________________
શ્રમણભગવંતો-ર
૧૫૩ છે અને વિકાસ થયો. માલવામાં પણ અનેક ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી.
- પૂજ્યશ્રીને પાલીતાણામાં પૂ. આગમ દ્ધારક આચાર્યદેવના વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ ૧૦ના મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરતગોપીપુરામાં મહોત્સવ પૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સિદ્ધચક આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે હજારે આરાધકે આ સમાજની દોરવણી નીચે શ્રી સિદ્ધચકજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ એળી કરી હતી. પ. પૂ. આગમ દ્વારકશ્રીનાં વ્યાખ્યાનના પ્રચાર-પ્રસાર માટે “સિદ્ધચક્ર” માસિકનું સંપાદન સં. ૧૯૮૬ થી ૧૯૮૯ અને સં. ૨૦૦૩ થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ઉપરાંત, અનેક ગ્રંથનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથનું લેખન પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧–ા ફાગણ વદ ને દિવસે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૪૫-૫૦ શિષ્ય-પ્રશિષ્ય વર્તમાનમાં વિચારી રહ્યા છે અને શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજજ્વળ પ્રકાશથી શોભાવી રહ્યા છે ! કટિ કોટિ વંદન હજે એવા પૂજ્યવરને !
અગણિત ધર્મ ગ્રંથોના સમર્થ અનુવાદક પૂ. આચાર્યશ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ
સૌરાષ્ટ્ર પ્રાન્તમાં શ્રી સિદ્ધગિરિ નજીક જીરા ગામમાં વસતા દોશી દેવચંદ પુરુષોત્તમ અને શીલશાલિની ઝબકબેનના પુત્ર હીરાચંદભાઈને જન્મ સં. ૧૯૬૧ના ચૈત્ર સુદ ૮ના શુભદિને થયો હતું. તેમના સુરતના નિવાસ દરમિયાન વ્યાવહારિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી સંસ્કારમાં સંવૃદ્ધિ મેળવી. ત્યાં પૂ. આગમ દ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીને સમાગમ થવાથી તેમના ધર્માનુરાગી સંસ્કારને વેગ મળ્યો. પિતા દેવચંદભાઈ એ સં. ૧૯૮૧માં પૂ. આગમેદ્વારકશ્રી પાસે અજીમગંજમાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી દેવસાગરજી તરીકે જાહેર થયા. આ ભવ્ય વારસાને દીપાવવા હીરાચંદભાઈ અને તેમના લઘુબંધુએ સં. ૧૯૮૪માં અમદાવાદમાં પૂ. આગમ દ્વારકશ્રી પાસે જ દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી હેમસાગરજી તથા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી તરીકે જાહેર થયા. સતત ગુરુકુળવાસમાં રહીને ગ્રહણ-આ સેવન શિક્ષા વ્યાકરણ-કાવ્ય-સાહિત્ય-ન્યાય-આગમ આદિ શાસ્ત્રનું સાહિત્યનું ગહન અધ્યયન કરીને સં. ૧૯૯ના આસો વદ ૩ને દિવસે પૂ. આગમોદ્ધારશ્રીના શુભ હસ્તે કપડવંજમાં પંન્યાસપદે શ્ર. ૨૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org