________________
૩૨૦
શાસનપ્રભાવક
કાનજીભાઈને બચપણથી આ ધર્મસંસ્કારને વારસો મળ્યો હતે. સરળતા, સુશીલતા, વિનમ્રતા, વિકશીલતા, ન્યાયપ્રીતિ, કાર્યકુશળતા, સંતોષ જેવા સગુણ એમના જીવન સાથે નાનપણથી જ વણાઈ ગયા હતા. કાનજીભાઈનાં વાણીવર્તનમાં આવા ગુણિયલપણાને સૌને સહજપણે અનુભવ થતું. એમાં જાણે એમને ભવિતવ્યતાગ વિશેષ મંગલમય બનવાને હોય એમ, એમને સંયમ–ત્યાગ-વૈરાગ્યના અવતાર સમા પરમ પૂ. સાધ્વીજી મહારાજ શ્રી આણંદશ્રીજી મહારાજના સત્સંગનું અનેરું બળ મળ્યું અને એ સંપર્કને પરિણામે એક બાજુ એમનું ચિત્ત ધાર્મિક અભ્યાસ તરફ વળી ગયું અને બીજી બાજુ અંતરમાં સંયમમાર્ગને સ્વીકાર કરવાના સર્વ કલ્યાણકારી બીજનું પણ થયું.
પછી તે જાણે વૈરાગ્યભાવનાએ એમના હૃદયને વશ કરી લીધું હોય એમ, દિવસરાત સંસારનો ત્યાગ કરીને સંયમમાર્ગને સ્વીકાર કરવાની ઝંખના જ એમના મેરેમમાં ધબકવા લાગી અને સમય જતાં, આ ઝંખના એવી તીવ્ર બની ગઈ કે, પિતાના કુટુંબીજને પિતાના લગ્નને લ્હાવો લેવાની વાત ઊભી કરીને પિતાને સંસારના બંધનમાં જકડી ન દે એટલા માટે, એમણે પવિત્ર સિદ્ધગિરિ મહાતીર્થમાં ચેથા વ્રતની-બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી. આ પ્રતિજ્ઞા લઈને તેઓ સંસારમાં પડવાના ભયથી હંમેશને માટે મુક્ત થઈ ગયા હતા. એમનું આ પગલું મુક્તિમાર્ગના પ્રવાસીને શોભે એવું હતું. સં. ૧૫૮ની એ સાલ હતી. કાનજીભાઈ ૧૯ વર્ષની વયે, યૌવનને ઉંબરે પગ મૂકી ચૂક્યા હતા. ઊગતી જુવાનીએ આજીવન બ્રહ્મચર્યવ્રતના સ્વીકારનું કાનજીભાઈનું આ પુણ્ય પગલું ઘરસંસારના બંધનમાંથી વહેલામાં વહેલા મુક્ત થવા માટે “પાણી પહેલાં પાળ બાંધવા” જેવું દૂરંદેશીભર્યું હતું. એથી કુટુંબીજનેની ઈચ્છાઓ પર એક પ્રકારનું પાકું નિયંત્રણ આવી ગયું હતું. સર્વ સગાંવહાલાંને એ સમજાઈ ગયું હતું કે કાનજી હવે સંસારમાં વધુ સમય રહે એ બનવાજોગ નથી. કાનજીભાઈ તે હવે એ અવસરની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પિતાના ત્યાગ-વૈરાગ્યના સ્વીકારના મરથ પૂર્ણ થાય. પણ “ઉતાવળે આંબા ન પાકે ” એ શિખામણ મુજબ, એ ઘડી પાકે એ માટે રાહ જોવાની ધીરજ રાખી અને એના પરિણામે, એમના વડીલે એ દીક્ષા માટેની અનુમતિ સહર્ષ આપી દીધી. એટલે બ્રહ્મચર્યનું વ્રત સ્વીકાર્યા બાદ ચાર જ વર્ષે, ૨૩ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૨ના માગશર માસની પૂનમને દિવસે, ભીમાસર નગરમાં, મહાન પ્રતાપી પૂ. જીતવિજ્યજી દાદાના વરદ હસ્તે કાનજીભાઈ દીક્ષિત થયા, ત્યાગ–વૈરાગ્યસંયમના આજીવન ભેખધારી વસ્ત્રોથી શોભી ઊઠ્યા. એ દયે ભલભલાનાં અંતરને લાગણીભીનાં અને નેત્રને અભીનાં બનાવી દીધાં. એમનું નામ મુનિ કતિવિજ્યજી રાખવામાં આવ્યું અને એમના સંસારપણે કાકા–પૂ. મુનિવર શ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. - મુનિશ્રી કીતિવિજયજીનું ચિત્ત જેમ ભૂખ્યા માનવીને ભેજન મળે અને આહૂલાદ અને આનંદ થાય તે જ આનંદ વીતરાગને માર્ગ પ્રાપ્ત થતાં અનુભવી રહ્યું અને તેઓશ્રી ગુરુસેવામાં અને દર્શન-જ્ઞાન-ચારિત્રની રત્નત્રયીની આરાધનામાં એવા એકાગ્ર બની ગયા કે જેથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org