________________
શાસનપ્રભાવક
હિ'મતલાલ દસાડીયાને ત્યાં રહેવા આવ્યા. ત્યાં રૂ બજારમાં નોકરીએ જોડાતાં ખંભાતનિવાસી નગીનદાસભાઈના સમાગમમાં આવ્યા. તેમણે એ સમયમાં નવપદની ઓળીની આરાધના કરી. ખંભાતનવાસી નગીનભાઈ એ ત્યારે કહ્યું કે, ‘તારે એળી છે તેા મારી સાથે પ્રતિક્રમણ માટે લાલબાગ ચાલ. ' ત્યાં જતાં રમણીકને પૂ. મુનિશ્રી હેમવિજયજી મહારાજના સંપર્ક થા. અધેરીમાં પૂ. શ્રી રામવિજયજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરી. વયની વૃદ્ધિ સાથે સાધુવના સત્સ'ગ પણ વધવા લાગ્યા અને રમણીકલાલ વધુ ને વધુ ધ રંગે ર'ગાવા લાગ્યા. એવામાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પોતાના શિષ્યસમુદાય સહિત સં. ૧૯૮૫માં લાલબાગ–મુંબઈ પધાર્યા હતા. પૂ. મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજની પ્રખર ધવાણીએ અનેક ભવ્યાત્માએ સ ંયમમાગે સંચરવા સજ્જ બન્યા, જેમાં રમણીકલાલ પણ હતા. પૂ. મુનિરાજ શ્રી જમૂવિજયજી મહારાજના વિશેષ પરિચયથી વિરાગની ધરા પર પદાપ`ણુ કરવા કટિબદ્ધ અન્યા, અને જન્મભૂમિ રાધનપુરમાં સ. ૧૯૮૮ના માગશર સુદ ૯ને દિવસે પૂ. આ. શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં રમણીકલાલ અને રાધનપુરના જ વતની જીવત લાલની દીક્ષા થઇ, અને બંનેને પૂ. મુનિવર્ય શ્રી જંબૂવિજયજી મહારાજના શિષ્યેા બનાવી મુનિ શ્રી રૈવતવિજયજી અને મુનિ શ્રી જયવિજયજી નામે જાહેર કર્યાં.
૩૭૦
ગુરુસુશ્રષાને પ્રાધાન્ય આપી મુનિ શ્રી રૈવતવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનમાં સતત પ્રગતિ કરતા રહ્યા. જ્યાતિષ વિષયમાં વિશેષ પારંગત થઈ જ્ગ્યાતિવિદ તરીકે પ્રખ્યાત થયા. તેઓશ્રીનાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા વગેરેનાં શુભ મુહૂર્તો નિર્ણયાત્મક ગણાતાં. પૂજ્યશ્રીને સ. ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં ગણિ—પંન્યાસપદે અને સ. ૨૦૨૯માં ધુલિયા ( ખાનદેશ )માં આચાર્ય પદે અલંકૃત કરવામાં આવ્યા. પૂ. આચાર્ય શ્રી વિજયરૈવતસૂરિજી મહારાજ શાસ્ત્ર સિદ્ધાંતના ઊંડા જાણકાર હતા, તેમ મહાન તપસ્વી પણુ હતા. તેઓશ્રીએ ૫૧ ઉપવાસ, ૪૫ ઉપવાસ અને માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. શ્રી સૂરિમ‘ત્ર વગેરે ધ્યાન જાપ અને સ્વાધ્યાય વગેરેની સાધના પણ ઉત્કૃષ્ટ રીતે કરી હતી. સરળ સ્વભાવ અને સેવાભાવથી તેઓશ્રી છેક સુધી ગુરુસેવામાં નિમગ્ન રહ્યા હતા. પૂ. ગુરુદેવશ્રીના ચિર વિરહ પછી પૂ. આ. શ્રી વિજયવધ માનસૂરીશ્વરજીની સાથે રહ્યા. સં. ૨૦૪૪ના માગશર વદ ૩ને શુક્રવારે ડભોઇ મુકામે લકવાના વ્યાધિ લાગુ પડયો ત્યાં સુધી ગુરુદેવ અને ગુરુબ એની સાથે અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કરતા રહ્યા. અશાતાના ઉદયને સમભાવે સહવાનું બળ પામી પૂજ્યશ્રી સં. ૨૦૪૪ના ૯ને દિવસે ભાઇમાં, ૭૬ વર્ષની વયે, ૫૫ વષઁના સુદીર્ઘ દીક્ષાપર્યાય પાળી સમાધિપૂર્ણાંક સ્વગ વાસ પામ્યા. જ્ઞાન અને તપના પ્રભાવે અવિરામ શાસનપ્રભાવના કરી જનારા એ સૂરિદેવને અંતરની કોટિ કોટિ વંદ્મના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org