________________
શ્રમણભગવંતો-ર
૧૬૧
પછી પાલીતાણામાં જ ગુરુમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી મણિસાગર સૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૨૨ના મહા સુદ ૧૧ને બુધવારે ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. ત્યારે બાદ પૂજ્યશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ દરમિયાન શાસનનાં પ્રભાવક કાર્યો કર્યા, જેમાં ઉદ્યાન, પ્રતિષ્ઠા, ઉપધાન, છરી પાલિત સંઘ, દીક્ષા–મહોત્સવ આદિ અનેક ગણાવી શકાય. ગુજરાત, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, માળવા, રાજસ્થાન આદિ પ્રાંતમાં ગામેગામ વિચરી ઉત્તર ભારતના ખૂણે ખૂણે જેનશાસનને જયજયકાર પ્રવર્તાવ્યા. ઉપદેશવચને વડે માનવભવની દુર્લભતા સમજાવી. મેહનું વિષ ઉતારી, અનેકોને પ્રભુશાસનના રાગી બનાવ્યા. પિતાના કુટુંબમાંથી જ ૧૯
વ્યક્તિઓને દીક્ષિત કર્યા. આજે પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પ્રભાવક મુનિવર્યો તરીકે વિશાળ સંખ્યામાં વિચરી રહ્યા છે, જેમાં સંગઠ્ઠનમી આચાર્યશ્રી નિત્યદયસાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસશ્રી મહાશયસાગરજી મહારાજ, મધુર વક્તા પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી પુણ્યપાલસાગરજી મહારાજ, મુનિરાજશ્રી પ્રતિવર્ધનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી કાતિવર્ધનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી કલ્પવર્ધનસાગરજી મહારાજ, મુનિરાજશ્રી દિવ્યાનંદસાગરજી મહારાજ, મુનિરાજશ્રી ધર્મદીતિયશસાગરજી મહારાજ, મુનિરાજશ્રી અક્ષયરત્નસાગરજી મહારાજ, બાલમુનિશ્રી ધર્મયશસાગરજી મહારાજ, મુનિરાજ શ્રી ગુણચંદ્રસાગરજી મહારાજ, બાલમુનિ શ્રી પદ્મયશસાગરજી મહારાજ, મુનિરાજશ્રી પ્રશમચંદ્રસાગરજી મહારાજ, મુનિરાજશ્રી રવિચંદ્રસાગરજી મહારાજ આદિ મુખ્ય છે.
ખાવાન્ટી (રાજસ્થાન)માં અંજનશલાકા-પ્રતિષ્ઠા વખતે પૂ. ઉપાધ્યાયશ્રીને આચાર્ય પદવી આપવાની સૌને ભાવના હતી. તે વખતે ત્યાંના સંઘે અનેક પ્રયત્ન કર્યા, પણ સફળતા મળી નહીં. પૂજ્યશ્રી કેઈની વિનંતી સ્વીકારતા જ ન હતા. છેવટે, મુંબઈમાં શ્રી ગોડીજી ઉપાશ્રયમાં ચતુવિધ સંઘની ઉપસ્થિતિમાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અનુસાર પંન્યાસપ્રવર શ્રી રૈવતસાગરજી ગણિવર્ય (હાલ આચાર્યશ્રી)ના વરદ હસ્તે સં. ૨૦૩પના માગશર સુદ પાંચમે મહામહોત્સવ પૂર્વક આચાર્યપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ઋષિમંડલપૂજન, ચિદ્ધચક્રપૂજન, ચિંતામણિમહાપૂજન, વીસસ્થાનક મહાપૂજન, શાંતિસ્નાત્ર આદિ દસ દિવસનો ભવ્ય ઉત્સવ થયો હતો અને સાધર્મિક વાત્સલ્ય, રથયાત્રા આદિ
જવામાં આવ્યાં હતાં. પૂજ્યશ્રીનાં શાસનપ્રભાવનાનાં કાર્યોની યાદી તે અમાપ છે. પણ વિશેષ કરીને તેઓશ્રીની પ્રેરણાથી મુંબઈમાં ઠાકરદ્વાર ખાવબાવાડીમાં આદિજિન ઓશવાલ ટ્રસ્ટના ઉપક્રમે વિશાળ જગા ખરીદાઈ છે, જેમાં ધર્મશાળા, ભોજનશાળા આદિનું નિર્માણ થશે. ઉપરાંત, ખુડાલા (રાજસ્થાન), પીવાન્દી, કતરાસગઢ, ધ્રાંગધ્રા, કઢ, મુલુન્ડ, ભાંડુપ, અરિહંત ટાવર, પૂનમ પાર્ક આદિ સ્થળની યાદગાર પ્રતિષ્ઠાઓ–અંજનશલાકા મહોત્સવની ઉજવણી; પ્રાર્થના સમાજ, થાણા, પાયધુની આદિમાં ઉપધાન તપની મહાતપશ્ચર્યાઓ તેમ જ અનેક સંઘ અને દીક્ષા મહોત્સવ ઊજવાયા છે તે સર્વની પ્રેરણાના સાત તરીકે પૂજ્યશ્રી છે. એવા એ પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજને કેટિશઃ વંદન !
શ્રિ. ૨૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org