________________
બમણુભગવંતે
૬૨૧
પૂ. મુનિરાજશ્રી એક આદર્શ સ્વપ્નદ્રષ્ટા હતા. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનમંદિરનું નિર્માણ, ધાર્મિક પાઠશાળા, કન્યા છાત્રાલય, બાલમંદિર, જૈન લાઈબ્રેરી, હોમિયોપેથિક દવાખાનું, સીવણ કલાસ વગેરેની સ્થાપના દ્વારા ધાર્મિક તેમ જ સાધમિક ઉત્કર્ષની શુભ પ્રવૃત્તિઓ ફાલી-ફૂલી હતી. વિદ્યાપીઠ ભવન-મુલુન્ડ (મુંબઈ), તત્વજ્ઞાન ભવન-પૂના એ એમનાં જીવતાં જાગતાં સ્મારકે છે.
જ્યારે તેઓશ્રીને અંત સમય નજીક આવ્યું ત્યારે તેમણે પ્રાપ્ત કરેલી સમતા, ધીરજ, પાપભીરુતા અને કપ્રિયતા ભૂલી ભુલાય તેમ નથી. ભાંડુપ જેવા નાના જૈન સંઘના અનેક ડોકટરે, કાર્યકરે, આબાલવૃદ્ધ ભાવિકે—સૌ કોઈએ પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અદ્વિતીય એવી સેવા-સુશ્રષા કરી હતી. છેલ્લે છેલ્લે શાશ્વત નવકાર મહામંત્રની ધૂન વચ્ચે તેઓશ્રી સં. ૨૦૩૬ના જેઠ સુદ ૭ના દિવસે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. પૂજ્યશ્રી અંતિમ સમયે એમના પરમ વિનયી શિષ્ય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ સહિત સૌને “શ્રતજ્ઞાનની ગંગા અખંડ વહેવડાવજે...આવશ્યકસૂત્રના માહાભ્યને વધારજો....રાખેલા વિશ્વાસને પૂર્ણ કરે...” એવો દિવ્ય સંદેશ આપી, સૌને કર્તવ્યના માર્ગે ધન્ય બનાવતા ગયા. ધન્ય એ સાધુજીવન! કેટિશઃ વંદન હજો એ સાધુવને!
(સંકલન : ફૂલચંદ હરિચંદ દોશી, મહુવાકર )
-roon પરમ તપસ્વી પૂ. મુનિરાજશ્રી ચરણવિજયજી મહારાજ
ધન્ના અણગારની યાદ અપાવે એવું શરીર અને તપ, ગુરુભક્તિ અને ગુર્વાસાપૂર્વકનું જેમનું જીવન હતું એવા મહાત્માનું નામ યાદ કરતાં ચરણવિજયજી મહારાજની પ્રતિકૃતિ નજર સામે તરવરે છે. સુસ્તી લાલા તરીકે પ્રસિદ્ધ સંસારના અતિ શોખીન તેમણે સંસારની પ્રવૃત્તિ બદલી ૩૪ વર્ષની વયે પૂ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. મારું કેઈ નહિ, હું મારે નહિ. મારા ગુરુજી, હું ગુરુજીને...આ જીવનમંત્રને જીવનમાં વણી દીધા. દીક્ષા લઈને કઈ દિવસ એકસાથે વાપર્યું નથી. ઉપવાસને પારણે આયંબિલ જ હોય. ઉપવાસ બધા વિહાર. આયંબિલમાં પણ છેલ્લે વહેરવા જાય અને મળે તેમાંથી પૂરું કરે. જરા પણ ઉત્સુક્તા-ઉતાવળ નહીં. અઢાઈ ઓ કરવી એમને મન રમતવાત, તે પણ ચૌવિહારી. ઉપકારી ગુરુમહારાજની માંડલીનું કાર્ય ભક્તિપૂર્વક પતાવી બારબાર વાગ્યા સુધી તે પરમાત્મભક્તિમાં તલ્લીન બની જતા. જાતને પણ ભૂલી જતા. સાચા ગુરુભક્ત શિષ્ય તરીકે ગૌતમસ્વામીની યાદ અપાવે કે, પૂ. પંન્યાસજી મહારાજ સૂવે પછી સૂતા અને પૂ. પંન્યાસજી મહારાજ ઊઠે ત્યારે પહેલાં ઊઠી જતા. ગુરુજી સાથે એકતા એટલી સાધેલી કે એમને શું જોઈએ છે? શાને ખપ છે? તેને ખ્યાલ આવી જતે અને એ રીતે ઉપયેગપૂર્વક નિર્દોષ વસ્તુ લાવીને ભક્તિ કરતા. સકલાગમરહસ્યવેદી પૂજ્ય આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org