________________
શાસનપ્રભાવક
રચનાઓ સાથે અભૂતપૂર્વ કાર્યક્રમ ને ધામધૂમથી આચાર્ય પદ-સમારેહ ઊજવા. સં. ૨૦૪૨ના ફાગણ સુદ બીજ ને બુધવાર કેટ શ્રીસંઘના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કરવા યોગ્ય બની રહ્યો. અને કેટ શ્રીસંઘના પરમ સૌભાગ્યે, તેમની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી, પૂજ્યશ્રી નમસ્કારમંત્રના તૃતીયપદે બિરાજિત થઈને પ્રથમ ચાતુર્માસ માટે કેટ પધાર્યા. એ સાથે આ ચોમાસામાં સેનામાં સુગંધની જેમ બીજે પણ એક ભવ્ય પ્રસંગ કેટ શ્રીસંઘના આંગણે ઊજવાયે; જેમાં પૂજ્યશ્રીએ સિદ્ધિતપની આરાધના કરી અને એ સાથે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા રૂપે ચતુવિધ સંઘ સાથે કુલ ૫૪ સિદ્ધિતપની સામુદાયિક આરાધના બૃહદ્ મુંબઈમાં અભૂતપૂર્વ થઈ આવી મહાન સામુદાયિક આરાધનાના ફળસ્વરૂપે કેટ શ્રીસંઘના જિનમંદિરમાં ગૌતમસ્વામીજી અને સુધર્માસ્વામીજીની ભવ્ય મૂતિઓની પ્રતિષ્ઠા સં. ૨૦૪રના શ્રાવણ વદ ૩ તા. ૨૨-૮-૮ના શુભ દિવસે ભવ્ય રીતે કરવામાં આવી
ત્યાર બાદ, સં. ૨૦૪૩ અને સં. ૨૦૪૪માં પ્રાર્થનાસમાજ અને અંધેરી (ઈસ્ટ)ના ચાતુર્માસ દરમિયાન ૧૨૪ અને ૮૧ સિદ્ધિતપની સામુદાયિક આરાધનાદિ તેમ જ અન્ય સ્થળે પ્રભુપ્રતિષ્ઠા, દીક્ષા પ્રદાન, ઉપધાનતપ અને અન્ય વિવિધ ધર્માનુષ્ઠાને યાદગાર રીતે પ્રવર્તાવ્યાં. બૃહદ્ મુંબઈમાં સતત સાત વર્ષ વિચરી અને શાસનપ્રભાવનાપૂર્વક અનેકવિધ કાર્યો યશસ્વી રીતે સુસંપન્ન બનાવી સં. ૨૦૪૫નું ચાતુર્માસ શ્રી સિદ્ધગિરિની શીતળ છાયામાં પાલીતાણા કર્યું. પૂજ્યશ્રીના જીવનમાં પાલીતાણાનું આ ચાતુર્માસ પ્રથમ જ હતું. પણ તેઓશ્રીની એજસ્વી અને તેજસ્વી પ્રતિભાના પરિણામે ચાતુર્માસની સામુદાયિક આરાધના, ઉપધાનતપ અને દાદાની સામૂહિક નવ્વાણું યાત્રા-આરાધના એવી અનુપમ રહી કે જોડાનાર વ્યક્તિ માટે જીવનનું સંસ્મરણીય સંભારણું બની ગયું !
- પૂજ્યશ્રીની આ વ્યક્તિગત તપશ્ચર્યાઓ અને જૈન સમાજગત વિશાળ પ્રભાવનાઓ સાથે, પરિવાર પરનું લક્ષ પણ ધ્યાનપાત્ર છે. પૂ. આચાર્યશ્રીના સંસારી પરિવારમાંથી સંયમી બનેલા મહાનુભાવોની યાદી જોતાં એ સિદ્ધ થશે :
(૧) આચાર્યશ્રી વિજયદેવસૂરિજી મહારાજ (વડીલ ભ્રાતા), (૨) મુનિરાજશ્રી યતીન્દ્રવિજ્યજી મહારાજ (લધુ ભ્રાતા), (૩) સ્વ. મુનિશ્રી મનકવિજયજી મહારાજ ( પિતાશ્રી). (૪) મુનિરાજશ્રી શીલગુણવિજયજી મહારાજ (ભાણેજ), (૫) મુનિરાજશ્રી પીયૂષભદ્રવિજયજી મહારાજ (ભાણેજના પુત્ર), (૬) સાધ્વીશ્રી ગીતયશાશ્રીજી (ભાણેજ) અને (૭) સાધ્વીશ્રી ચાર્યશાશ્રીજી (ભાણેજ ),
- પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં (૧) સુમધુર વક્તા વિદ્વાન પંન્યાસજી શ્રી વિમલભદ્રવિજ્યજી, (૨) મુનિરાજ શ્રી અનંતભદ્રવિજ્યજી, (૩) મુનિરાજ શ્રી પિયુષભદ્રવિજયજી આદિ મુખ્ય છે. સં. ૨૦૪પના ચાતુર્માસ દરમિયાન બૃહદ્ મુંબઈના શ્રીસંઘના સહયોગથી પાલીતાણું તખતગઢ ધર્મશાળામાં પ૨૫ આરાધકે એ પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રકારની તપશ્ચર્યા કરી સર્વત્ર આનંદમંગલ પ્રવર્તાવેલ.
(સંકલન : પૂ. પં. શ્રી વિમલભદ્રવિજ્યજી મહારાજ.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org