________________
શાસનપ્રભાવક
પૂ. મુનિરાજશ્રી ખાંતિવિજ્યજી મહારાજ
રાજસ્થાનમાં રાણકપુર તીર્થ પાસે વાલી ગામમાં એક ધર્મશ્રદ્ધાળુ જૈન પરિવારમાં શાયરીબાઈની કુખે સં. ૧૯૫૮માં ખીમરાજજીને જન્મ થયે. નાનપણથી જ ધર્મ અને સંસ્કાર પ્રત્યે અભિરુચિ, એટલે માતાપિતાની સેવામાં અને દેવદર્શન જવામાં રસ લેતા. પ્રાથમિક શિક્ષણ ગામમાં લઈ ધંધાર્થે મુંબઈ ગયા. ત્યાં ધર્મભાવનામાં ઓટ ન આવી. ઊલટું, મરુધરકેસરી પૂ. મુનિશ્રી જ્ઞાનસુંદરજી મહારાજને પરિચય થતાં વૈરાગ્યને રંગ લાગ્યું. સમીવાળા પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવરને સમાગમ થતાં ખીમરાજજી તેમને સમર્પિત થઈ ગયા. સં. ૧૯૮૬માં પૂજ્યપાદ સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ મુનિશ્રી ખાંતિવિજયજી નામ ધારણ કર્યું.
દીક્ષા ગ્રહણ કરીને ત્રણ ચોમાસાં રાજસ્થાનમાં કર્યા. દરમિયાન જ્ઞાન-ધ્યાન-તપમાં વિકાસ કર્યો. સ્વ-પર ગચ્છના પ્લાન સાધુઓની સેવા કરી. ધર્મજાગૃતિ માટે સુંદર સાહિત્યનું સર્જન કર્યું. તેઓશ્રીના નાનાભાઈ નવલમલજી પણ વૈરાગ્યના રંગે રંગાઈને મુનિશ્રી નિરંજનવિજ્યજી બન્યા. પૂજ્યશ્રીએ પોપકારી અને પરદુઃખભંજન સ્વભાવને લીધે અનેક લેકે પગી કાર્યો કર્યા. સાધર્મિક ભાઈઓને મદદ કરવા માટે વ્યવસ્થા કરી. વૃદ્ધવયે સ્વાથ્ય બગડતાં મુનિશ્રી નિરંજનવિજયજી અને શ્રી ઉત્તમવિજયજી ૧૭ દિવસને ઉગ્ર વિહાર કરીને બાલી પોંચ્યા. પૂજ્યશ્રીની સેવાને અપૂર્વ લાભ લીધે. પૂજ્યશ્રી સં. ૨૦૨૧ ના ફાગણ સુદ ૧૩ ને દિવસે નવકાર મહામંત્ર સાંભળતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અનેકવિધ ધર્મ પ્રભાવના દ્વારા જનજાગૃતિ લાવનાર મુનિવર્યને શતશઃ વંદના !
નિઃસ્પૃહી–નિરહંકારી પૂ. ઉપાધ્યાયજી શ્રી મહિમાવિજયજી ગણિવર
ગૌરવવંતી પાટણભૂમિમાં ડખ મહેતાના પાડામાં વીશા શ્રીમાળી જ્ઞાતીય શ્રી બાપુલાલ લલ્લુભાઈને ત્યાં શ્રીમતી સમરથબહેનની કુક્ષીએ સં. ૧૯૬૫માં તેમને જન્મ થયે. તેમનું જન્મનામ નાનકચંદ હતું. મોટપણે નાનકચંદ મુંબઈ આવ્યા. ત્યાં લાલબાગમાં પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ વખતે બાલમુનિવર શ્રી કનકવિજયજી મહારાજની પ્રભાવી મુખાકૃતિથી પ્રભાવિત થઈ વૈરાગ્યભાવના જાગી. સકલાગમરહસ્યવેદી પૂજ્ય ગુરુદેવશ્રીને મુંબઈથી અન્યત્ર વિહાર થતાં તેઓશ્રી ઉદ્વિગ્ન બની ગયા અને ગુરુદેવશ્રીની પાછળ, દીક્ષા માટે ઘર ત્યજીને ચાલી નીકળ્યા. મોહવશ કુટુંબીએ તેમને પાછા ઘેર લઈ આવ્યા. પરંતુ નિશ્ચયમાં નિશ્ચલ નાનકચંદની વૃત્તિમાં ફેરફાર થયો નહીં. એક દિવસ ઘેરથી ભાગી નીકળ્યા. લીંચ મુકામે પૂ. ગુરુભગવંતને મળ્યા. દીક્ષા લેવાની ભાવના જણાવી. અચાનક પૂ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org