________________
શાસનપ્રભાવક
સં. ૨૦૩૨ના આસો માસમાં અમદાવાદ કાળુપુરમાં શ્રી વિજયદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
તેઓશ્રીના અદ્ભુત વૈરાગ્યથી પ્રેરણા પામીને વૈરાગ્યવાસિત થયેલા નાનાભાઈ મુક્તિલાલ સં. ૧૯૮૯માં તથા વચેટ ભાઈ કાંતિલાલ સં. ૧૯૯૧માં દીક્ષિત થયા અને ક્રમે ક્રમે ગણિ– પન્યાસ-આચાર્યપદે આરૂઢ થઈને પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે અનેક ભવ્યાત્માઓના માર્ગદર્શક બની, સં. ૨૦૩૮માં તથા સં. ૨૦૪૨માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામી સમતાને આદર્શ આપી ગયા. ત્રણે આચાર્યદેવે એક જ માતાપિતાના સુપુત્રો, એક જ ધમનાયક શ્રી ગુરુભગવંત પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રજિત બની, એક જ શાસનધેરી આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકારપદને દીપાવી ગયા. જન્મથી જન્મભૂમિ અને માતાપિતાને, જીવનથી અનેક ભવ્યાત્માઓને અને મૃત્યુમાંગલ્યથી સ્વ–આત્માને ધન્ય બનાવી ગયા! તપ, ત્યાગ અને તિતિક્ષાને ત્રિભેટે રત્નત્રયીની ઉજજવળ આરાધના કરી આમોન્નતિના પગથારે જન્મજન્માન્તરે પણ માત્ર એક્ષલક્ષી મુક્તિમાર્ગના બનેલા મુસાફર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમલયચંદ્રસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના !
પ્રશમરસપયનધિ-પરમારાધ્યાપાર પૂ. આચાર્ય શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજ
| ફૂલનાં જીવનચરિત્ર લખવાં પડતાં નથી, કે ફૂલની યાદમાં કઈ સ્મૃતિમંદિર બનાવવું પડતું નથી! ફેલાતી જતી ફેરમ જ ફૂલનું જીવન-દર્શન અને સ્મૃતિમંદિર બની જતું હોય છે. કેટલીક વ્યક્તિએ ફૂલ જેવી હોય છે અને એનાં જીવન ફેરમ જેવાં હોય છે. આવા અનુપમ જીવનને જીવી જાણનારા સંયમસાધક, પ્રશમરસ-પાનિધિ પૂજ્ય આચાર્યશ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનું વ્યક્તિત્વ આ સત્યની સાખ પૂરે એવું છે. સરસ્વતી, સંયમ અને સમત્વના ત્રિવેણુતીરે ઊગીને ઊછરેલું એ વ્યક્તિત્વ એટલે જ જાણે સાધનાની સુવાસથી મઘમઘતા ગુણોના ગુલાબ સમું ભર્યુંભર્યું જીવન ! તપ, ત્યાગ, તિતિક્ષા, ગુરુસમર્પણ, વાત્સલ્ય, ગભીરતા, નિઃસ્પૃહતા, સ્વાધ્યાય-પ્રેમ, આશ્રિતની અનેખી સંયમકાળજી, ક્રિયારુચિ, નિરભિમાનીતા, સમતા, સૌજન્ય, સરળતા, બાહ્ય પ્રવૃત્તિથી પરામુખતા આદિ અનેકાનેક ગુણના ગુલાબથી મઘમઘતા જીવનના એ ઉપવનની સુવાસ માણવા જેવી છે. એ સુવાસ જ એવી છે કે, ત્યાં પ્રવાસ-નિવાસ કરવાનું મન થયા વિના ન રહે! સાધુતા અને સરસ્વતીના સંગમથી એપતું તેઓશ્રીનું જીવન કંઈ જીવને માટે પ્રેરણાના ધામ સમું હતું. આચાર અને વિચારના બે કિનારા વચ્ચે વહેતી એ જીવનસરિતાએ ઠેર ઠેર અણમોલ ધર્મમોલ સર હતો. અને એથી કંઈજીનાં હૈયાં પર હરિયાળી હસી ઊકી હતી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org