________________
૭૦૩
શ્રમણભગવત-૨ સમતા-ગંભીરતા–વત્સલતાની મૂર્તિ અને પાર્ધચંદ્રગચ્છના
ગૌરવશાળી શાસનપ્રભાવક પૂ. મુનિવર્યશ્રી સુયશચંદ્રજી મહારાજ કચ્છની ભૂમિ પર માંડવી બંદર પાસે આવેલા નવાવાસ (દુર્ગાપુર)માં શેઠશ્રી મેઘજી ગવર સાવેલાને ઘેર પુણ્યશાળી વેલબાઈની કુક્ષીએ સં. ૧૯૮ના માગશર સુદ ૮ના શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. ચાર ભાઈઓ અને બે બહેનોમાં બીજા નંબરે અવતરેલા આ પુત્રનું નામ શાંતિલાલ રાખ્યું. શાંતિલાલ નાનપણથી તીવ્ર મેધા ધરાવતા હતા. સાત ઘેરણને અભ્યાસ વતનમાં જ પૂરો કરીને વધુ અભ્યાસાર્થે માંડવી આવ્યા. એસ. એસ. સી. સુધીને અભ્યાસ કર્યો, એવામાં નવાવાસમાં પૂ. મુનિશ્રી બાલચંદ્રજી મહારાજ, પૂ. મુનિશ્રી વિનોદચંદ્રજી મહારાજ આદિ ઠાણાનું ચાતુર્માસ થતાં અને શેષકાળ દરમિયાન પાવનકારી સાન્નિધ્ય મળતાં શાન્તિભાઈ પણ અન્ય ભાવિકેની સાથે મુનિવથી આકર્ષાઈને, ભ્રમરની જેમ આસપાસ વીંટળાઈને, ગુરુસેવામાં સમય વ્યતીત કરવા લાગ્યા. ગુસાંન્નિધ્ય અને પૂર્વજન્મના સંસ્કારોથી શાન્તિભાઈમાં વિરતિભાવ દઢ થયો અને તેમણે ચારિત્ર ગ્રહણ કરવાને નિર્ણય લીધે. અમદાવાદ જઈને પિતાને નિર્ણય ગુરુદેવને જણાવ્યું. પૂ. ગુરુદેવ સાથે મુંબઈ રહીને જપ-તપ-અભ્યાસ -ગુરુસેવા દ્વારા વિરતિની વેલડીને અમૃતસિંચન કર્યું અને સં. ૨૦૧૯ત્ના જેઠ સુદ ૧૦ના દિવસે મોટી ખાખર (કચ્છ) ગામે દીક્ષા અંગીકાર કરી પૂ. ગુરુદેવશ્રી બાલચંદ્રજી મહારાજના શિષ્ય મુનિશ્રી સુયશચંદ્રજી ઘેષિત થયા.
- પૂજ્યશ્રીના ચારિત્રગ્રહણના ત્રણ માસ બાદ જ પૂ. ગુરુદેવ સ્વર્ગવાસી બન્યા. નૂતન મુનિને આ આઘાત કારમે હતું, છતાં તેઓશ્રી સ્વસ્થ રહ્યા અને અમદાવાદમાં રહી, અન્ય પંડિતે સાથે શાસ્ત્રાધ્યયનમાં વ્યસ્ત બની રહ્યા. સવારના 8થી રાતના ૧૨ સુધી સતત અભ્યાસ કરવા લાગ્યા અને પ્રથમ વાર પ્રવચનપાટે પધાર્યા ત્યારે અમદાવાદ શ્રીસંઘે સાનંદાશ્ચર્ય અનુભવ્યું. આ અરસામાં ગચ્છાધિપતિ પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ અમદાવાદ પધારતાં તેઓશ્રી સાથે રાજસ્થાન-બીકાનેરમાં અદ્ભુત આરાધના-ઉપાસનાયુક્ત ચાતુર્માસ કર્યું. પૂજ્યશ્રીએ પુરુષાર્થ કરીને સૂફમ સંશોધન દ્વારા અતિ પ્રાચીન છે આવશ્યક સૂત્રના આઠ દિવસની શ્રાવકની ઉપધાનની વિધિ તૈયાર કરી અને સર્વપ્રથમ એ વિધિ અનુસાર બીકાનેરમાં ઉપધાનતપની આરાધના કરાવી. ત્યાં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા. પૂ. શ્રી સુયશચંદ્રજી મહારાજ શૂન્યમનસ્ક બની ગયા. તેઓશ્રીના જીવનમાં આ બીજે વાઘાત હતે. વળી સ્વસ્થતા પ્રાપ્ત કરી જોધપુર તરફ વિહાર કર્યો. ત્યાં પૂ. પાર્ધચંદ્રસૂરીશ્વરજી દાદાસાહેબનાં પગલાં તેમ જ પ્રાચીન ભંવરની શોધ કરી અને ત્યાં અઢી માસ સ્થિરતા કરીને બધું વ્યવસ્થિત કર્યું. ત્યાર બાદ છે મુમુક્ષુઓને દીક્ષા આપવા મુંબઈના શ્રીસંઘની વિનંતીથી મુંબઈ પધાર્યા. પ્રથમ ચાતુર્માસ દાદરમાં કર્યું. ચાતુર્માસ બાદ છ સભ્યના કુટુંબને દીક્ષા મહોત્સવ ઊજવા. શ્રી લીલાધરભાઈ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org