________________
શ્રમણભગવંતોર
૩૭૧ સાગણમાં મર્યાદા અને સંયમશુદ્ધિના આગ્રહી, કર્મ સાહિત્યના જ્ઞાત
પૂ. આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ
પરમ ગુરુભગવંત શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની વાત્સલ્યસભર દ્રષ્ટિએ અનેક પુણ્યાત્માઓને પ્રત્રજ્યાના પાવનકારી પંથે પ્રયાણ કરવા સજજ કર્યા, તેમાં રાજનગરના હીરાલાલ પણ હતા. સં. ૧૯૫૨માં જન્મેલા હીરાભાઈ આરાધનામય જીવન જીવતા અને શ્રુતજ્ઞાનનું કામ કરતા. એમાં જ એમની વૈરાગ્યભાવના દઢ થતી ચાલી. સં. ૧૯૮૮ના વૈશાખ સુદ ૭ને શુભ દિને અમદાવાદમાં ગાંભીર્યાદિગુણનિધિ પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યમેઘસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી હેમરત્નવિજયજી મહારાજ બન્યા. જ્ઞાન-ધ્યાન-ગુરુસેવાથી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિ પામેલા પૂજ્યશ્રી સમુદાયમાં મુનિરત્નના રક્ષક બની રહ્યા. સમુદાયમાં શિસ્ત માટે સતત જાગૃતિ રાખતા રહ્યા. સ્વાધ્યાય અને જીવરક્ષાના ઊંડા અભ્યાસને લીધે પૂજવા–પ્રમાજવા વિષે ખૂબ જ કાળજીવાળા બન્યા.
પૂજ્યશ્રીની યોગ્યતા જોઈ વાત્સલ્યસિંધુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૧૫માં, સુરેન્દ્રનગરમાં ગણિપંન્યાસપદ અને સં. ૨૦૨હ્ના માગશર સુદ બીજને દિવસે અમદાવાદમાં સુવિશાળ ગચ્છાધિપતિ વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ સાથે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યારથી તેઓશ્રી આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીના શિષ્ય પરિવારમાં હાલ પૂ. આ. શ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરિજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરિજી મહારાજ આદિ વિદ્વાન મુનિવરે શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેમાં પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ, કે જેઓ પૂ. આચાર્યભગવંત શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજ દ્વારા પ્રેરિત કર્મસાહિત્ય વિષયક ગ્રંથરચનાની મૂળ પ્રાકૃત ગાથાઓના મુખ્યતયા રચયિતા તરીકે સુપ્રસિદ્ધ છે. પૂજ્યશ્રી સ્વભાવે કડક, ચારિત્રના આગ્રહી, સ્વાધ્યાયરસિક સાધુવર હતા. પૂ. ગુરુદેવશ્રીની વિદ્યમાનતામાં તેઓશ્રી સાથે વિચરતા રહ્યા. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ પછી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિચરી શાસનપ્રભાવના કરતા રહ્યા. દેહની અસ્વસ્થતા સમયે પણ સમતા સાધી અખંડ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા એ શાસનરક્ષક, સ્વાધ્યાયરસિક વિદ્વાનને અંત:કરણપૂર્વક ભાવભરી વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org