________________
શ્રમણભગવંતો-૨
૨૮૫ મને મન પિતાનું જીવન પૂ. ગુરુદેવશ્રીને ચરણે ધરી દેવાને નિર્ણય કર્યો. પૂ. આત્મારામજી મહારાજે પણ વિશાળ દૃષ્ટિ, માનવતાભર્યું હદય, સદ્ગુણપ્રાપ્તિ પ્રત્યેને સતત અભિગમ, અગાધ શાસ્ત્રજ્ઞાન, જિનશાસનની અને જૈનસાહિત્યની સેવા કરવાની ધગશ અને સમર્થ શિષ્યવૃંદ દ્વારા લગભગ ત્રણ દાયકા સુધી જૈનધર્મીઓમાં અપૂર્વ ગૃતિનાં પૂર આણ્યાં. એવા પૂ. આત્મારામજી મહારાજે પ્રવચન પૂરું કરીને જોયું તે એક બાળક સૌના ગયા પછી પણ એકલે બેસી રહ્યો હતે. આચાર્યશ્રીએ તેને પૂછયું, “હે વત્સ! તું કેમ હજી અહીં બેઠે છે? તારે શું કામ છે? શું તારે ધનાદિની જરૂર છે?”
કિશેરે હકારમાં જવાબ આપે. આચાર્યશ્રીએ પૂછયું, “કેટલું ધન જોઈએ?” બાળકે કહ્યું, “ઘણું. કેઈ દિવસ ન ખૂટે એવું. આપની પાસે છે તેવું અને તેટલું
આ સાંભળીને આચાર્ય શ્રી અતિ પ્રસન્ન થઈ ગયા. તેઓશ્રીની કલ્પના હતી કે બાળક તેજસ્વી છે, તે સાચી પડી. કિશેરે ગુરુદેવ પાસે દીક્ષાની માંગણી કરી. તે આશા યથાસમયે પરિપૂર્ણ થશે એવું આશ્વાસન આપી ગુરુદેવ વિદાય થયા. સં. ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ રાધનપુરમાં ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનેની સંમતિ મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી હર્ષવિજ્યજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદાગુરુએ નામ આપ્યું મુનિશ્રી વલ્લભ વિજયજી. સંયમપંથના પ્રવાસીના લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું.
સં. ૧૯૪૩માં રાધનપુર, સં. ૧૯૪૪માં મહેસાણા, સં. ૧૯૪પમાં પાલીમાં – એમ પહેલા ત્રણ ચાતુર્માસમાં મુનિજીવનમાં સંયમની સાધના–આરાધના અને જપ-તપ વગેરે વિવિધ ક્રિયાઓમાં મુનિશ્રી વલ્લભવિજ્યજી સ્થિર થતા ગયા. બીજી બાજુ “ભાઈજી મહારાજ”ના માનભર્યા નામથી ઓળખાતા પિતાના ગુરુ પાસે ધીમે ધીમે વિવિધ શાનું અવગાહન પણ કરતા ગયા. આ સમય દરમિયાન મુનિશ્રીને બે બાજુ ખેંચાણ રહેતું હતું. દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજ તે પહેલા પ્રવચનથી જ હૃદયસિંહાસને બિરાજમાન હતા, પણ સાથે સાથે દીક્ષાગુરુ શ્રી હર્ષ વિજયજી મહારાજની તબિયત નાજુક રહેતી હોવાથી તેઓશ્રીની સેવામાં રહેવાની અગત્યતા હતી. જ્ઞાનવૃદ્ધિ મોડી થશે તે ચાલશે, પણ ગુરુદેવની સેવામાં કોઈ ખામી ન આવવી જોઈએ, એમ માનનાર વલ્લભવિજય ખડે પગે ગુરુસેવામાં રહી પિતાના આંતરમળને સાફ કરતા રહ્યા. સં. ૧૯૪૬માં ગુરુજી સાથે ચોમાસું દિલ્હીમાં કર્યું. દરમિયાન દાદાગુરુજીનું માસું અંબાલામાં હતું. સમસ્ત સંઘ અને મુનિઓએ શ્રી હર્ષવિજયજી મહારાજની સેવામાં કચાશ રાખી ન હતી, તે પણ બિમારી અસાધ્ય બની અને સં. ૧૯૪૬ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે કાળધર્મ પામ્યા. મુનિ શ્રી વલ્લભવિજયજીના ઉદાસ મનને દાદાગુરુદેવ સિવાય ક્યાંય સાંત્વન મળે તેમ ન હતું. પિતાના બે ગુરુબંધુઓ સાથે દિલ્હી સંઘની વિદાય લઈ પ્રયાણ કર્યું. દાદાગુરુનાં ચરણમાં અશ્રુથી દુઃખ વહાવ્યું. પૂ. દાદાગુરુએ સાંત્વના આપી “વલ્લભ’ને હૂંફથી ભરી દીધો.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org