________________
જૈનધર્મના વિશિષ્ટ અંગરૂપ અચલગરછ (વિધિ પક્ષ)ની
પ્રાચીન પરંપરા
૧. અચલગચ્છ પ્રવર્તક શ્રી આર્ય રક્ષિતસૂરિ કરુણાસાગર, ત્રિલે ગુરુ પરમાત્મા શ્રી મહાવીરદેવની પાટે ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંતની શ્રમણ પરંપરામાં ૪૭મી પાટે અચલ (વિધિ પક્ષ)ગચ્છના પ્રવર્તક શ્રી આર્ય રક્ષિતસૂરિ થઈ ગયા. તેમને જન્મ સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના આબુ તીર્થ પાસેના દંતાણી ગામે થયે હતે. પિતાનું નામ દ્રોણ, માતાનું નામ દેદી અને તેમનું પોતાનું નામ વયજા હતું. વડગચ્છના જયસિંહસૂરિ પાસે સં. ૧૧૪૨ ના વૈશાખ સુદ ૮ ના દિવસે તેઓએ દીક્ષા અંગીકાર કરી મુનિ વિજયચંદ્ર નામ રાખ્યું. આગમ આદિ અનેક ગ્રંથના અભ્યાસથી તેઓ પ્રકાંડ વિદ્વાન બન્યા. સં. ૧૧૫૯માં એક ઘટના બની. તે વખતે ચૈત્યવાસીઓમાં ઘણે શિથિલાચાર વ્યાખ્યું હતું. “સીઓદર્શ ન સેવિજા” આ દશવૈકાલિક સૂત્રની ગાથાનું મનન કરતાં મુનિ વિજયચંદ્ર ગુરુને પૂછયું, “આ કાચા પાણીને વપરાશ સાધુઓ શા માટે કરે છે?' જવાબમાં ગુરુએ કહ્યું, “કાળને દોષ છે.” પણ તેમણે શાક્ત મુનિજીવન જીવવાની પ્રબળ ભાવનાથી ગુરુ પાસે આજ્ઞા માગી ત્યારે ગુરુદેવે “શાસ્ત્રોક્ત મુનિજીવન આચરે તેને ધન્ય છે !” કહી આજ્ઞા આપી. આમ, ગુર્વાસા મેળવી, મળેલા સૂરિપદને ત્યાગ કરી, ગુરુના આગ્રહથી ઉપાધ્યાયપદે રહી, ઉપાધ્યાયશ્રી વિજયચંદ્રજી કેટલાક શિષ્ય સાથે લાટ ઇત્યાદિ પ્રદેશમાં પહોંચ્યા. કિદ્ધારના આશયથી પિતાના સંસારી મામા પૂર્ણિમાગચ્છીય આચાર્ય શીલગુણસૂરિ પાસે કેટલેક સમય રહ્યા, પણ સાવદ્ય ક્રિયાઓ જોઈને તેનાથી દૂર રહ્યા અને પાવાગઢ તીર્થ ઉપર કાઉસગ્ગ, ધ્યાન ઇત્યાદિ આત્મસાધના કરતા રહ્યા. દરેજ ગેચરીએ જાય. સાથે સંકલ્પ કર્યો : “કદી પણ સદોષ અન્નજળ ન લેવું. આમ કરતાં નિર્જળ-ચૌવિહાર માસખમણનું ઉગ્ર તપ આરાધ્યું.
એક વખત મહાવિદેહ ક્ષેત્રમાં શાસનદેવી શ્રી ચશ્કેશ્વરીએ પરમાત્મા શ્રી સીમંધર સ્વામીને પૂછયું : “પ્રભે! ભરતક્ષેત્રમાં આગમાનુરાગી સાધુજીવન આચરનાર કે ઈ મુનિ છે કે નહિ?” ભગવાને કહ્યું : “હા! પાવાગઢ પર સાગારી અનશન કરી રહેલા શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજી આગમક્ત વિધિમાર્ગને જાણે છે, આરાધે છે. તેમનાથી વિધિપક્ષનું પ્રવર્તન થશે.”
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org