________________
શ્રમણભગવંતો-ર
૪૭૫
અનુભવ અને મંતવ્ય રજૂ કરી પાઠશાળાના વિકાસ-વિસ્તાર સાથે બાળકમાં રસરુચિ ખીલે, સુસંસ્કાર અને જ્ઞાનપ્રાપ્તિમાં વૃદ્ધિ થાય, તેમ જ વધુ ને વધુ બાળકો પાઠશાળામાં આવતાં થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી આ સંસ્થા ઉત્તરોત્તર વિકાસ સાધી રહી છે.
પૂજ્યશ્રીએ આ ઉપરાંત, મુંબઈ-કાંદીવલી-ઈરાની વાડીમાં નૂતન જિનમંદિરનું નિર્માણ, ઉપાશ્રય, પાઠશાળા, સંગીતમંડળ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં પ્રતિષ્ઠા અને દીક્ષા પ્રદાનના અનેક પુણ્યપ્રસંગો, છ'રીપાલિત યાત્રાસંઘ, વિવિધ અનુષ્ઠાને, ઉદ્યાપ વગેરે તેમ જ શાસનનાં અને શ્રીસંઘનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન થયાં છે. પૂજ્યશ્રીએ કોંકણ જેવા અણજાણ પ્રદેશમાં વિચરીને ધર્મવિહોણુ લોકમાં ધર્મનાં બીજ વાવ્યાં છે. નાનાંમોટાં અનેક ગામમાં પિતાનાં પ્રવચનો દ્વારા ઉત્સાહ પ્રગટાવી નૂતન જિનાલયે અને ઉપાશ્રયનું નિર્માણ કરાવવાનું ભગીરથ પુરુષાર્થ કરીને ભવ્યાતિભવ્ય શાસનપ્રભાવના કરી છે. આ પ્રદેશના માછીમારોમાં પણ પૂજ્યશ્રીએ ધર્મભાવના પ્રેરી છે. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂના રેડ-ખાપલી–શીલફાટા મુકામે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પૂજ્યશ્રીના ૪૨ વર્ષના દીક્ષા પર્યાયમાં અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. છ'રી પાલિત સંઘે નીકળ્યા છે, ઉજમણાં થયાં છે, ઉપાશ્રયે, આયંબિલશાળાઓ, પાઠશાળાઓ સ્થપાઈ છે. ઉપરાંત, સાધમિકેની ગુપ્તભક્તિ પૂજ્યશ્રીનું વિશેષ લક્ષણ છે. જ્યાં જ્યાં ચાતુર્માસ રહે ત્યાં ત્યાં મોટું ફંડ એકઠું કરવાની અને સાધર્મિક તેમ જ ગરીબોને સહાય કરવાની પ્રવૃત્તિઓ ચલાવે છે. વળી, અને કેને જાપ અને વાસક્ષેપ આપી સાંત્વન આપે છે. તેમ છતાં, યોગ અને ધ્યાન દ્વારા, તપ અને સંયમ દ્વારા આત્મસાધના અવિરત ચાલતી રહે તે તરફ પૂજ્યશ્રીનું લક્ષ સતત રહે છે. આત્મા તપ તપે, સંયમ પાળે, સકલ શાસ્ત્રનું અધ્યયન કરે, પરંતુ ધ્યાનમાં આગળ ન વધે ત્યાં સુધી માનસિક એકાગ્રતા આવવી મુશ્કેલ છે. પિતાના પરિચયમાં આવનાર વ્યક્તિ ધર્મશ્રદ્ધાળુ બને, નિર્વ્યસની બને, પવિત્ર જીવન જીવે, માનવજીવનની સાર્થકતાને પામે એવી એવી મંગલ મનોકામના સેવીને પૂજ્યશ્રી સહજપણે મહાનતા પ્રાપ્ત કરતાં શાસનકાર્યોમાં સદાય વિચરી રહ્યા છે. એવી એ વિરલ વિભૂતિને શત શત વંદના !
પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં શિષ્યો-મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ, મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી શીલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી વારિણવિજ્યજી મહારાજ અને પ્રશિ-મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ તથા મુનિશ્રી હરિણુવિજયજી મહારાજ આદિ છે.
TiN
[
e
0 -
A
nsla/em who e Se
तीर्थकर
देवनी
धर्म કેડાના
*
1
समक्ष
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org