________________
શ્રમણભગવંતો-ર
૩૭
જન્મ : સં. ૧૯૫૫ ફાગણ સુદ ૧૪, દીક્ષા : સં. ૧૯૮૮ માગશર સુદ ૩, પંન્યાસપદ : સં. ૨૦૨૩ કારતક વદ ૧૧ (પાટણ-ખેતરવસી) ઉપાધ્યાયપદ : સં. ૨૦૨૩ વૈશાખ સુદ ૫ (ટાણા), આચાર્યપદ : સં. ૨૦૨૯ માગશર સુદ ૨ (પાટણ) અને કાળધર્મ : સં. ૨૦૪૨ ચૈત્ર વદ ૮ (કેટ-મુંબઈ) એવા એ ઉગ્ર વિહારી આચાર્યભગવંતને કેટિ કેટિ વંદન !
પરમ શાસનપ્રભાવક માલવકેસરી પૂ. આચાર્યશ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ
ગૌરવવંતા ગુજરાતના સીમાડે શિખરબદ્ધ પ્રાચીન જિનમંદિર, પૌષધશાળાઓ આદિ ધર્મસ્થાનોથી અલંકૃત કુવાલા ગામમાં ધર્મનિષ સુશ્રાવક શ્રી ટીલચંદભાઈને ઘેર આદર્શ શીલમૂતિ પૂતળીબાઈની રત્નકુક્ષીએ ચરિત્રનાયકશ્રીને જન્મ થયે. માતાપિતાના લાડકોડમાં બાળપણ વિતાવી કુમારાવસ્થાએ પહોંચેલા ભાઈશ્રી જીવતલાલના મનમાં પિતાની જન્મભૂમિમાંથી જ સંયમ ગ્રહણ કરીને ડહેલાના ઉપાશ્રયની પાટ-પરંપરાને તેજસ્વી તારલા રૂપે પ્રસિદ્ધિ પામેલા પૂજ્ય પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની પાવન નિશ્રામાં ધાર્મિક અધ્યયન દ્વારા સંસ્કારે ગ્રહણ કરવાની તમન્ના જાગી. માતાપિતાની અનુમતિ લઈને ભાઈ જીવતલાલે કેટલાક સમય અભ્યાસ કરીને, ઘેર આવ્યા બાદ પૂર્વકૃત આરાધનાના પ્રભાવે તીવ્ર વૈરાગ્ય ભાવના જાગ્રત બનતાં સં. ૧૯૯૪ના માગશર સુદ ૧૦ના શુભ દિને પૂ. પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજના પાવન કરકમળથી રાજસ્થાનના સિરોહી જિલ્લાના પાડીવ ગામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, મુનિશ્રી જયંતવિજયજી નામે ઉઘેષિત થયા.
ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં જ્ઞાન ધ્યાનની સાધના સાથે અનેક તીર્થસ્થાનોની યાત્રા કરવાપૂર્વક સંયમજીવનનો આસ્વાદ લેતા વડીલ બંધુને જોઈ, ધર્મસંકાથી વાસિત પરિવારમાંથી બીજા ભાઈ નટવરને પણ સંયમ ગ્રહણ કરવાની ભાવના થઈ. તેમણે બે વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કરી, વડીલ બંધુ મુનિશ્રી જયંતવિજયજીની પ્રેરણાથી સંયમ ગ્રહણ કર્યા બાદ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય રૂપે મુનિશ્રી યશભદ્રવિજયજી બન્યા. દીપથી દીપ જલે’ એ ન્યાયે બબ્બે વડીલ બંધુઓને સંયમલક્ષ્મીને આનંદ લૂંટતા જોઈ, યથાનામ નાનાલાલને પણ દીક્ષાની ભાવના જાગી. પરિણામે સં. ૨૦૦૩ના વર્ષમાં ખંભાત મુકામે મુનિરાજ શ્રી જયંતવિજયજીની નિશ્રામાં ચાતુર્માસમાં ધાર્મિક શિક્ષણ મેળવી સં. ૨૦૦૪ના કારતક વદ ૭ને શુભ દિને માત્ર નવ વર્ષની કે મળ વયે નાનાલાલે પિતાના વડીલ બંધુને વરદ્ હસ્તે સંયમ સ્વીકારી બાલમુનિ શ્રી યતીન્દ્રવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. બાલમુનિને તીવ્ર પશમ હેવાને લીધે ચરિત્રનાયકશ્રીએ ઘણી ધગશથી તેમના અધ્યયનને મુખ્ય કાર્ય બનાવી થોડા જ સમયમાં બાલમુનિને વિદ્વાનની પંક્તિમાં મૂકી દીધા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org