________________
શ્રમણભગવંતે
મહા સુદ પાંચમે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને પંન્યાસપદથી અલંકૃત કર્યા, તથા સં. ૨૦૨૯માં મુંબઈ-ગોરેગાંવ શ્રીસંઘ તથા અન્ય શ્રીસંઘ તથા અન્ય શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી માગશર સુદ બીજે જવાહરનગરમાં તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા.
બાંધવબેલડીની પ્રશસ્ય પ્રભાવના : પૂર્વોપાર્જિત આયુષ્ય ભોગવાનું તે પ્રત્યેક મનુષ્ય માટે સ્વાભાવિક છે, પણ બહુ ઓછા મનુષ્ય માનવજીવનને સફળ બનાવી શકે છે. સફળ જીવન જીવી જનારા મનુષ્ય જ મહાપુરુષે છે. મહાપુરુષોનાં ચરિત્ર ચિત્તને ચમત્કાર પમાડનાર, મનને મગ્ન કરનારા અને હૈયાને આહૂલાદિત કરનારું હોય છે. વિક્રમની વીસમી સદીમાં અનેક મહાપુરુષે જૈનશાસનને દીપાવી ગયા, આજે પણ અજવાળી રહ્યા છે, તેમાં એક અતિ પ્રસિદ્ધ નામ છે. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પણ સૂર્ય સાથે ચંદ્ર યાદ આવે જ, રામ સાથે લક્ષમણ સ્મરણપટ પર પ્રગટ થયા વિના ન રહે, તેમ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના નામ સાથે પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજનું નામ પણ યાદ આવ્યા વિના રહે નહીં. કેવળ એટલે જ નહિ કે તેઓશ્રી સંસારીપણે ભાઈઓ હતાપરંતુ આજ સુધી અનેક મહાન શાસનકાર્યોમાં બંનેના પરસ્પરના પ્રગાઢ અને જુદી જ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, તેથી આ બાંધવબેલડીને નેહ પ્રશસ્ય અને આદર્શરૂપ બની ગયું છે! આ બાંધવબેલડીના જ્ઞાનધ્યાન અને તપત્યાગને પ્રભાવે જૈનધર્મને સૂર્ય પૂર્ણ કળાએ ખીલી ઊડ્યો. તેઓશ્રી જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં જોતજોતામાં સૌનાં દિલ જીતી લે. તેઓશ્રીની વિદ્વત્તાથી વિદ્વાને અંજાઈ જતા. અનેક સંઘમાં જાહેરજલાલીભર્યા માસાં કરી આરાધનાઓની રેલમછેલ વરસાવી છે, હજારોનાં જીવનમાં વ્રત-પચ્ચકખાણ-તપત્યાગની રંગેળી પૂરી છે. હિંગનઘાટ, પૂના સીટી, પુના–આદિનાથ સંસાયટી, દોંડ (બારામતી), વાઈ (મહાબલેશ્વર), મુંબઈ-મરીન ડ્રાઈવ વગેરે અનેક સ્થળોએ અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી છે. આ ઉપરાંત, પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજની અંતિમ ભાવનાને સાકાર કરવા માટે આ બાંધવબેલડીએ મુંબઈમાં ૧૦૮ શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં પ્રતીક રૂપે ૧૦૮ શ્રી પાર્શ્વનાથ સામૂહિક મહામંદિરનો ઉપદેશ આપ્યો. પ્રભુભક્તોએ તેઓશ્રીને આદેશ ઝીલી લીધા અને શ્રી શખેશ્વર મહાતીર્થમાં ૮૪૦૦૦ ચિ. ફૂટના વિસ્તારમાં વિશ્વભરનું અજોડ એવું વિશાળ જિનાલય નિર્માણ પામ્યું.
તેઓશ્રીના વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી જૈનશાસનની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. પૂજ્યશ્રીના શિષ્યમાં ૧. પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ૨. પૂ. પં. શ્રી અરુણવિજયજી ગણિ, ૩. પૂ. પં. શ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ, ૪. મુનિશ્રી વિદ્યાચંદ્રવિજ્યજી મહારાજ મુખ્ય છે. અને પ્રશિષ્યમાં મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી ચંદ્રશેખરવિજ્યજી મહારાજ, મુનિશ્રી ભદ્રસેનવિજયજી, મુનિશ્રી જયચંદ્રવિજ્યજી મહારાજ, મુનિશ્રી હરિ વિજયજી મહારાજ, મુનિશ્રી ધનપાલવિયજી મહારાજ, મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી હેમંતવિજ્યજી મહારાજ, મુનિશ્રી શીલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજ આદિ છે. પૂજ્યશ્રીના શિપ્રશિષ્ય વિદ્વાન, વ્યાખ્યાનકાર અને શાસનપ્રભાવક બન્યા છે. પૂ. આ. શ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org