________________
શ્રમણભગવંતો-ર
૧૬૫
શત્રુંજયની નવ્વાણું યાત્રા બે વખત છઠ્ઠ કરીને સાત યાત્રા બે વખત સાત છઠું અને બે અઠ્ઠમ વગેરે તપશ્ચર્યાપૂર્વક કરી છે. વળી, પૂ. આચાર્ય ભગવંતે અનેક પ્રકારની શાસનપ્રભાવના કરીને જિનશાસનને ડંકે વગાડ્યો છે. તેઓશ્રીના સંસારી કુટુંબના ૩૯ સભ્ય દીક્ષિત થયા છે. પૂજ્યશ્રી અનેક શિષ્ય-પ્રશિષ્ય ધરાવે છે અને શાસનને જયજયકાર પ્રવર્તાવે છે. એવા એ કમલેગી તપસ્વી આચાર્યદેવને કેટિશઃ વંદન !
આજન્મ સંયમ આરાધક; આજીવન જ્ઞાન આરાધક પ્રકાંડ પંડિત
સૌમ્ય–શાંત-સરળ-વાત્સલ્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ
સં. ૧૯૮૧ના ફાગણ સુદ દ્વાદશીને દિવસે સંસારના ઉપવનમાં એક કેસરી કેસરપુષ્પ ખીલ્યું. પૃથ્વી ચોમેર કેસૂડાનાં પુષ્પથી શેભી રહી હતી, ત્યારે જ આ પુષ્પ પિતાના પરિવારમાં અનુપમ શોભી રહ્યું. તેમના મુખ પર દાદાશ્રી સોમાભાઈની સૌમ્ય પ્રભા, તેમના દેહમાં દાદીમાં માણેકનું લાલિત્ય, તેમના ભાલ પર પિતા ચંદુભાઈની ચંદ્ર-શી આભા, તેમના વ્યક્તિત્વમાં માતા ચંદનની સૌરભ, તેમની મેધામાં કાકાશ્રી કાંતિભાઈની તેજસ્વિતા અને તેમના સ્વભાવમાં ફઈબા ધીરજના ધીરજ અને ઉદારતાના અનુપમ ગુણે દીપી રહ્યા અને યથાનામગુણ હસમુખ માતાપિતા અને પરિવારના ધાર્મિક સંસ્કાર વચ્ચે ઊછરવા લાગ્યા. બાળક હસમુખ પૂર્વ ભવના સંસ્કાર લઈને જમ્યા હતા. નાનપણમાં રડતાં તે નવકારમંત્ર સાંભળવાથી ચૂપ થઈ જતા. ભગવાનનાં હાલરડાં અને સ્તવને ગાય તે સૂઈ જતા. રમકડાંને બદલે ભગવાનના ફેટોગ્રાફથી રમતા. કુદરતી રીતે રાત્રે કદી સ્તનપાન કર્યું ન હતું. બાળકના જન્મ સમયે જ માતાપિતાએ ચતુર્થવ્રતનાં પચ્ચખાણ કર્યા, ને બાળક સાથે બંનેએ સંયમ સ્વીકારવાને નિર્ધાર કર્યો. બાળક હસમુખને નાનપણથી જ ધર્મક્રિયાઓમાં ખૂબ રસ પડવા માંડ્યો. પૂજા ભણવા-ભણાવવામાં રસ લેવા માંડ્યા. સરખેસરખાં બાળકને એકઠાં કરીને ડામચિયા પર બેસીને આચાર્ય બને અને દુર રાગાદિ તૂટી-ફૂટી ભાષામાં વ્યાખ્યાન આપે. સંસાર શું છે તે તરફ લક્ષ જ નહીં. પહેલેથી જ દીક્ષા લેવાની ભાવના સેવ્યા કરે. માતાપિતાથી છાનાં છાનાં ભાવતી વસ્તુઓની બાધા રાખે. જાતે લોન્ચ કરી લે. આ સર્વ ક્રિયાઓ દ્વારા એ સિદ્ધ થઈ ગયું કે નાનકડો હસમુખ જિનશાસનની મહાન પ્રભાવના માટે જ અવતર્યો છે. નહિતર, છએક વર્ષના બાળકને દીક્ષા લેવાની ભાવના કયાંથી જન્મે ?!
એવામાં સં. ૧૯૮૭માં માતાપિતા અને પુત્રની ત્રિપુટી શત્રુંજય તીર્થની યાત્રા કરવા પધારે છે. ધર્મસંસ્કારોના અદ્ભુત સંચયના બળે ત્રણે અષાઢ સુદ પંચમીના શુભ દિને દીક્ષા ગ્રહણ કરે છે. ઝરમર મેઘવર્ષ દેવકૃપા વર્ષાવી આનંદ વ્યક્ત કરે છે. હસમુખભાઈની વય સાડા છ વર્ષની હતી. તેઓશ્રી નવા નકોર વેતવમાં બાલસૂર્ય સમા પ્રકાશી રહ્યા! એ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org