________________
૩૬૬
શાસનપ્રભાવક
અંગેઅંગમાં રંગાઈ ચૂકેલા માણેકભાઈ સ. ૧૯૮૭ના માગશર વદ ૯ને દિવસે સયમી અનીને મુનિરાજ શ્રી મૃગાંકવિજયજી મહારાજ નામે જાહેર થયા.
સલાગમ રહસ્યવેદી પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, સિદ્ધાંતમહેદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ( ત્યારે ઉપાધ્યાય ) અને પેાતાના પરમ ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ – આ શુરુ-ત્રિવેણીના અપૂર્વ કૃપાપાત્ર બનીને તેઓશ્રી જ્ઞાનાર્જન, ગુરુભક્તિ, વૈયાવચ્ચ આદિ અનેક ગુણાના યોગે સયમજીવનના સતે મુખી વિકાસ સાધવા માંડ્યા. વિકસતી યાગ્યતા જોઈ ને પૂ. ગુરુદેવોએ તેમને ગણિપન્યાસ પદ પર આરૂઢ કર્યો અને સં. ૨૦૨૯ના માગશર સુદ બીજના દિવસે મુંબઈ-શ્રીપાલનગરમાં પૂ. ગુરુદેવના વરદ હસ્તે આચાર્ય પદે પ્રતિષ્ઠિત કરાયા. આરાધના અને પ્રભાવનાના સ્વ–પર ઉપકારક ગુણૅ વડે પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજની જીવનનૈયા તરતી અને તારતી આગળ વધી રહી હતી, એમાં જીવનનાં છેલ્લાં વર્ષોમાં વ્યાધિઓના હુમલા થતા રહ્યા; છતાં વ્યાધિની ફૂંકાયેલી આંધીમાં સમાધિનું સુકાન સંભાળી રાખવામાં તેઓશ્રી એટલા સફળ બન્યા કે વ્યાધિની માત્રા કરતાં સમાધિની યાત્રા એથી ય વિશેષ વેગ પકડતી રહી. હસતાં હસતાં સહીને અને સહતાં સહતાં હસતા રહીને સ. ૨૦૩૨ના ફાગણ સુદ ૯ને દિવસે શ્રીપાલનગરમુંબઇમાં તેઓશ્રી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વ્યાખ્યાન-વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક તરીકે તેઓશ્રી એવું અદ્ભુત સાધક-પ્રભાવક તરીકે જીવન જીવી ગયા કે વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છતાં હજી આજે ય એ મહાપુરુષની સ્મૃતિ ગુરુ-સમર્પિતતાની દીવાદાંડી બનીને અનેકને સંયમસાધનાને રાહ બતાવી રહી છે. ચારિત્રથી પવિત્ર પૂજ્યશ્રીના ચરણારવિંદમાં જેટલી વંદનાંજિલ અર્પણ કરીએ એટલી ઓછી જ રહેવાની ! માટે એની આગળ અગણિત ' વિશેષણની વૃદ્ધિ કરીને આપણે સૌ મસ્તક નમાવીએ ! અનંત વંદન એ તારકના પાદપદ્મમાં !
*
"
ખાલવાના ધ દાતા, બાલબ્રહ્મચારી • માલવદેશે સમ સંરક્ષક ’ પૂ. આચાર્યશ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ
સકલાગમ રહસ્યવેદી પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટરત્ન સિદ્ધાંતમહાદધિ પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પ્રશાંતમૂતિ આચાર્ય શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલ`કાર માલવદેશે સત્ક્રમ સંરક્ષક, નીડર વક્તા, સરળ સ્વભાવી પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ એક વીરપ્રભુના શાસનના મંત્રીશ્વર સમાન છે. અનંતાનંત તીર્થંકર પરમાત્માનાં પાંચેય કલ્યાણકોથી પવિત્ર શાશ્વત જૈન ચૈત્યેા અને જિનપ્રતિમાથી વિભૂષિત, અનાદિઅનંત શાશ્વત મેરુપર્યંતથી ભૂષિત જ બૂઢીપના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org