ વંદના !
(સંકલન : ગુરુપાદરણ મુનિરાજ શ્રી રત્નચંદ્રવિજ્યજી મહારાજ તથા મુનિશ્રી જગચંદ્રવિજયજી મહારાજ ).
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org