________________
શ્રમણભગવંતો-૨
૩૬૫ આગમના અને તર્કની તાકાતથી જિજ્ઞાસુના જિગરમાં ઠસાવી દેવાની પ્રવચનકળા તેઓશ્રીમાં કેવી અજબ હતી એની કલ્પના તે એમનાં પ્રવચન અને એમની વાચનાને શ્રેતાવર્ગ જ કરી શકે તેમ છે. થાક્યાં-પાક્યાં અનેક પ્રવાસીઓ માટે વિસામે પૂરો પાડતાં પૂજ્યશ્રીએ સાધુતાના વિશાળ વડલાનાં મૂળ સમે સ્વાધ્યાયગુણ એ તે આત્મસાત્ કર્યો હતો કે, રાત્રે અગિયાર વાગ્યા સુધી સ્વાધ્યાય ર્યા વિના સંતોષ ન થતું. મોડી રાત સુધી આ રીતે જ્ઞાનાનુપ્રેક્ષા કર્યા છતાં સવારે ચાર વાગે ઊઠીને પુનઃ તેઓશ્રી સ્વાધ્યાયમગ્ન બની જતા. પૂજ્યશ્રીના જીવનમાં વણાયેલે ગુરુ-સમર્પણ ગુણ એક આદર્શ ખડો કરી જાય એવો હતો ! સમર્પણ એટલે સમર્પણ! ન તન પિતાનું, ન મન પિતાનું ! કે ન જીવન પિતાનું ! બધું જ ગુરુચરણે અર્પણ! આ મુદ્રાલેખને તેઓશ્રીએ જીવનના અંત સુધી કાળજાની કેરની જેમ જાળવીને, પથ્થર રેખની જેમ પાળી જાણે હતે. ગુરુને હૈયે વસાવવા, એ જ જ્યાં સહેલું નથી, ત્યાં પિતાના હૈયામાં ગુરુને વસાવી દઈ પોતે ગુરુના હૈયામાં વસી જવું એ તે સહેલું હોય જ ક્યાંથી ! છતાં દર્પણ સમા સ્વચ્છ સમર્પણથી તેઓશ્રી જેમ ગુરુને પિતાના હૈયે વસાવી શક્યા હતા, એમ પિતે પણ ગુરુહૈયે વસવામાં સફળ બન્યા હતા. તેઓશ્રીના જીવનનું આ એક પતું અને પ્રેરક પાસું હતું. સાધુતાના શિખરેથી વહી નીકળીને, સૂરિપદના વિશાળ પટમાં ફેલાઈને અંતે સમાધિમૃત્યુના સાગરમાં સમાઈ ગયેલી જીવનસરિતાને ગુરુકૃપાના બળે તેઓશ્રી એક તીર્થઘાટ જેવી પ્રતિષ્ઠા અપાવી શક્યા હતા. જાત માટે કઠોર બની જવા છતાં, આશ્રિત માટે અવસરે કમળ પણ બની જાણતા તેઓશ્રી “વઝા પટોળ મૃત્ન કુસુમાવ” એ સૂત્રને ચરિતાર્થ કરી શક્યા હતા. આ કઠોરતા-કમળતા એક એ અદૂભુત ચમત્કાર સરજી જતી કે, વિનાકો આશ્રિતની આરાધનામાં વેગ આવતો. સંયમ સુરક્ષા કાજેની જાગૃતિ, જ્ઞાનધ્યાન ને જયણ સિવાયની બીજી કઈ પ્રવૃત્તિમાં રસ ન લેવાની નિરીહતા, સંઘની નાની-મોટી પ્રત્યેક વ્યક્તિ પર સસ્મિત વદને ધર્મલાભસૂચક વાત્સલ્યવર્ષો, પરિચયમાં આવનાર જિજ્ઞાસુને ધર્મમાર્ગે આગળ વધતા કરવાની પરોપકારવૃત્તિ–આ અને આવી અનેક વિરલ વિશેષતાઓને એવો તે સંગમ હતા કે પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ પ્રવાસ કે નિવાસ કર્યો, ત્યાં ત્યાં પથરાયેલી એ ધર્મ સુવાસ હજી આજે ય સહુને માટે સ્મરણય, પૃહનીય અને નમનીય રહેવા પામી છે.
સંઘ, સમુદાય અને સમાજમાં સાધના અને સમતાભર્યા સ્વભાવ-પ્રભાવની સુવાસ સાડાચાર દાયકા સુધી ફેલાવી જનારા પૂ. આચાર્યશ્રી વિજિત મૃગાંકસૂરિજી મહારાજને જન્મ ગુજરાતમાં આવેલા માણેકપુર ગામમાં સં. ૧૯૬૧ના પિષ વદ ૧૩ના થયે હતે. માતા કુંવરબાઈ અને પિતા ફૂલચંદભાઈના “ફૂલ” સમા લાડકવાયાનું કે ભવ્ય ભાવિના એંધાણ રૂપે જ જાણે “માણેકભાઈ' નામ પાડ્યું. ૨૬ વર્ષની યુવાન વયે સંયમી બનીને એમણે “માણેક” નામને કામથી ઉજજવળ બનાવ્યું. દીક્ષાની દુંદુભિને નાદ સાંભળીને ઠેર ઠેર સંયમધર્મને આહલેક જગવનાર પૂ. શાસનપ્રભાવક આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ (ત્યારે પંન્યાસ)ના પ્રવચન અને પરિચયને પારસસ્પશ પામીને ધર્મરંગથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org