________________
શ્રમણુભગવંતો-૨
૧૯૩
ગુણો વડે શેભી રહી અનેકેને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. અપ્રમત્તતાને પૂજ્યશ્રીને ગુણ ઊડીને આંખે વળગે તેવો છે. તત્ત્વજ્ઞાન વડે અધ્યાત્મના અગાધ સમુદ્રમાં ડૂબકી મારી, તેમાં જ મસ્ત રહી જીવનારા એક અલગારી ધર્મપુરુષને સત્સંગ કરવા જેવો છે. ઇતિહાસનું વાચન અને લેખન, નાનાવિધ છંદોમાં સંસ્કૃત કલેકેનું સર્જન, જિનમૂતિઓ તથા પ્રાચીન શિલાલેખાનું આકલન આદિ તેમના પ્રિય વિષયે રહ્યા છે. સમતારસનું અનેક જીને પાન કરાવનારા આ શાસનપ્રભાવક સૂરિદેવ સૌના વંદનાના અધિકારી છે. કહેવાય છે કેઃ
साधूनां दर्शनं पुण्य तीर्थभूता हि साधवः ।
तीर्थ फलितं कालेन - सद्यः साधुसमागमः ।। અર્થાત, તીર્થ તો અવસરે ફળે, પણ સાધુસમાગમ તે તુર્ત જ ફળ આપે છે. પાંચ મહાવ્રતનું ચુસ્તપણે પાલન કરનારા આ સાધુઓ ખરેખર તીર્થ સમાન છે. એવા એ સૂરિવરને સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયે સમયે શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાન, તપસ્વીઓનું બહુમાન, યાત્રાસંઘ, સ્વામીવાત્સલ્ય, ઉપધાન, ઉજમણાં, દક્ષાપ્રસંગે આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પિતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર કરીને સધની સરિતા વહાવી છે. જેનસાહિત્ય અને જેન જ્ઞાનભંડારને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં તેઓશ્રીને અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. કેટિશઃ વંદન હજે એવી વિભૂતિને !
મૃતભક્તિના મહાન પુરસ્કર્તા, ભક્તિમાર્ગના અનન્ય આરાધક; પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ
સાધુજીવનની સમાચારના પાલનમાં સદાય સજાગ અને સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્યદેવશ્રી યશોવિજ્યસૂરિજી મહારાજનું ત્યાગી જીવન અનેક ગુણોથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવર્ય ખરે જ વાત્સલ્ય અને પ્રસન્નતાની મૂતિ છે ! મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજાના જ્ઞાનસારસૂત્રની “સમીત્ર મનો ચચ સ મધ્યસ્થ મહામુનિ ” પંક્તિની જીવંત કૃતિ અને “ચિત્ત પ્રસને રે પૂજનફળ કહ્યું.” એ પંક્તિમાં આનંદઘનજી મહારાજાએ વીંધેલી-ચીધેલી ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિત્વ એટલે પૂ. આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ, , ૨૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org